________________
અધ્યાત્મસાર
[૨૪૦] વિન્યાન્વિત તદ્ધિયમેતન્ન તાત્ત્વિÉ
વિન્યોપર તથ દ્વિવારિવહુપક્ષય: IT અનુવાદ : એટલા માટે વિકલ્પથી કલ્પલાં એ બંને તાત્વિક (સત્ય) નથી. જ્યારે વિકલ્પો નિવૃત્ત થઈ જાય છે, ત્યારે દ્વિતની જેમ તે (અર્થાત્ ઈષ્ટાનિષ્ટપણું) નાશ પામે છે.
વિશેષાર્થ : મનમાં વખતોવખત સંકલ્પ-વિકલ્પ ઊઠતા રહે છે. ચિત્ત એવું છે કે એક ક્ષણ પણ નવરું નથી રહેતું. એમાં પ્રત્યેક પળે ઊઠતા વિચારો તાત્ત્વિક અથવા યથાર્થ છે એમ નહિ કહી શકાય. ક્યારેક પોતાના વિચારો ઉપર પોતાનો જ કાબૂ રહેતો નથી. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે આ વિકલ્પોને કારણે જ પદાર્થ પ્રત્યે રાગ અથવા વૈષનો ભાવ મનમાં પેદા થાય છે. પરંતુ એને સત્ય કે યથાર્થ તરીકે સ્વીકારી શકાય નહિ. જ્યારે રાગદ્વેષ કરાવનારા વિકલ્પોથી ચિત્ત નિવૃત્ત થઈ જાય, મનમાં કોઈ વિકલ્પો ઊઠે નહિ, ત્યારે દ્વિત્વનો એટલે કે બંને પ્રકારનો અર્થાત્ રાગદ્વેષનો ક્ષય થઈ જાય. [૨૪૧] સ્વપ્રયોગનસિદ્ધિઃ સ્વાયત્તા માસને યા
बहिरर्थेषु संकल्पसमुत्थानं तदा हतम् ॥६॥ અનુવાદ : જ્યારે પોતાના પ્રયોજનની સિદ્ધિ પોતાને આધીન છે એવું ભાસે છે, ત્યારે બહારના પદાર્થોને વિશે થતા સંકલ્પોની ઉત્પત્તિ હણાય છે.
વિશેષાર્થ : માણસને પોતાનાં લૌકિક અને વ્યાવહારિક કાર્યો પાર પાડવા માટે બીજી વ્યક્તિઓ અને બીજાં સાધનો ઉપર આધાર રાખવો પડે છે અને એ કાર્ય જ્યારે સફળ ન થાય ત્યારે તે નિરાશા અનુભવે છે. પરંતુ જ્યારે કોઈ કાર્ય માટે કોઈના ઉપર આધાર રાખવો નથી પડતો ત્યારે માણસને કાર્ય થવાની ખાતરી હોય છે અને કાર્ય પાર પડે ત્યારે આનંદ અને સંતોષ થાય છે. જેવું લૌકિક બાબતમાં તેવું જ પારમાર્થિક બાબતમાં પણ બને છે. વસ્તુતઃ પારમાર્થિક બાબતમાં તો એ વધુ ચડિયાતું જોવા મળે છે. જયારે જીવને પ્રતીતિ થાય છે કે પોતાનું સુખ પોતાના સ્વરૂપાનુભવમાં જ રહેલું છે અને પોતાના સુખ માટે એણે બહારના કોઈ પણ પદાર્થ ઉપર આધાર રાખવાની જરૂર રહેતી નથી ત્યારે એને અપૂર્વ આનંદ થાય છે. પોતાને જે સુખ જોઈએ છે તે પોતાને સ્વાયત્ત જ છે એમ પ્રતીતિ થતાં તેના મનમાં પછી સંકલ્પ-વિકલ્પ ઊઠતા નથી. [૨૪૨] નળે સ્વભાવે સંતસ્થ સ્વUચાયાત્ પ્રમા
रागद्वेषानुपस्थानात् समता स्यादनाहता ॥७॥ અનુવાદ : ભ્રમનો ક્ષય થતાં કંઠમાં રહેલા સુવર્ણના અલંકારના દષ્ટાન્તની જેમ આત્મસ્વભાવની પ્રાપ્તિ થતાં, રાગદ્વેષની અનુપસ્થિતિ થાય છે અને તેથી અખંડિત સમતાની પ્રાપ્તિ થાય છે.
વિશેષાર્થ : આત્મબ્રાન્તિ કેવી રીતે દૂર થાય છે એ વિશે અહીં ગળામાં રહેલાં ઘરેણાંનું દૃષ્ટાન્ત
૧૩૨ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org