________________
પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર
વિશેષાર્થ : ઇચ્છાદિ યોગના ભાવો માણસોમાં એક સરખા નથી હોતા. કોઈકમાં તે અત્યંત મંદ પણ હોય, છતાં તે વ્યક્તિ ઇચ્છાદિ યોગવાળો જ કહેવાય. શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા એ પાંચ ભાવોમાં તરતમતા હોઈ શકે. વળી કોઈ એક વ્યક્તિમાં શ્રદ્ધા બળવાન હોય અને ધારણા કે અનુપ્રેક્ષા મંદ હોય, તો બીજી વ્યક્તિમાં ધૃતિ અને અનુપ્રેક્ષા બળવાન હોય અને શ્રદ્ધા વગેરે મંદ હોય. કોઈમાં પ્રશમ, સંવેગ કે અનુકંપાદિ ભાવો મંદ હોય અને કોઈમાં તે પ્રબળ હોય. આમ તરતમતાનો ભેદ તો વ્યક્તિએ વ્યક્તિએ રહેવાનો અને એક જ વ્યક્તિમાં પણ ભિન્ન ભિન્ન કાળે પણ ભિન્ન ભિન્ન પ્રકારનો ભેદ રહેવાનો. એમ છતાં જ્યાં સુધી એ ભાવો છે ત્યાં સુધી તેવા ભાવોનું અસ્તિત્વ અને સંબંધ સ્વીકારવામાં દોષ નથી. ઉદાહરણ આપવામાં આવે છે કે જેમ ગોળ, ખાંડ વગેરેની મધુરતામાં ભેદ છે, છતાં તેમાં મધુરતા છે, મીઠાશ છે એનો અસ્વીકાર નથી કરી શકાતો. તેવી રીતે ઇચ્છાદિ યોગના ભાવોને વિશે પણ સમજવું જોઈએ. [૩૦૧] શેષાં નેચ્છાવિત્નશોપિ તેષાં તત્સમ |
स्फुटो महामृषावाद इत्याचार्याः प्रचक्षते ॥३७॥ અનુવાદ : જેમનામાં ઈચ્છાદિતયોગ)નો જરા પણ અંશ નથી તેઓને એ આપવામાં મહામૃષાવાદ થાય છે એમ આચાર્યો કહે છે.
વિશેષાર્થ : ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર પ્રકારના યોગ બતાવવામાં આવ્યા. કેટલાક જીવો અધ્યાત્મના માર્ગે પ્રવૃત્તિ કરવા ઇચ્છતા હોય છતાં તેમની ઇચ્છા સાવ સામાન્ય પ્રકારની હોય અથવા એવા જીવો હોય કે જેમને અધ્યાત્મના વિષયમાં બિલકુલ રસ ન હોય. જેમને બહુ અભાવ હોય એવા જીવોને અથવા દુર્ભવ્ય કે અભવ્ય જીવોને ઇચ્છાદિ આ ચાર યોગ બતાવવામાં અકારણ વ્યર્થતા થશે. તેઓ આવા યોગ માટે અનધિકારી હોય છે અને છતાં તેમને એનું રહસ્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે, તો તે અપાત્રે દાન જેવું થશે. વળી તેઓને વ્રત આપવામાં આવે અથવા કાયોત્સર્ગાદિ ક્રિયા તેમની પાસે કરાવવામાં આવે, પરંતુ જો તેઓ પ્રતિજ્ઞાનુસાર તેનું પાલન ન કરે તો તેઓ ખોટું બોલ્યા એવો અર્થ થાય. આમ તદન અપાત્ર જીવ પાસે પરાણે ધર્મક્રિયા કરાવવા જતાં મૃષાવાદનો મોટો દોષ લાગે છે. તે કરનાર અને કરાવનાર બંનેને લાગે છે. વળી તેમનામાં જો વિપર્યાસ બુદ્ધિ હોય તો અવળો અર્થ ગ્રહણ કરવાનો સંભવ પણ રહે છે. એથી પણ તેમનું વિશેષ અહિત થાય છે. વળી તેઓને જે સદનુષ્ઠાન આપેલાં હોય તે અસદનુષ્ઠાન-વિષાનુષ્ઠાનમાં પરિણમવાનો પણ સંભવ રહે છે. માટે આવા દોષમાં ન પડવું જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ “લલિત-વિસ્તરા” ગ્રંથમાં એ પ્રમાણે સમજાવ્યું છે. [૩૦૨] ના સ્થાપનું વીમાતંગસાર |
भावनीयमिदं तत्त्वं जानानैर्योगविंशिकाम् ॥३८॥ અનુવાદ : અત્યંત અયોગ્ય કારણથી ઉન્માર્ગનું ઉત્થાપન (ખોટા માર્ગને ઊંચે સ્થાપવા બરાબર) થાય છે. “યોગવિશિકા'ના જાણનારાઓએ આ તત્ત્વને ભાવિત કરવું જોઈએ.
૧૬૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org