________________
અધ્યાત્મસાર
‘મને મોક્ષગતિ પ્રાપ્ત થાઓ.' ‘મને તીર્થંકર પરમાત્માનું શરણ મળી રહો.' ‘મને સમાધિમરણ અને બોધિલાભ સાંપડી રહો' વગેરે પ્રકારનું નિયાણુ પ્રશસ્ત નિયાણુ છે. ‘જય વીયરાય સ્તોત્ર'માં કહ્યું છે કે ‘હે પ્રભુ ! તમારા સિદ્ધાંત પ્રમાણે તો નિયાણુ બાંધવાની મનાઈ છે, તો પણ ભવોભવ તમારા ચરણોની સેવા કરવાનું મને સાંપડે એવું ઇચ્છું છું.' આ રીતે પ્રશસ્ત નિયાણુ બંધાય છે. અલબત્ત, પ્રશસ્ત નિયાણુ અંતે તો નિયાણુ જ છે, તો પણ કેટલીક અપેક્ષાએ એ દોષરૂપ નથી ગણાતું.
કોઈપણ નિયાણુ આત્મવિકાસમાં અને અંતે મુક્તિ પ્રાપ્ત કરવામાં પ્રતિબંધક બને છે. માટે જ સાચા મુમુક્ષુ હોય અને તેમાં પણ મુનિ હોય તેઓ નિયાણુ બાંધતા નથી.
[૨૭૨] પ્રધાનાઇમાવેન માંનધ્યવસાયિનઃ । संमूच्छिमप्रवृत्याभमननुष्ठानमुच्यते ॥८॥
અનુવાદ : પ્રણિધાન વગેરેના અભાવથી, અધ્યવસાય રહિત તથા સંમૂચ્છિમની પ્રવૃત્તિના જેવું જે કર્મ તે અનનુષ્ઠાન કહેવાય છે.
વિશેષાર્થ : આ શ્લોકમાં અનનુષ્ઠાનનાં મુખ્ય લક્ષણો આપવામાં આવ્યાં છે. પ્રણિધાન એટલે મનની એકાગ્રતા. કોઈ ક્રિયા કરતી વખતે તેમાં મનની એકાગ્રતા જો ન હોય તો તે ક્રિયા યંત્રવત્ થાય છે. તે બરાબર થતી નથી. તેમાં ભૂલચૂક થવાનો સંભવ રહે છે. પ્રણિધાન ઉપરાંત ઉત્સાહ, આદર, પુરુષાર્થ વગેરેનો પણ તે ક્રિયામાં અભાવ હોય અને આત્માના અનુસંધાન વિના, અધ્યવસાય રહિત તે ક્રિયા જો થતી હોય તો એનો અર્થ એ થયો કે જેમને મન ન હોય એવા સંમૂચ્છિમ જીવો ક્રિયા કરે અને મન હોવા છતાં તેવા જીવો મન વગર ક્રિયા કરે તો એ બે ક્રિયામાં ફરક ન રહે. મતલબ કે તેમની ક્રિયા સંમૂચ્છિમ જીવોની પ્રવૃત્તિ જેવી બની રહે. ચિત્તની એકાગ્રતા વિનાની, શૂન્ય મનથી કરાતી આવી ધર્મક્રિયાને અન્-અનુષ્ઠાન (અથવા અન્યાનુષ્ઠાન કે અન્યોન્યાનુષ્ઠાન) કહેવામાં આવે છે.
[૨૭૩] ઓષસંજ્ઞાત્ર સામાન્યજ્ઞાનરૂપા નિબંધનમ્ ।
लोकसंज्ञा च निर्दोषसूत्रमार्गानपेक्षिणी ॥९॥
અનુવાદ : અહીં સામાન્ય જ્ઞાનરૂપ ઓઘસંજ્ઞા અને નિર્દોષ સૂત્રમાર્ગની અપેક્ષા વગરની લોકસંજ્ઞા કારણરૂપ છે.
વિશેષાર્થ : અનનુષ્ઠાન પ્રકારની ધર્મક્રિયાની પ્રવૃત્તિ થવાનાં બે મુખ્ય કારણો છે : (૧) ઓધસંજ્ઞા અને (૨) લોકસંજ્ઞા. ઓધ એટલે સામાન્ય. જેમાં ઊંડાણમાં જવામાં ન આવે, યોગ્યાયોગ્યતાની પૂરી તપાસ કરવામાં ન આવે, કાર્યકારણની મીમાંસા ન હોય, ઉપર ઉપરથી થોડું જાણીને સંતોષ માની લીધો હોય, વળી એનું તારતમ્ય તપાસવાની શક્તિ કે યોગ્યતા ન હોય, એવી પ્રવૃત્તિઓ સંસારમાં જેમ જુદાં જુદાં ક્ષેત્રોમાં થાય છે તેમ ધર્મના ક્ષેત્રમાં પણ થાય છે. દરેક જમાનામાં કેટલીયે ધર્મપ્રવૃત્તિ માત્ર ઓઘસંજ્ઞાથી થતી રહે છે. લોકસંજ્ઞામાં ‘લોક' શબ્દ સૂચવે છે તેમ ઘણા લોકો કહે છે માટે પોતે કરવું અથવા વડીલો કરતા આવ્યા છે માટે પોતે કરવું અથવા જો પોતે નહિ કરે તો લોકોથી અળગા પડી જવાશે, અથવા
Jain Education International_2010_05
૧૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org