________________
અધ્યાત્મસાર
[૨૯૪ મેમä મહિચ્છીપ્રવૃત્તિસ્થિરસિદ્ધિમઃ |
चतुर्विधमिदं मोक्षयोजनाद्योगसंज्ञितम् ॥३०॥ અનુવાદ : ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર પ્રકારના ભેદવાળું હોવાથી તથા મોક્ષ સાથે જોડાયેલું હોવાથી, “યોગ' નામથી એ ઓળખાય છે.
વિશેષાર્થ : સદનુષ્ઠાનનું સ્વરૂપ સમજાવતાં અહીં બતાવ્યું છે કે તે મોક્ષની સાથે જોડાયેલું હોવાથી યોગ'ના નામથી ઓળખાય છે. યોગ શબ્દ યુજુ ધાતુ પરથી આવેલો છે. એનો અર્થ જોડવું એવો થાય છે. આ અનુષ્ઠાન દ્વારા જીવને મોક્ષ સાથે જોડાણ થાય છે. યોગસ્વરૂપ આ અનુષ્ઠાનના ચાર પ્રકાર છે : (૧) ઇચ્છાયોગ, (૨) પ્રવૃત્તિયોગ, (૩) સ્થિરતાયોગ અને (૪) સિદ્ધિયોગ. શ્રી હરિભદ્રસૂરિએ આ ચારે પ્રકારના યોગનું સ્વરૂપ યોગવિંશિકા'માં સમજાવ્યું છે.
ઇચ્છાયોગ એટલે શાસ્ત્રાર્થ જાણવાની ઇચ્છા. પૂર્વે થઈ ગયેલા મહાત્માઓનાં વૃત્તાંતો તથા તેમણે સમજાવેલા મોક્ષમાર્ગ વિશે જાણવાનો ઉત્સાહ અને ઉલ્લાસ તે ઇચ્છાયોગ છે. પ્રવૃત્તિયોગ એટલે શાસ્ત્રવિહિત વ્રત વગેરે વિધિપૂર્વક નિરતિચાર કરવા માટે પ્રવૃત્ત થવું. સ્થિરતાયોગ એટલે અતિચારનો દોષ લાગવાની ચિંતા ન રહે તેવી સ્થિરતા. સિદ્ધિયોગ એટલે પોતાના સાંનિધ્યમાં આવેલા બીજાને ધર્મમાર્ગમાં જોડવાની શક્તિરૂપી સિદ્ધ થયેલું અનુષ્ઠાન.
ઇચ્છાદિ આ ચારે યોગના પ્રત્યેકના સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, અને એકાગ્રતા એમ પાંચ પ્રકાર બતાવવામાં આવે છે, જેમ કે સ્થાન ઇચ્છાયોગ, વર્ણ ઇચ્છાયોગ, અર્થ ઇચ્છાયોગ, આલંબન ઇચ્છાયોગ, અને એકાગ્રતા ઇચ્છાયોગ. એવી જ રીતે સ્થાન પ્રવૃત્તિયોગ, વર્ણ પ્રવૃત્તિયોગ વગેરે.
[૧૯૫] રૂછી તથા પ્રતિયુગવિપરિપાનિ |
प्रवृत्तिः पालनं सम्यक् सर्वत्रोपशमान्वितम् ॥३१॥ અનુવાદ : એવી કથા પ્રીતિયુક્ત હોય અને વિપરિણામરહિત હોય તો તે ઇચ્છાયોગ છે. સર્વત્ર ઉપશમયુક્ત સમ્યફ પાલન તે પ્રવૃત્તિયોગ છે. ' વિશેષાર્થ: ચાર યોગમાંથી ઇચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ એ બે યોગની વ્યાખ્યા આ શ્લોકમાં આપવામાં આવી છે. ઇચ્છાયોગનું સૌથી મહત્ત્વનું લક્ષણ તે સાધકને એવા ગુરુ ભગવંતનો ઉપદેશ સાંભળતાં કે ધર્મકથા સાંભળતાં અત્યંત પ્રેમ થાય, હર્ષ થાય; એ સાંભળીને અભાવ કે વિપરીત ભાવ ન થાય. વસ્તુતઃ ધર્મની, ધર્મક્રિયાની, ધર્મોપદેશકોની, ધર્મતત્ત્વની વાતો સાંભળવા માટે તેને લગની લાગે અને તે સાંભળીને તે હર્ષવિભોર બની જાય. જાણવા સાંભળવાની ઇચ્છા તે ઇચ્છાયોગ છે. આરંભમાં જયારે સાધકની અભ્યાસ દશા હોય ત્યારે બધું જ બરાબર ગ્રહણ ન થાય, તો પણ ઉપદેશક પ્રત્યે અને ધર્મક્રિયા પ્રત્યે તેનાં આદર અને બહુમાન પ્રશસ્ય હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ ઉપશમયુક્ત રહેવું અને શાસ્ત્રવિધિ અનુસાર વ્રતોનું અને અન્ય ધર્મક્રિયાઓનું ઉલ્લાસપૂર્વક પાલન કરવું તે પ્રવૃત્તિયોગ છે.
૧૬૦. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org