________________
પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો : સમતા અધિકાર
વિશેષાર્થ : સાધુ મહાત્માઓ પોતાની સમતાની સાધના જગતમાં કોઈ ચમત્કારો સર્જવા માટે કરતા નથી. તેઓ તો પોતાના આત્માના હિતને માટે જ સમતાની સાધના કરે અને તે સાધનાને ઉત્તરોત્તર વધુ અને વધુ પુષ્ટ કરે છે એટલે કે પ્રગુણી કરે છે. તેમના હૈયામાં સર્વ જીવો માટે કલ્યાણની ભાવના સતત રમતી રહે છે. એથી હિંસક પ્રાણીઓ પણ તેમની પાસે આવતાં હિંસાના ભાવ ભૂલી જાય છે. કેટલાક મહાત્માઓ પાસે વાઘસિંહ જેવાં પ્રાણીઓ આવીને રહેતાં હોય એવું જાણવામાં આવે છે. વળી એમના સાંનિધ્યમાં સાપ અને નોળિયો, સાપ અને ગરુડ, ઉંદર અને બિલાડી, વાઘ અને બકરી જેવાં પ્રાણીઓ પોતાનું કુદરતી વે૨ ભૂલી જઈને પાસે પાસે બેસે છે. પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે : અહિંસા પ્રતિષ્ઠાયાં તત્ સનિધી વૈરત્યા । જેમના જીવનમાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ હોય છે તેમના સાંનિધ્યમાં વેરનો આપોઆપ ત્યાગ થઈ જાય છે. અહિંસાની આવી ઉત્કૃષ્ટ સાધના સમતાની સાધના વગર આવે નહિ. તીર્થંકર ભગવાનના સમવસરણમાં પ્રાણીઓ પરસ્પરનું કુદરતી વે૨ ભૂલીને ભગવાનની જે દેશના સાંભળતાં હોય છે તે એવી સાધનાને પ્રતાપે. સમતાની આવી સાધનાને એની ચરમ કોટિએ પહોંચાડી શકાય છે. એની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ લાગવાની. આવી સમતાનો મહિમા અહીં સરસ રીતે દર્શાવાયો છે.
[૨૪૭] િવાનેન તપોમિવા મેશ્ચ નિયમૈગ્ન વિમ્ ।
एकैव समता सेव्या तरिः संसारवारिधौ ॥१२॥
અનુવાદ : દાન વડે અથવા તપ કરવા વડે શું ? તથા યમ વડે અને નિયમ વડે પણ શું ? સમતા એક જ સંસારસાગરમાં (તરવા માટે) નાવ તરીકે સેવવા યોગ્ય છે.
વિશેષાર્થ : અહીં એક બાજુ દાન, તપ, યમ, નિયમ વગેરે મૂકવામાં આવ્યાં છે અને બીજી બાજુ સમતા મૂકવામાં આવી છે. પરંતુ જીવને સંસારરૂપી સાગર તરીને સામે પાર પહોંચાડવામાં એક માત્ર સમતારૂપી નાવ જ સહાયરૂપ થઈ શકે છે. મોક્ષમાર્ગની આરાધના માટે સ્વરૂપાનુભવયુક્ત સમતાની અનિવાર્યતા કેટલી બધી છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. એનો અર્થ એ નથી કે મોક્ષમાર્ગની આરાધના માટે દાન, તપ, યમ અને નિયમ નિરર્થક છે. પરંતુ મોક્ષના લક્ષ્ય વિના, રાગાદિ ભાવયુક્ત તથા ભૌતિક સુખની અભિલાષાથી કરેલાં દાન, તપ, યમ અને નિયમ વગેરે કર્મની નિર્જરા થવામાં એટલાં સહાયભૂત થતાં નથી. જીવને મોક્ષમાર્ગ તરફ લાવવા માટે એની ઉપયોગિતા હોવા છતાં આગળ જતાં તો સમતા જ સિદ્ધ કરવાની છે. માટે સમતાનું લક્ષ્ય નજર સમક્ષ સતત રહેવું જોઈએ. આ વાત સાપેક્ષ દૃષ્ટિથી અને સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રહણ કરવા જેવી છે.
[૨૪૮] રે સ્વર્ગસુદ્ધ મુપિવી સા વીયસી ।
मनः संनिहितं दृष्टं स्पष्टं तु समतासुखम् ॥१३॥
અનુવાદ : સ્વર્ગનું સુખ દૂર છે. મુક્તિપદવી તો વળી એથી પણ દૂર છે. પરંતુ સમતાનું સુખ તો મનની નજીક રહેલું સ્પષ્ટ રીતે જોવામાં આવે છે.
વિશેષાર્થ : સંસારમાં ભૌતિક અને આધ્યાત્મિક એવાં વિવિધ પ્રકારનાં સુખ બતાવાય છે. આ સુખમાં
Jain Education International2010_05
૧૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org