________________
પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો : સમતા અધિકાર
આપવામાં આવ્યું છે. “કંઠે આભરણ'ના ન્યાય મુજબ માણસ પોતાનું સુવર્ણનું કીમતી ઘરેણું ખોવાઈ ગયાની ચિંતામાં પડી જાય છે. તે વખતે જો તેને ખ્યાલ આવે કે ઘરેણું તો કંઠમાં જ છે, ત્યારે તેનો ભ્રમ તત્કાળ દૂર થઈ જાય છે. વળી ગળાનું ઘરેણું તરત જ જોઈ શકાય છે, હાથ અડાડી અનુભવી શકાય છે. એ માટે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. ઘરેણું પોતાનું જ છે, છતાં એ પોતાની પાસે છે એવી પ્રતીતિથી વધુ આનંદ થાય છે. તેવી રીતે અનાદિ કાળથી બાહ્ય જગતમાં અટવાયેલા અને બાહ્ય જગતને પોતાનું માનનાર અજ્ઞાની જીવને, ભ્રમ ભાંગી જતાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, તો કેટલો બધો આનંદ થાય ! જયારે જીવ પોતાના આત્મસ્વભાવમાં રમવા લાગે છે ત્યારે તેના રાગ અને દ્વેષ ઓછા થતા જાય છે. જેમ રાગદ્વેષ ઓછા થાય તેમ સમતા આવવા લાગે છે. [૨૪૩. નબ્બીવેષ નો મારિ વિષ્ય નિમિતમ્ |
यदा शुद्धनयस्थित्या तदा साम्यमनाहतम् ॥८॥ અનુવાદ : જગતના જીવોમાં કર્મનિર્મિત જે દ્વિવિધપણું રહેલું છે તે જ્યારે શુદ્ધ નિશ્ચયનયથી જણાય નહિ ત્યારે અબાધિત સમતા પ્રાપ્ત થાય છે.
વિશેષાર્થ : જગતના જીવોમાં બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો બે અંતિમ કોટિની સ્થિતિ અનેક બાબતમાં જોવા મળશે. કોઈ ગરીબ છે, તો કોઈ તવંગર છે; કોઈ સશક્ત છે, તો કોઈ વ્યાધિગ્રસ્ત છે; કોઈ ડાહ્યો છે, તો કોઈ મૂર્ખ છે; કોઈ સુંદર છે, તો કોઈ કદરૂપો છે; કોઈ ત્યાગી છે, તો કોઈ ભોગી છે. મનુષ્યના આંતરિક લક્ષણોની દષ્ટિએ જોઈએ તો કોઈ ક્રોધી છે, તો કોઈ ક્ષમાશીલ છે; કોઈ લોભી છે, તો કોઈ ઉદાર છે; કોઈ સ્વાર્થી છે, તો કોઈ પરગજુ છે; કોઈ ક્રૂર છે, તો કોઈ દયાવાન છે; પરંતુ સંસારમાં જે કંઈ દ્વિવિધપણું છે, જે કંઈ વિચિત્રતા અને વિષમતા છે તે બધું પ્રત્યેક જીવનાં પોતપોતાનાં કર્મ અનુસાર છે. પરંતુ નિશ્ચયનયથી જોતાં અર્થાત્ સ્વાનુભવયુક્ત સ્થિતિ થાય તો દરેક જીવમાં રહેલા શુદ્ધ આત્મસ્વરૂપનાં દર્શન થાય. એમ જયારે થાય ત્યારે દરેકનો આત્મા પોતાના આત્મા સમાન લાગે, એટલે કે ત્યારે ન હણાય તેવી સમતા પ્રાપ્ત થાય. [૨૪૪) સ્વમુખ્યોરિ સૌથ્યાત્વીથ્યવસાયતઃ |
आत्मारामं मनो यस्य तस्य साम्यमनुत्तरम् ॥९॥ અનુવાદ : પોતાના ગુણો વડે પણ આત્મા ફૂટસ્થ છે એવા એક અધ્યવસાયપૂર્વક જેનું મન આત્મા વિશે રમણ કરે છે તેની સમતા અનુત્તર (શ્રેષ્ઠ) છે.
વિશેષાર્થ : આત્મા કૂટસ્થ નિત્ય મનાય છે. કૂટસ્થ એટલે સ્થિર, અવિકારી, ઉત્પાદ-વ્યયરૂપી પરિણમનથી રહિત. આત્મા નિત્ય છે. પોતાનો આત્મા બીજાઓના આત્માથી ભિન્ન છે. શુદ્ધ નિશ્ચય નયથી વિચારતાં પોતાનો વિશુદ્ધ આત્મા અવિકારી છે, અલિપ્ત છે. આવા નિત્ય આત્મદ્રવ્યમાં રમણ જેઓ કરે છે તેમાં પછી કોઈ પણ વિષયમાં પક્ષપાત, રાગદ્વેષ ઇત્યાદિ રહેતાં નથી. જેઓ આવી અભેદ ઉપયોગરૂપ દૃષ્ટિ પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ સ્વરૂપમાં લીન રહે છે તેઓની સમતા ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. તેમનું ચિત્ત શુદ્ધ અધ્યવસાયમાં રહેતું હોવાથી સંસારની વિષમતામાં તે પરોવાતું નથી.
૧૩૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org