________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સાધનામાર્ગની ક્રિયાઓ જે જીવને શ્રદ્ધા ન હોય તેની પાસે કરાવવાથી તો ઊલટું એને ઉન્માર્ગે ચડાવવા બરાબર નીવડવા સંભવ છે. આ અધ્યાત્મ માર્ગ ગૂઢ છે. યોગ્ય પાત્રને જ તેનું રહસ્ય બતાવવું જોઈએ. કાયોત્સર્ગાદિ વિવિધ પ્રકારની ધર્મક્રિયાઓ માટે જેને સદ્ભાવ કે આદર નથી એને બતાવવાથી તો અશુદ્ધ ક્રિયા કરવારૂપ ઉન્માર્ગે એને ચડાવવા જેવું છે. એથી ઉન્માર્ગ પ્રચલિત બને છે અને સરવાળે ધર્મને હાનિ પહોંચે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અહીં શ્રી હરિભદ્રસૂરિકૃત “યોગવિંશિકા' ગ્રંથનો આધાર આપ્યો છે અને ભલામણ કરી છે કે એ ગ્રંથમાં સદનુષ્ઠાન અને ઇચ્છાયોગ ઇત્યાદિનું સ્વરૂપ જે સમજાવ્યું છે તે વિશે ઊંડું મનન કરવું જોઈએ, કારણ કે અશુદ્ધ અને આદરભાવરહિત ક્રિયા અયોગ્ય પાત્ર પાસે કરાવવાથી વિપરીત પરિણામ આવે છે. [૩૦૩] ત્રિથા તત્સવનુષ્ઠાનમાયં શુદ્ધતા |
ज्ञात्वा समयसद्भावं लोकसंज्ञां विहाय च ॥३९॥ અનુવાદ : સિદ્ધાન્તનો સભાવ જાણીને અને લોકસંજ્ઞાને છોડી દઈને શુદ્ધ ચિત્ત વડે, સદનુષ્ઠાન ત્રણે પ્રકારે આદરવાં.
વિશેષાર્થ : “સદનુષ્ઠાન' નામના આ અધિકારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર મહર્ષિ ફરમાવે છે કે આરાધકે શુદ્ધ ચિત્તથી સદનુષ્ઠાન સેવવું. એ માટે પ્રથમ જરૂર છે સિદ્ધાન્તનો સદ્ભાવ જાણવાની. જયાં સુધી શાસ્ત્રવચનોનો પરમાર્થ ન જાણ્યો હોય ત્યાં સુધી ધર્મક્રિયા સાચી રીતે અને સારી રીતે થઈ શકે નહિ. વળી જેમણે અનુષ્ઠાન સમજણપૂર્વક કરવાં છે એમણે લોકસંજ્ઞાને છોડવી પડશે. લોકો ગતાનુગતિક રીતે, એકે કર્યું એટલે બીજાએ કર્યું એવા ગાડરિયા પ્રવાહની જેમ ભાવ વગર, કેટલીક વાર તો મિથ્યા પ્રયોજનથી અનુષ્ઠાન કરતા હોય છે. પરંતુ જેનામાં સિદ્ધાન્તની સમજ આવે તેણે અર્થહીન ગતાનુગતિકતાનો ત્યાગ કરવો જોઈએ. વસ્તુતઃ એક વખત સિદ્ધાન્તના રહસ્યમાં ઊંડો રસ પડવા લાગે છે તો ગતાનુગતિક લોકસંજ્ઞા આપોઆપ છૂટી જાય છે. સદનુષ્ઠાન સેવનારે હૃદયની શુદ્ધિથી તેમ કરવું જોઈએ. હૃદયની શુદ્ધિની આવશ્યક્તા ઘણી મોટી છે. સિદ્ધાન્તનો મર્મ બરાબર સમજાયો હોય અને ક્રિયા બાહ્ય રીતે બરાબર થતી હોય, પરંતુ તેમાં જો હૃદય ન પરોવાયું હોય તો તે ક્રિયા વિશેષ ફળ ન આપી શકે. એ ક્રિયા માટે હૃદયમાં ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસ પ્રવર્તવો જોઈએ. હૃદયમાં માયાચાર ન આવી જાય તે માટે સાધકે સાવધ રહેવાની જરૂર છે. આવી રીતે કરાતા સદનુષ્ઠાનમાં પણ સાધકે ત્રિવિધ ત્રિવિધ સાધના થાય એ પ્રત્યે લક્ષ રાખવું જોઈએ. મન, વચન અને કાયાની એકરૂપતા એમાં હોવી જોઈએ અને કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણે ભાવમાં ઉલ્લાસ ધારણ કરવો જોઈએ. સદનુષ્ઠાનની સફળતાની આ ગુરુચાવી અહીં શાસ્ત્રકારે બતાવી છે.
इति सदनुष्ठानाधिकारः । સદનુષ્ઠાન અધિકાર સંપૂર્ણ.
૧૬૪ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org