________________
અધ્યાત્મસાર
જ સાચું છે એવો ભાવ જન્મે છે અને એને માટે બહુમાન થાય છે. પરંતુ લોકસંજ્ઞાથી કરાતાં આવાં અનુષ્ઠાન તે અનનુષ્ઠાન જ ગણાય. [૨૭] fક્ષતવિપોપેતHણાવશ્યલમુચ્યતે |
द्रव्यतो भावनिर्मुक्तमशुद्धस्य तु का कथा ॥१२॥ અનુવાદ : શિક્ષિત વગેરે પદથી યુક્ત છતાં ભાવથી રહિત જે આવશ્યક તે જો દ્રવ્ય (આવશ્યક) કહેવાય, તો પછી અશુદ્ધની તો વાત જ શી ? ' વિશેષાર્થ : આવશ્યક ક્રિયાઓ બરાબર શુદ્ધ રીતે કરવા માટે ઉચ્ચારશુદ્ધિ, વિધિશુદ્ધિ વગેરે કેમ બરાબર સચવાય તેનું શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ, આસેવન, પદસંપદા વગેરે સહિત આવશ્યક ક્રિયાઓનો સૂત્રપાઠ કરવામાં આવ્યો હોય, પણ તે જો ભાવ વગર, યંત્રવત્ કરવામાં આવ્યો હોય તો તેને માત્ર દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે. તો પછી જે ક્રિયા ભાવશૂન્ય હોય અને વળી સૂત્રોના પાઠના ઉચ્ચારમાં પણ અશુદ્ધ હોય તો તેની તો વાત જ શી કરવી ? એને દ્રવ્યાવશ્યક પણ કેમ કહી શકાય ? આધ્યાત્મિક ક્ષેત્રે આવી રીતે દ્રવ્ય અને ભાવ એમ ઉભય રીતે અશુદ્ધ ક્રિયાનું મૂલ્ય બહુ ન ગણાય. [૨૭૭] તીર્થોઝેમિયા જ્ઞાવિશુદ્ધચૈવ વારે |
सूत्रक्रियाविलोपः स्याद् गतानुगतिकत्वतः ॥१३॥ અનુવાદ: તીર્થના ઉચ્છેદના ભયથી જો અશુદ્ધનો આદર કરવામાં આવે તો, ગતાનુગતિત્વને લીધે સૂત્રક્રિયાનો લોપ થઈ જશે.
વિશેષાર્થ : લોકસંજ્ઞા અનુસાર જે અશુદ્ધ ક્રિયા થતી હોય છે તેના બચાવ માટે એવી દલીલ કરવામાં આવે છે કે મોટા ભાગના લોકો અશુદ્ધ રીતે જ તે કરે છે અને શુદ્ધ ક્રિયા થાય તો જ કરવી એવો આગ્રહ રાખવામાં આવે, તો વખત જતાં શુદ્ધ કે અશુદ્ધ બંને પ્રકારની ક્રિયા કરનાર કોઈ હશે જ નહિ અને એમ કરતાં તીર્થનો વિચ્છેદ થઈ જશે. આ ભયસ્થાન જેટલું વાસ્તવિક છે તેના કરતાં કાલ્પનિક વધુ છે. જો અશુદ્ધ ક્રિયાનો આદર ચાલુ રહે તો વખત જતાં ઉત્તરોત્તર વધુ અને વધુ લોકો, વધુ અને વધુ પ્રકારની ક્રિયા અશુદ્ધ રીતે જ કરતા રહેશે. એમ કરતાં કરતાં અશુદ્ધ ક્રિયા જ પ્રમાણભૂત બની જશે, કારણ કે તે લોકપ્રિય હશે. પરંતુ એથી સાચા સૂત્રસિદ્ધાન્તનો અને સૂત્રોનુસાર શાસ્ત્રકથિત વિશુદ્ધ ક્રિયાનો ક્રમ કરીને લોપ જ થઈ જશે. એટલે જો સૂત્રક્રિયાનો લોપ થશે તો પણ તીર્થનો વિચ્છેદ થઈ જશે. આમ અશુદ્ધનો આદર કરવાથી અને તેનો જ આગ્રહ રાખવાથી તીર્થવિચ્છેદ અને શાસ્ત્રવિચ્છેદ એમ બંને વિચ્છેદ થશે. એટલે ઘણા લોકો અશુદ્ધ ક્રિયા કરતા હોય તો પણ આદર, મહિમા અને આગ્રહ તો શાસ્ત્રવિહિત શુદ્ધ ક્રિયાનો જ કરવો જોઈએ. [૨૭૮] થર્મોન ર્તવ્ય કૃતં વારેવ વેત્ |
तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥१४॥ અનુવાદ : ધર્મમાં ઉદ્યત પુરુષે, જે ઘણાંએ કર્યું હોય તે જ કરવું જોઈએ એમ હોય તો પછી મિથ્યાષ્ટિનો ધર્મ ક્યારેય ત્યાજ્ય નહિ થાય.
૧૫૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org