________________
પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર
જ્ઞાતિબહિષ્કૃત થવાશે એવા ભયથી કરવું તે અથવા લોભલાલચથી વશ થઈને કરવું તે. આવી ગતાનુગતિક દેખાદેખીથી થતી ઉપયોગશૂન્ય પ્રવૃત્તિ તે લોકસંજ્ઞાવાળી પ્રવૃત્તિ છે. ધર્મક્ષેત્રે થતી એવી પ્રવૃત્તિને અન્અનુષ્ઠાન તરીકે ઓળખવામાં આવે છે. એમાં શુદ્ધ, નિર્દોષ શાસ્રસિદ્ધાન્તની અપેક્ષા નથી હોતી. એટલે જ અન્-અનુષ્ઠાનના પ્રકારની પ્રવૃત્તિ બહુ ફલદાયી નીવડતી નથી.
[૨૭૪] ન તો નાપિ સૂત્ર નો ગુરુવાષમપેક્ષતે । अनध्यवसितं किंचित्कुरुते चौघसंज्ञया ॥१०॥
અનુવાદ : ઓઘસંજ્ઞાથી તે જે કંઈ કરે છે તેમાં લોકની, સૂત્રની કે ગુરુના વચનની અપેક્ષા રાખતો નથી અને અધ્યવસાયરહિત તે કરે છે.
કે
વિશેષાર્થ : જે કોઈ ઓઘસંજ્ઞાથી અનુષ્ઠાન કરે છે તેમાં તે લોકની અપેક્ષા રાખતો નથી, એટલે કે લોકરીતિ કેવી છે, લોકપરંપરા કેવી છે તે સમજવાની દરકાર રાખતો નથી. એથી ઓઘસંજ્ઞાથી થતી ક્રિયા ક્યારેક લોકવિરુદ્ધ પણ હોઈ શકે છે. વળી આવી રીતે ઓઘસંજ્ઞાથી અનુષ્ઠાન કરનાર સૂત્રમાં અર્થાત્ શાસ્ત્રમાં શું કહ્યું છે તે જાણતો નથી, તે જાણવાની તેની વૃત્તિ પણ નથી હોતી અથવા ક્યારેક તેવી શક્તિ પણ તેનામાં હોતી નથી. એટલે પોતાની ક્રિયા શાસ્ત્રાનુસારી છે કે કેમ તેની પણ તેને સમજ પડતી નથી. તદુપરાંત તે ગુરુવચનની અપેક્ષા પણ રાખતો નથી, એટલે કે તે અંગે ગુરુ-ભગવંતોનું માર્ગદર્શન મેળવવું જોઈએ એવું તેને સૂઝતું નથી. કદાચ સૂઝે તો તેવી ઇચ્છા કે પ્રવૃત્તિ થતી નથી. તે પોતાની મતિએ ક્રિયા કરે છે, પણ વસ્તુતઃ તે શૂન્ય ચિત્તે ક્રિયા કરે છે. આવી જે જે ધર્મક્રિયા તે કરે છે તેમાં તેના ચિત્તના શુભ અધ્યવસાયો જોડાયા હોતા નથી. એની ક્રિયા ભાવવિહીન હોય છે. પરિણામે તેવી ઓઘસંજ્ઞાવાળી ક્રિયા એકંદરે વ્યર્થ નીવડવાનો સંભવ રહે છે.
[૨૭૫] શુદ્ધસ્યાન્વેષને તીર્થોવ્હેવઃ સ્થાવિતિ વવિનામ્।
लोकाचारादर श्रद्धा लोकसंज्ञेति गीयते ॥ ११ ॥
અનુવાદ : ‘શુદ્ધનું અન્વેષણ કરવા જતાં તો તીર્થનો ઉચ્છેદ થઈ જાય', એવી દલીલ કરનારાઓને લોકાચારમાં જે આદર અને શ્રદ્ધા થાય તે લોકસંજ્ઞા કહેવાય છે.
વિશેષાર્થ : આવશ્યકાદિ ધર્મક્રિયા કરતી વખતે તે સૂત્રસિદ્ધાન્ત અનુસાર શુદ્ધપણે જ કરવી અને નહિ તો ન જ કરવી, એવો જો આગ્રહ રાખવામાં આવે તો એવી શુદ્ધ રીતે ક્રિયા કરનારા થોડા જ નીકળવાના. બીજી બાજુ અશુદ્ધ ક્રિયા કરનારને અટકાવતાં અટકાવતાં એવો વખત આવશે કે જ્યારે શુદ્ધ ક્રિયા કરનાર કોઈ હશે નહિ અને અશુદ્ધ ક્રિયાને કરવા દેવામાં આવતી ન હોય. પરિણામે ક્રિયા કરનાર જો કોઈ રહે જ નહિ તો તીર્થનો એટલે જિનશાસનનો વિચ્છેદ જ થઈ જાય. એના કરતાં લોકો જેમ કરતાં હોય તેમ ભલે કરે, આવું કહીને લોકોનાં અવિધિવાળાં, અશુદ્ધ અનુષ્ઠાન માટે જે આદર અને શ્રદ્ધા ધરાવવામાં આવે તે લોકસંજ્ઞા કહેવાય છે. લોકાચાર આવી રીતે બળવાન થઈ જાય છે અને પછી તો એ જ કલ્યાણકારી માર્ગ છે એવા ભ્રમમાં પડી જવાય છે. ગતાનુગતિકતાથી, આત્માના અવલંબન વિના, લક્ષ્યની શુદ્ધિ વિના થતી આવી ક્રિયામાં સ્વાભાવિક રીતે જ ઘણા માણસો જોડાયા હોવાથી, એ
Jain Education International_2017_05
૧૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org