________________
પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો : સમતા અધિકાર
તેવું જ જીવોની બાબતમાં પણ રહે છે. એ પરથી જોઈ શકાય છે કે પ્રિયત્વ-અપ્રિયત્વ પદાર્થમાં રહેલું નથી, પણ પોતાની દૃષ્ટિમાં રહેલું છે. એટલે જરૂર છે જગતના સર્વ પદાર્થો પ્રતિ માધ્યસ્થદૃષ્ટિ કેળવવાની. એક વખત તત્ત્વયુક્ત નિશ્ચયદૃષ્ટિ જો આવી જાય તો એ પ્રકારના રાગદ્વેષયુક્ત ભાવો નીકળી જશે.
[૨૩૮] તેખેવ દ્વિષત: પુસ-સ્નેલ્વેવાર્થેષુ રખ્યતઃ । निश्चयात्किंचिदिष्टं वाऽनिष्टं वा नैव विद्यते ॥३॥
અનુવાદ : કેટલીક બાબતોને માટે દ્વેષ કરનાર અને તે જ બાબતો માટે રાગ કરનાર પુરુષને માટે નિશ્ચય દૃષ્ટિથી કંઈ પણ ઇષ્ટ અથવા અનિષ્ટ હોતું નથી.
વિશેષાર્થ : જગતમાં રાગદ્વેષનું ચક્ર ચાલ્યા કરે છે. કેટલીક ચીજવસ્તુઓ માણસને ગમે છે, પરંતુ તે જૂની થતાં અથવા તેના કરતાં વધારે ચિડયાતી વસ્તુ મળતાં માણસને એ જૂની વસ્તુ ગમતી નથી. વસ્તુ સરસ હોય પણ ઝઘડાનું નિમિત્ત બની હોય તો પણ માણસને તેના તરફ અભાવ થઈ જાય છે. વસ્તુ પ્રત્યે એકવાર અભાવ થયો હોય તે જ વસ્તુ પ્રત્યે સંજોગો બદલાતાં ફરી ભાવ થવા લાગે છે. જેમ ચીજવસ્તુઓનું તેમ વ્યક્તિઓનું પણ બને છે. એક વ્યક્તિ સાથે ગાઢ પ્રેમનો સંબંધ હોય, પણ પછી પરિસ્થિતિ બદલાતાં એની સાથે વેર બંધાય છે. પરંતુ આ બધું વ્યવહારદૃષ્ટિથી લાગે છે. પદાર્થમાં પોતાનામાં તો કશું ઇષ્ટપણું અનિષ્ટપણું હોતું નથી. વ્યક્તિના પોતાના મનના ભાવો, વિચારો, સંકલ્પો અનુસાર એવું લાગે છે. એટલા માટે જો નિશ્ચયદૃષ્ટિ કેળવવામાં આવે તો બધા પદાર્થો અને બધા જીવો પ્રત્યે સમદષ્ટિ ખીલે.
[૨૩૯] ક્ષ્ય વિષયો ય: સ્વાસ્વામિપ્રાયેળ પુષ્ટિમ્ ।
अन्यस्य द्वेष्यतामेति स एव मतिभेदतः ॥४॥
અનુવાદ : જે વિષય એકને પોતાના અભિપ્રાય પ્રમાણે પુષ્ટિકારક (પ્રીતિકારક) લાગતો હોય તે જ વિષય બીજાને પોતાની જુદી બુદ્ધિ પ્રમાણે દ્વેષકારક લાગે છે.
વિશેષાર્થ : એકનો એક પદાર્થ કે એકનો એક વિષય એકના એક માણસને જુદે જુદે વખતે પ્રીતિકા૨ક કે અપ્રીતિકારક લાગે છે. હવે એક જ પદાર્થ કે વિષય હોય પણ તે બે જુદી જુદી વ્યક્તિને જુદો જુદો લાગવાનો પણ સંભવ રહે છે. વસ્તુતઃ દુનિયામાં દરેક માણસનો જે રીતે ઉછેર થયો હોય તે પ્રમાણે તેની બુદ્ધિ વિશેષ ઘડાય છે. વળી દરેકનો બૌદ્ધિક વિકાસ એકસરખો હોતો નથી. મનુષ્યનું ચિત્ત ઘણા તર્કવિતર્ક કરવાની શક્તિ ધરાવે છે. એટલે એકના એક પદાર્થ માટે અથવા એકની એક વ્યક્તિ માટે બે વ્યક્તિના અભિપ્રાય એકસરખા ન પણ સંભવે. બંનેના દૃષ્ટિકોણ જુદા જુદા હોય અને એ દૃષ્ટિકોણ પણ સ્વાર્થપ્રેરિત હોઈ શકે છે. રાજદ્વારી ક્ષેત્રે પરસ્પર વિરુદ્ધ પક્ષો વચ્ચે અથવા યુદ્ધ વખતે બે જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે અથવા એવા પક્ષાપક્ષીના ઘણા પ્રસંગે એકની એક વાત કોઈને ગમે અને તે રાજી થાય અને બીજાને તે ન ગમે અને એને બળતરા થાય. એટલે જ પદાર્થ કે જીવમાં ઇષ્ટાનિષ્ટપણું નથી. માટે દૃષ્ટિને સવળી કરવી જોઈએ.
Jain Education International2010_05
૧૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org