________________
અધ્યાત્મસાર
દ્રવ્ય અનુકંપા કહેવામાં આવે છે. ભાવઅનુકંપા એટલે ધર્મહીન જીવ ધર્મ પામે એવી ભાવના. એને ધર્મ પમાડવા માટેનો પ્રયાસ.
નિર્વેદ એટલે વેદનો અર્થાત્ સંવેદનાનો અભાવ. સાધકને સંસારનાં સુખો સુખ જેવાં ન લાગે. એથી સંસાર પ્રત્યે ઉદાસીનતાનો ભાવ રહે. સંસારમાંથી છૂટવાની એને તીવ્ર ઇચ્છા રહ્યા કરે.
સંવેગ એટલે કોઈ પણ પ્રકારનાં સાંસારિક સુખોની ઇચ્છા ન રહેતાં એક માત્ર મોક્ષની જ અભિલાષા રહે તે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોનો ઉપશમ કરવો તે પ્રશમ. અહીં માનુસારી જીવના ઇચ્છાયોગના ભાવો તરીકે અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ એમ
ાવવામાં આવ્યા અને સભ્યત્ત્વનાં પાંચ લક્ષણો તરીકે તે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એમ ગણાવવામાં આવે છે. તો આ બંને વચ્ચે ફરક શો ? વસ્તુતઃ માર્ગાનુસારી જીવ અને સમક્તિી જીવનાં અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમમાં તત્ત્વની દષ્ટિએ કે સ્વરૂપની દૃષ્ટિએ કંઈ ફરક નથી. એમાં માત્ર તરતમતાનો ફરક અવશ્ય રહેવાનો. પરંતુ સમક્તિી જીવમાં આસ્તિક્ય એ સૌથી મહત્ત્વનું લક્ષણ છે. એટલે એનાં બાકીનાં ચારે લક્ષણ પણ આસ્તિક્ય સાથે હોય છે. ઇચ્છાયોગમાં ક્રમ અનુકંપાથી શરૂ થાય છે. સમ્યક્તમાં પશ્ચાનુપૂર્વી ક્રમ લેવાનો હોય છે એટલે એમાં પ્રથમ આસ્તિક્ય આવશે. પછી અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ એ પ્રમાણે ક્રમ રહે છે. [૨૯૯] વાયોત્સવિસૂત્રોનાં શ્રદ્ધામેથવિમાવત:
इच्छादियोगे साफल्यं देशसर्वव्रतस्पृशाम् ॥३५॥ અનુવાદ : કાયોત્સર્ગાદિ સૂત્રોની શ્રદ્ધા, મેધા વગેરે ભાવોથી દેશવિરતિ અને સર્વવિરતિવાળાને ઇચ્છાદિ યોગમાં સફળતા પ્રાપ્ત થાય છે.
વિશેષાર્થ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચારે યોગની સફળતા ક્યારે કહેવાય? એના ઉત્તરમાં અહીં કહ્યું છે કે કાયોત્સર્ગાદિ આવશ્યક સૂત્રો તથા અન્ય ધર્મક્રિયાઓમાં સાધકને શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા વગેરેના ભાવો હોય છે. એ ભાવો એકસરખા ન પણ હોય. એમાં મંદતા, તીવ્રતા વગેરે પ્રકારની તરતમતા હોઈ શકે છે. વળી એમાં દેશવિરતિ શ્રાવકના તથા સર્વવિરતિ મુનિના ભાવમાં પણ તરતમતાના ભેદો સંભવી શકે છે. તેમનામાં શ્રદ્ધા, ધૃતિ વગેરે ભાવો છે કે તેનો અભાવ છે તેની પ્રતીતિ કેવી રીતે થઈ શકે ? તેઓ કાયોત્સર્ગાદિ ક્રિયાઓ કે અન્ય પ્રકારનાં અનુષ્ઠાનો કરે તે વખતે તેમનામાં તે માટે કેટલાં આદર અને પ્રીતિ હોય છે તેના ઉપરથી તેની પ્રતીતિ થાય. તેમનામાં ભલે વત્તાઓછા અંશે પણ શ્રદ્ધાદિ ભાવો હોય તો તેમાં તેમની ઇચ્છાદિ યોગની સફળતા રહેલી છે એમ કહી શકાય. | [૩૦] [3gઈમિાધુર્ય-વપુષાન્તરે |
__ भेदेपीच्छादिभावाना दोषो नार्थान्वयादिह ॥३६॥ અનુવાદ : ગોળ, ખાંડ વગેરેના માધુર્યના ભેદની જેમ ઇચ્છાદિ ભાવોમાં, જુદા જુદા પુરુષના ભેદે ભેદ હોવા છતાં, તેમાં સંબંધ હોવાથી દોષ નથી.
૧૬૨
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org