________________
પ્રબંધ ત્રીજો અધિકાર અગિયારમો કે મનઃશુદ્ધિ અધિકાર
કે
[૩૦૪] વિતરર સુમિચ્છત
प्रथमतो मनसः खलु शोधनम् । गदवतां ह्यकृते मलशोधने
कमुपयोगमुपैतु रसायनम् ॥१॥ અનુવાદ : ઉચિત અને શુભ આચરણની ઈચ્છા કરનાર પ્રથમ મનને શુદ્ધ કરવું જોઈએ. રોગીને મળશુદ્ધિ કર્યા વિના રસાયન આપ્યું હોય તો તે કેવી રીતે ઉપયોગી થાય ? ' વિશેષાર્થ : સદનુષ્ઠાનનો અધિકાર કહ્યા પછી હવે ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એના અનુસંધાનમાં આ મનઃશુદ્ધિનો અધિકાર કહે છે. સદનુષ્ઠાન કરવા માટે પહેલાં મનની શુદ્ધિ કરવાની આવશ્યકતા રહે છે. વસ્તુતઃ મનની શુદ્ધિ એ એની પૂર્વશરત છે. જયાં સુધી મનની શુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી અનુષ્ઠાન શુદ્ધ ન થાય. દૂષિત મન સાથે શુભ હેતુવાળી કરેલી ક્રિયા પણ દૂષિત થાય છે. તેવી દૂષિત ક્રિયા એનું યોગ્ય ફળ નથી આપતી. અહીં એક સરસ અનુરૂપ ઉદાહરણ આપવામાં આવ્યું છે. કોઈ દર્દીને લોહ-ભસ્મ, તામ્ર-ભસ્મ, પ્રવાલ-ભસ્મ વગેરે પ્રકારનું રસાયન આપવાનું હોય, તો વૈદ્ય પહેલાં એના શરીરમાં મળશુદ્ધિ કરાવે છે. શરીરનાં જઠર, આંતરડાં વગેરેમાં મળ બાઝી ગયા હોય એ દૂર કર્યા વગર જો દર્દીને સીધું રસાયન આપવામાં આવે તો એથી રોગ તો નિર્મૂળ થતો નથી, પણ ક્યારેક તો તેની વિપરીત ક્રિયા થાય છે. મળશુદ્ધિ કરાવ્યા પછી આપેલું રસાયન શીધ્ર અને સારી રીતે કામ કરે છે અને રોગ નિર્મૂળ થાય છે. તેવી રીતે શુભ, ઉચિત અનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળાએ પહેલાં મનઃશુદ્ધિ કરી લેવી જોઈએ. [૩૦૫] પર ને પ્રાં મુિ રતિ
द्विषति वा स्वमनो यदि निर्मलम् । विरहिणामरतेर्जगतो रते -
रपि च का विकृतिविमले विधौ ॥२॥ અનુવાદ : જો પોતાનું મન નિર્મળ હોય તો બીજાઓ પોતાના પ્રતિ અત્યંગ રાગ કરે કે દ્વેષ કરે તો તેથી શું? વિરહીજનોને અરતિ થાય અને જગતને રતિ થાય, તેથી નિર્મળ ચંદ્રને શી વિકૃતિ થવાની ?
૧૬૫
Jain Education Intemational 2010_05
ntemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org