________________
અધ્યાત્મસાર
સ્વર્ગના સુખનો અને મુક્તિપદવીના એટલે કે મોક્ષપ્રાપ્તિના સુખનો પણ સમાવેશ થાય છે. પરંતુ સ્વર્ગનું સુખ તો દૂર છે અને મુક્તિપદવી તો એથી પણ દૂર છે. બીજી બાજુ સમતાનું સુખ તો મનની અંદર જ રહેલું છે અને તે આ જીવનમાં જ અનુભવી શકાય એવું છે. વસ્તુતઃ સમતાની યોગ્ય સાધના કરવાથી એનું સુખ કેટલું બધું છે તે અનુભવથી સમજાય એવું છે. પરંતુ એ માટે ઘણા પુરુષાર્થની અપેક્ષા રહે છે. જીવમાંથી રાગદ્વેષની પરિણતિ દૂર થાય તો જ સમતા આવે. આત્મરમણતાના અનુભવ વિના, કેવળ બહિરાત્મભાવથી રાગદ્વેષ જાય નહિ અને સમતા આવે નહિ. એવી સમતાનું સુખ કેવું છે તે તો અનુભવજ્ઞાનથી સમજાય એવું છે. २४८] दृशो स्मरविषं शुष्येत् क्रोधतापः क्षयं व्रजेत् ।
औद्धत्यमलनाशः स्यात् समतामृतमज्जनात् ॥१४॥ અનુવાદ : સમતા રૂપી અમૃતમાં મજ્જન કરવાથી દષ્ટિનું કામરૂપી વિષ સુકાઈ જાય છે, ક્રોધરૂપી તાપ ક્ષય પામે છે અને ઉદ્ધતપણારૂપી મળનો નાશ થાય છે.
વિશેષાર્થ : શીતળ પાણીના હોજમાં માણસ ડૂબકી મારી તરવા પડે છે ત્યારે એના શરીરને ત્રણ પ્રકારના લાભ થાય છે. એની આંખે ઠંડક વળે છે. આંખ ધોવાતાં તે શુદ્ધ થાય છે. મસ્તકે ગરમી ચડી ગઈ હોય તો તે પણ દૂર થાય છે. મસ્તકમાં શાન્તિ અનુભવાય છે. શરીર ઉપર ધૂળ, મેલ વગેરે લાગેલાં હોય તો તે પાણીમાં નીકળી જાય છે અને દેહ નિર્મળ થાય છે. એવી જ રીતે સમતારૂપી અમૃતના હોજમાં જીવ જો ડૂબકી મારે તો એની આંખમાં રહેલો કામવિકાર નીકળી જાય છે. એના મસ્તકમાં રહેલો ક્રોધ રૂપી તાપ પણ નીકળી જાય છે અને ચિત્ત શાન્ત થાય છે. તદુપરાંત એના જીવનમાં ઉદ્ધતાઈ કે અવિનયરૂપ મેલ હોય તો તે પણ ચાલ્યો જાય છે. સમતારૂપી અમૃતનો આવો ચમત્કાર છે. એક વખત જીવનમાં સમતા આવે એટલે ક્રોધ, કામવિકાર અને ઉદ્ધતાઈ રહી શકતાં નથી. [૨૫૦ નર/મરવાવાનજ્વત્તિને અવશ્વાનને
सुखाय समतैकैव पीयूषघनवृष्टिवत् ॥१५॥ અનુવાદ ઃ જરા અને મરણરૂપી દાવાનળથી બળતા આ સંસારરૂપી વનમાં અમૃતમય મેઘની વૃષ્ટિ સમાન સુખ માટે એક સમતા જ છે.
વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસારને માટે અહીં વનનું રૂપક યોજ્યું છે. ઘર કે દુકાનમાં આગ લાગી હોય તો તે ઓલવવી હજુ સરળ છે, પણ વનમાં આગ લાગે તો એ ભડભડ બળતી ચારે બાજુ ઝડપથી પ્રસરી જાય છે. સંસારરૂપી વનમાં જરા અને મરણરૂપી દવ ચારે બાજુ પ્રસરેલો છે. વનમાં આગ લાગે ત્યારે હાથે પાણી નાખવાથી તે કંઈ ઓલવાય નહિ. આગ બધું બાળીને ભસ્મ કરી નાખે. પરંતુ તે વખતે આકાશમાંથી મેઘની જોરદાર વૃષ્ટિ થાય તો વનનો દાવાનળ તરત જ શાન્ત થઈ જાય છે. તેવી જ રીતે વૃદ્ધાવસ્થા અને મૃત્યુની નિરંતર ચાલતી ઘટનાઓથી સતત સંતપ્ત એવા સંસારરૂપી વનના અગ્નિને શાન્ત કરવામાં સમતારૂપી મેઘની વૃષ્ટિ અમૃત જેવું કાર્ય કરે છે. એક વખત સમતાની સાધના બરાબર થવા લાગે એટલે વ્યાધિગ્રસ્ત વૃદ્ધાવસ્થા અને મરણનો ભય રહેતો નથી.
૧૩૬ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org