________________
પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર
વિશેષાર્થ : અશુદ્ધ ક્રિયા કરનારા ભલે કર્યા કરે, કારણ કે નહિ તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે–એવી દલીલનો જવાબ આપ્યા પછી હવે અહીં તેઓની બીજી દલીલનો જવાબ આપવામાં આવ્યો છે.
લોકાચારમાં જ્યારે ઘણા લોકો એક ખોટી વસ્તુ કરતા હોય છે, ત્યારે ખોટી વસ્તુનો ચીલો પડી જાય છે. વળી આજકાલ લોકશાહીના નામે બહુમતી કરે એ સાચું એવી દલીલ પણ કરવામાં આવે છે. સામાજિક દૃષ્ટિએ લોકવ્યવહારમાં એમ કરવામાં આવે તો તે ભલે હોય. ક્યારેક તેમ કરવું આવશ્યક પણ બને. પરંતુ અધ્યાત્મમાર્ગમાં બહુમતી ન ચાલે, કારણ કે આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા માટેની પાત્રતા જ ઘણી દુર્લભ છે. એટલે સંસારમાં હમેશાં આધ્યાત્મિક સમજણ અને ડહાપણ ધરાવનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ અલ્પ સંખ્યામાં જ રહેવાના. હવે જો એવો આગ્રહ રાખવા બાબતમાં પણ બહમતી કરે તે જ કરવા યોગ્ય છે. તો તેની સામે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અહીં સચોટ દલીલ કરે છે કે જો એવું જ ગણશો તો સંસારમાં હમેશાં સમ્યદૃષ્ટિવાળા જીવો કરતાં મિથ્યાદૃષ્ટિવાળા લોકો મોટી સંખ્યામાં જ રહેવાના. તો તો પછી સર્વત્ર મિથ્યાદર્શન જ આરાધ્ય બની જશે. પરંતુ એમ ન થાય એટલા માટે અધ્યાત્મના ક્ષેત્રે લોકસંજ્ઞાને હમેશાં ત્યાજ્ય ગણવી જોઈએ. [૨૭૯] તમાદ્રતાનુ ત્યા સૂટવનિતમ્ |
ગોયતો નોતો વા તવનનુષ્ઠાનમેવ હિ શકો અનુવાદ : એટલા માટે સૂત્રરહિત અને ગતાનુગતિક રીતે, ઓઘસંજ્ઞાથી કે લોકસંજ્ઞાથી જે કરવામાં આવે તે અનનુષ્ઠાન જ છે.
વિશેષાર્થ : આમ, ઓઘસંજ્ઞાથી કે લોકસંજ્ઞાથી થતી ધર્મક્રિયાઓનાં મુખ્ય લક્ષણો દર્શાવી, આધ્યાત્મિક આરાધનામાં તેની ઉપયોગિતા કેટલી બધી ઓછી છે તે સમજાવ્યા પછી તે વિશે ગ્રંથકાર મહર્ષિ આ શ્લોકમાં સમાપન કરતાં કહે છે કે આ રીતે સૂત્રની અપેક્ષા વિનાની એટલે કે શાસ્ત્રકથિત આચારશુદ્ધિ વિનાની અને સમજણ વિના ઓઘસંજ્ઞાથી કે લોકસંજ્ઞાથી થતી ધર્મક્રિયા અંતે તો અનનુષ્ઠાન જ ગણાય. મોક્ષમાર્ગમાં તે ઉપકારક નીવડતી નથી. [૨૮] મનિર્નર પર્વ વાયવન્ત્રશોતિન્..
सकामनिर्जरा तु स्यात् सोपयोगप्रवृत्तितः ॥१६॥ અનુવાદ : આમાં કાયાને કષ્ટ આપવા વગેરેથી અકામ નિર્જરા થાય છે, પરંતુ ઉપયોગ સંહિતની પ્રવૃત્તિથી સકામ નિર્જરા થાય છે.
વિશેષાર્થ : જે અનનુષ્ઠાન છે તેનાથી તો માત્ર અકામ નિર્જરા થાય છે. તેમાં કાયાને કષ્ટ આપવાપણું હોય છે. એમાં ઉપયોગની શૂન્યતા છે. અજ્ઞાનથી થતી તે ક્રિયા છે. એમાં લક્ષ્યની વાત નથી હોતી. જે ધર્મક્રિયા ઉપયોગ સહિત થાય છે તેમાં સકામ નિર્જરા થાય છે. તેમાં મોક્ષનું લક્ષ્ય સ્પષ્ટ હોય છે.
નિર્જરા એટલે કર્મોનું ખરી પડવું. તેના બે પ્રકાર છે : સવિપાક અને અવિપાક. પૂર્વે બાંધેલાં કર્મો વિપાકોદય થતાં ભોગવાઈને ખરી પડે તે સવિપાક નિર્જરા. ગુપ્તિ, સમિતિ, તપ વગેરે દ્વારા કર્મોને
૧૫૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org