________________
અધ્યાત્મસાર
ઉદયમાં લાવી, તે ફળ આપે તે પહેલાં તેને ભસ્મ કરવાં તે અવિપાક નિર્જરા છે. નિર્જરાના અકામ અને સકામ એવા બે પ્રકાર પણ બતાવવામાં આવે છે. અકામ એટલે ઇચ્છા વગર અને સુકામ એટલે ઇચ્છાપૂર્વક, ધ્યેયપૂર્વક, કોઈકના રોકી રાખવાથી કે એવા અજ્ઞાનયુક્ત સંજોગોને કારણે, આત્મશુદ્ધિના લક્ષ્ય વિના ભૂખ, તરસ વગેરે કાયક્લેશ મિથ્યાત્વસહિત સહન કરવાનાં આવે તે અકામ નિર્જરા છે. આત્મશુદ્ધિ માટે, ભાવપૂર્વક, ઉપયોગપૂર્વક સમ્યક્ત્વહિત કરેલી ક્રિયાથી થતી કર્મની નિર્જરા તે સકામ નિર્જરા છે. મોક્ષમાર્ગમાં સકામ નિર્જરા જ ઉપકારક થાય છે. [૨૮૧] અનુષ્ઠાનરા તવદ્ધતુ મા વિનામ્ |
एतच्च चरमावर्तेऽनाभोगादेविना भवेत् ॥१७॥ અનુવાદ : માર્ગગામીઓને સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી તદૂત (અનુષ્ઠાન) પ્રાપ્ત થાય છે. અનાભોગાદિ વિના, ચરમાવર્તમાં તે પ્રાપ્ત થાય છે.
વિશેષાર્થ : માર્ગાનુસારી જીવોને, મોક્ષમાર્ગની અભિલાષા ધરાવનારાને શરમાવર્તમાં આ તહેતુ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. તહેતુ (તદ્ધતુ) એટલે “એ માટેનું' એટલે કે મોક્ષપ્રાપ્તિ માટેનું અનુષ્ઠાન. એ અનુષ્ઠાન ‘તહેતુ’ના નામથી ઓળખાય છે. એ અનુષ્ઠાનવાળા જીવો અનાભોગાદિકથી મુક્ત હોય છે અને તેઓ ચરમાવર્તમાં આવેલા હોય છે. “અનાભોગ' પારિભાષિક શબ્દ છે. એનો એક અર્થ થાય છે અજાણતાં કે ખ્યાલ બહાર. અનાભોગાદિ શબ્દથી અનુપયોગ, અનાદર, વિસ્મૃતિ, સહસાકાર, આશંસા વગેરે દોષો ગણાવી શકાય. તહેતુ અનુષ્ઠાન કરનારમાં આવા દોષો હોતા નથી.
ચરમાવર્ત એટલે છેલ્લે આવર્તન, છેલ્લું પુદ્ગલ પરાવર્તન
ચરમાવર્ત શબ્દમાં ચરમ એટલે છેલ્લું અને આવર્ત એટલે વર્તુળ. જીવ સંસારમાં ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરતો રહે છે. સૂક્ષ્મ નિગોદમાંથી છૂટો પડેલો અને વ્યવહાર રાશિમાં આવેલો જીવ જન્મમરણ કરતો રહે છે. તે એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય બને અને મનુષ્ય તરીકે કેવળજ્ઞાન પામી મોક્ષ જાય, એમાં કેટલો બધો કાળ વીતતો હશે ! વળી મનુષ્યભવ મળ્યો તે ભવે જ કેવળજ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય એવું નથી. કેટલાયે જીવો ચોર્યાશી લાખ યોનિમાં પરિભ્રમણ કરતાં કરતાં કેટલીયે વાર મનુષ્યપણું પામે છે, છતાં ફરી ભવભ્રમણમાં અટવાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે અનંતકાળ એમાં વીતી જાય છે. એમાં ચૌદ રાજલોકમાં બધે એ ઘમી વળે છે. એ કેવી રીતે ઘુમી વળે છે અને એમાં કોઈ નિયમ છે કે નહિ તે વિશે જૈન દર્શન બહુ સૂક્ષ્મતાથી સમજાવે છે. એને પુદ્ગલ પરાવર્તન કહે છે.
પુદ્ગલ એટલે અજીવ તત્ત્વ (Matter). આત્મા ચેતન તત્ત્વ છે. જ્યાં સુધી મુક્તિ (મોક્ષ) ન મળે ત્યાં સુધી આ ચેતન તત્ત્વ પુગલ સાથે સંલગ્ન રહે છે. જીવનો દેહ પુદ્ગલનો બનેલો છે. પુદ્ગલના સૂક્ષ્મ પરમાણુઓ પ્રતિક્ષણ (પ્રતિસમય) દેહમાંથી છૂટા પડી બહાર નીકળી જાય છે અને બીજા પરમાણુઓ દેહમાં જોડાય છે. જીવ મૃત્યુ પામે છે ત્યારે આત્મા દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે. આ રીતે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ અને ઉંઝન (ત્યાગ), તે પુદ્ગલનો આવર્ત કહેવાય છે.
પુદ્ગલ પરમાણુઓ કેટલા પ્રકારના છે ? જૈન દર્શન પ્રમાણે મુખ્યત્વે આઠ પ્રકારના છે. એને વર્ગણા
૧૫૨ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org