________________
પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર
[૨૬] સક્ષયોપશોતિરીવિચિન્તયા |
रहितं तु स्थिरं सिद्धिः परेषामर्थसाधकम् ॥३२॥ અનુવાદ : સત્ ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચાર વગેરેની ચિંતાથી રહિત થવું તે સ્થિરતાયોગ છે. બીજાઓના અર્થને સાધ્ય કરાવે તે સિદ્ધિયોગ. વિશેષાર્થ આ શ્લોકમાં બીજા બે યોગ તે સ્થિરતાયોગ અને સિદ્ધિયોગનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે.
(૧) સ્થિરતાયોગ – જયાં સુધી પ્રવૃત્તિયોગ હોય છે ત્યાં સુધી અતિચારની ચિંતા રહે છે. પરંતુ જેમ જેમ ક્ષયોપશમ વધતો જાય અને ઉત્કર્ષ થાય તેમ તેમ અતિચારની ચિંતા ઘટતી જાય છે. જેમ જેમ અભ્યાસ વધે તેમ તેમ સ્થિરતા આવતી જાય છે. ઉદયમાં આવેલા મોહનીય વગેરે કર્મો ભોગવીને તેનો ક્ષય કરવો તથા સત્તામાં રહેલાં કર્મોનો ઉપશમ દ્વારા નિરોધ કરવો તે ક્ષયોપશમ છે.
(૨) સિદ્ધિયોગ – સ્થિરતા સારી રીતે પ્રાપ્ત થયા પછી સાધક પોતાના અંતરમાં રહેલા ઉપશમ વગેરે ભાવો દ્વારા પોતાના સાંનિધ્યમાં આવેલાંને માટે પણ પ્રેરક બને અને તેના પ્રભાવથી તેઓ પણ તેવી રીતે નિરતિચાર ધર્મક્રિયા કરવા સહેજે પ્રેરાય તેને સિદ્ધિયોગ કહે છે. આ ચારે યોગમાં ક્ષયોપશમ અનુક્રમે ઉત્તરોત્તર વધતો જાય છે. [૨૯] મેવા રૂપે વિવિત્ર: યુઃ ક્ષયોપશમેતર !
श्रद्धाप्रीत्यादियोगेन भव्यानां मार्गगामिनाम् ॥३३॥ અનુવાદ : શ્રદ્ધા, પ્રીતિ વગેરેના યોગથી માર્ગાનુસારી ભવ્ય જીવોને, ક્ષયોપશમના ભેદથી આ ભેદો વિચિત્ર (અસંખ્ય) પ્રકારના હોય છે.
વિશેષાર્થ : વિચિત્ર એટલે ભાતભાતના અથવા અસંખ્ય. ઇચ્છાદિ યોગના અસંખ્ય ભેદો છે, કારણ કે માર્ગાનુસારીનાં શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, ધારણા વગેરે ભાવોમાં ઘણી તરતમતા હોય છે. કોઈની શ્રદ્ધા મંદ હોય, કોઈની શ્રદ્ધા મધ્યમ કોટિની હોય, કોઈની શ્રદ્ધા તીવ્ર કે ઉત્કૃષ્ટ કોટિની હોય. વળી કોઈનો ક્ષયોપશમ ઓછો હોય, કોઈનો મધ્યમ પ્રકારનો હોય, કોઈનો તીવ્ર કે ઉત્કૃષ્ટ કોટિનો હોય. વળી તે દરેકમાં પ્રીતિના પણ તે પ્રમાણે ભેદપ્રભેદ હોય, ધૃતિના પણ ભેદપ્રભેદ હોય. આમ શ્રદ્ધાદિના અસંખ્ય પ્રકારના ભેદ છે. એટલે અસંખ્ય પ્રકારના ક્ષયોપશમ છે અને એવી રીતે અસંખ્ય પ્રકારના ઈચ્છાદિ યોગ છે એમ સમજાય છે. [૨૯૮] મનુબ્રુપ ચ નિર્વેઃ રંગ: પ્રશમતથા !
एतेषामनुभावाः स्युरिच्छादीनां यथाक्रमम् ॥३४॥ અનુવાદઃ ઈચ્છાદિ યોગના અનુક્રમે અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ એ અનુભાવો છે. વિશેષાર્થ : ઇચ્છાદિ યોગથી માર્ગાનુસારી જીવમાં જે ભાવો ઉત્પન્ન થાય છે, તેના પ્રકાર અનુક્રમે આ પ્રમાણે છે : અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ, ઇચ્છાયોગનો અનુભાવ તે અનુકંપા, પ્રવૃત્તિયોગનો અનુભાવ તે નિર્વેદ, સ્થિરતાયોગનો અનુભાવ તે સંવેગ અને સિદ્ધિયોગનો અનુભાવ તે પ્રશમ છે.
અનુકંપા એટલે દયા. દુઃખીનાં દુઃખ દૂર કરવાની ભાવના અથવા દુઃખી પ્રત્યે સહાનુભૂતિ થવી એને
૧૬૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org