________________
અધ્યાત્મસાર
[૨૪૫] સમતાપરિપા ચાદિષયપ્રદPચતા |
यया विशदयोगानां वासीचंदनतुल्यता ॥१०॥ અનુવાદ : જ્યારે સમતાનો પરિપાક થાય છે ત્યારે વિષયોની ઇચ્છાનો અભાવ થાય છે. એથી નિર્મળ યોગવાળા યોગીઓને કોઈ વાંસલાથી છેદે કે ચંદનથી પૂજે એ બેમાં તુલ્યતા હોય છે.
વિશેષાર્થ : શુદ્ધ આત્મરમણતાના પરિપાકરૂપે જે સમતા સિદ્ધ થાય છે એ એવી હોય છે કે દેહબુદ્ધિ પણ ચાલી જાય છે. દેહને અર્થે ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરેને કારણે થતી ઇચ્છાઓ ઉપર અર્થાત્ સંસારના બધા વિષયો ઉપર કુદરતી રીતે અભાવ થાય છે. આવી દેહાતીત અવસ્થા અનુભવનાર અને મન, વચન અને કાયાના નિર્મળ યોગવાળા યોગીઓને અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો જરા પણ ચલિત કરી શકતા નથી. વાસી એટલે વાંસલો, સુથારનું લાકડાં છોલવાનું એક પ્રકારનું ઓજાર. વાંસલા વડે કોઈ શરીર છોલે કે શરીરે કોઈ ચંદનનો લેપ કરે એ બંને સ્થિતિમાં આવા મહાત્માઓ એક સરખી મનઃસ્થિતિ ધરાવતા હોય છે. એમની તુલ્યતા તે જ સમતા છે. શ્રી હરિભદ્રસૂરિએ ‘યોગશતક'માં કહ્યું છે :
वासी चंदणकप्पो समसुहदुक्खो मुणी समक्खाओ ।
भवमोक्खापडिबद्धो अओ य पाएण सत्थेसु । [એટલે જ શાસ્ત્રોમાં મુનિને વાસીચંદનકલ્પ, સુખદુઃખમાં સમ અને સંસાર તથા મોક્ષની બાબતમાં અનાસક્ત કહેલો છે.]. હેમચંદ્રાચાર્યે સકલાર્તસ્તોત્રમાં ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ કરતાં કહ્યું છે :
कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति ।
प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीयेऽस्तु वः ॥ [કમઠ અસુર અને ધરણેન્દ્ર દેવ એ બંને પોતપોતાને ઉચિત કાર્ય કરનાર છે. એ બંને ઉપર સમાન ભાવ ધારણ કરનાર શ્રી પાર્શ્વનાથ ભગવાન અમને આત્મલક્ષી માટે થાઓ !]
પાર્શ્વનાથ ભગવાનની સમતાનું વર્ણન કરતાં હેમચન્દ્રાચાર્યે આ શ્લોકમાં કહ્યું છે કે એક બાજુ કમઠ ભયંકર ઉપસર્ગો કરી રહ્યો હતો તે વખતે ધરણેન્દ્ર ભગવાનને સહાયભૂત થવાનું કરતો હતો. છતાં પાર્શ્વનાથ ભગવાનને કમઠ ઉપર દ્વેષ નહોતો અને ધરણેન્દ્ર ઉપર રાગ નહોતો. એમની મનોવૃત્તિ તુલ્યતાવાળી એટલે કે સમતાવાળી હતી. [૨૪] વિં તુ: સમતાં સાથો સ્વાર્થતા !
वैराणि नित्यवैराणामपि हन्त्युपतस्थुषाम् ॥११॥ અનુવાદ : પોતાના આત્માના હિત માટે જ જેને સવિશેષ પુષ્ટ કરવામાં આવે છે એવી સાધુની સમતાની અમે કેટલી સ્તુતિ કરીએ ! એમની પાસે રહેલા નિત્યવૈરી પ્રાણીઓના વેરનો પણ તે નાશ કરે છે.
૧૩૪ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
nternational 2010_05
www.jainelibrary.org