________________
પ્રબંધ ત્રીજો
અધિકાર નવમો. 7 સમતા અધિકાર
[૨૩૬] ત્યયાં મમતાય નમતા થતે સ્વત:
स्फटिके गलितोपाधौ यथा निर्मलतागुणः ॥१॥ અનુવાદ : જેમ “ઉપાધિ' ટળી જતાં સ્ફટિકમાં રહેલો નિર્મળતાનો ગુણ પોતાની મેળે પ્રગટ થાય છે, તેમ મમતાનો ત્યાગ થતાં સમતા સ્વતઃ વિસ્તાર પામે છે. ' વિશેષાર્થ : મમતા વિશેના અધિકાર પછી ગ્રંથકારે સમતા વિશે આ અધિકાર આપ્યો છે. મમતા અને સમતા પરસ્પર વિરુદ્ધ છે. એટલે મમતા ચાલી જાય તો સમતા આપોઆપ આવી જાય. રાગ અને વૈષ મમતાની સાથે જોડાયેલાં છે. જેવા રાગ અને દ્વેષ દૂર થાય કે સમતા સ્વાભાવિક રીતે પ્રગટ થાય. જગતના સર્વ જીવો પ્રત્યે અને સર્વ પદાર્થો પ્રત્યે એક સરખી દૃષ્ટિ કેળવવાથી સમતાનો ગુણ ખીલે છે. દરેક જીવમાં રહેલા સિદ્ધ સ્વરૂપી આત્માનું દર્શન કરવાથી અને દરેક જીવ પોતપોતાના કર્મ અનુસાર સંસારમાં ભમે છે એવી દૃષ્ટિ કેળવવાથી અને તે પ્રમાણે વ્યવહાર રાખવાથી ક્રોધાદિ કષાયો દૂર થાય છે અને સમભાવ પ્રગટ થાય છે.
ગ્રંથકારે એ માટે અહીં એક સુંદર ઉપમા આપી છે. જેમ સ્ફટિક પોતે નિર્મળ હોય છે, છતાં પાસે જો ‘ઉપાધિ હોય તો તે નિર્મળ જણાતો નથી. આ ઉપાધિ એટલે માટી વગેરે લાગ્યાં હોય, અથવા ખાણમાંથી તેવો મેલો પથ્થર નીકળ્યો હોય. એને ઘસવાથી તે મેલ દૂર થાય છે અને તે નિર્મળ થાય છે અથવા સ્ફટિકની પાછળ કોઈ રાતી, કાળી કે અન્ય કોઈ રંગની વસ્તુ મૂકી હોય તો તેની ઝાંય સ્ફટિકમાં પડે છે. પરંતુ તે ખસેડી લેતાં સ્ફટિક નિર્મળ દેખાય છે. તેવી રીતે મમતા જતાં સમતા પ્રગટ થાય છે. [૨૩૭] પ્રિયપ્રિયત્નોર્થે વ્યવહારચ ઋત્યના I.
निश्चयात्तद्व्युदासेन स्तैमित्यं समतोच्यते ॥२॥ અનુવાદ : પદાર્થમાં પ્રિય અને અપ્રિયપણાની કલ્પના વ્યવહારથી છે. નિશ્ચયદૃષ્ટિથી તેનો ત્યાગ કરવાથી જે સ્થિરતા પ્રગટે તેને સમતા કહે છે.
વિશેષાર્થ : જગતમાં અમુક પદાર્થો પ્રિય લાગે અને અમુક અપ્રિય લાગે. ફૂલ ગમે અને કાંટા ન ગમે. સુગંધ ગમે અને દુર્ગધ ન ગમે. ગાયબકરી ગમે અને વાઘવર ન ગમે. દેવતાઓ ગમે અને રાક્ષસો ન ગમે. આ બધા ગમવાના અને ન ગમવાના જે ભાવો છે તે વ્યવહારદષ્ટિએ છે. જયાં સુધી બાહ્ય દૃષ્ટિ હશે અને મમતા હશે ત્યાં સુધી પ્રિય-અપ્રિયના ભાવ રહેવાના. વળી એકનો એક પદાર્થ એક સમયે પ્રિય લાગે છે. અને અન્ય સમયે અપ્રિય લાગે છે. પોતાના સ્વાર્થ અનુસાર પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટની બુદ્ધિ પ્રવર્તે છે.
૧૩૦
Jain Education Intemational 2010_05
nternational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org