________________
પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો : સમતા અધિકાર
[૨૫૧] માશ્રિત્યે સમતાપેલાં નિવૃત મરતાઃ |
न हि कष्टमनुष्ठानमभूत्तेषां तु किंचन ॥१६॥ અનુવાદ : એક સમતાનો જ આશ્રય કરીને ભારત વગેરે નિર્વાણ સુખ પામ્યા હતા. તેઓને કાંઈ પણ કષ્ટરૂપ અનુષ્ઠાન હતું નહિ. ' વિશેષાર્થ : સમતાની મહત્તા દર્શાવવા ગ્રંથકાર અહીં ભરત ચક્રવર્તી વગેરેનાં દષ્ટાન્ત આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક બાજુ સમતા હોય અને તપજપ વગેરેનાં બીજાં કોઈ કષ્ટ ન હોય અને બીજી બાજ બહ તપજપ વગેરેનું કષ્ટ હોય અને સમતા બિલકુલ ન હોય તો સમતાવાળું પલ્લું નમે. એટલે કે તે ચડિયાતું ગણાય, ભરત મહારાજા. મરદેવી માતા, સર્મયશા વગેરેને ગુહસ્થપણામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેઓએ વ્રતસંયમ ધારણ કર્યા નહોતાં. લોચ, પરીષહ, તપશ્ચર્યા, વિહાર વગેરે કષ્ટો સહન કર્યા નહોતાં કે કષ્ટયુક્ત અનુષ્ઠાનો તેઓએ કર્યા ન હતાં. આમ છતાં તેઓને જો કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેમની સમતાની આરાધનાના પ્રભાવે જ પ્રાપ્ત થયું હતું. માટે તપજપ વગેરેમાં સર્વશ્રેષ્ઠ જો કંઈ હોય તો તે સમતા જ છે.
અહીં ગ્રંથકારે સમતાની જે મહત્તા બતાવી છે તે એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવાની જરૂર છે. કોઈ એમ કહે કે તપ, જપ વગેરેનાં કષ્ટો સહન કરવાની કોઈને ક્યારેય જરૂર નથી તો તે બરાબર નથી. જયાં તાજપાદિનાં કષ્ટો હોય, વ્રતસંયમ હોય ત્યાં સમતા ન આવી શકે એવો એનો અર્થ નથી. વસ્તુતઃ સામાન્ય સાધક માટે તો સમતાની આરાધના માટે પોતાની શક્તિરુચિ અનુસાર કોઈક અનુષ્ઠાનોની ઉપયોગિતા રહી છે. ભરત મહારાજા કે મરુદેવી માતાનાં ઉદાહરણો તો અપવાદરૂપ છે. આખી અવસર્પિણીમાં અનંત કેવલી ભગવંતો મોક્ષે ગયા. તેમાં ગૃહસ્થપણામાં, વ્રતતપ વગર મોક્ષે ગયેલાંનાં પ્રચલિત ઉદાહરણોની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી જ છે. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મોક્ષમાર્ગમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે સાધવા યોગ્ય સર્વશ્રેષ્ઠ વસ્તુ તે સમતા છે. સમતા હોય તો બધું જ કામનું છે. સમતાનો પાયો ન હોય તો બાકીની ઇમારત કાચી જ રહેવાની. એટલે વ્રતતપ ઇત્યાદિનાં કષ્ટપૂર્વકનાં અનુષ્ઠાનો પણ સમતાની પ્રાપ્તિ અર્થે હોય તો તે સાર્થક છે. [૨૫] ૩ના નરારે મોક્ષમાર્ચ લપિ !
समता गुणरत्नानां संग्रहे रोहणावनिः ॥१७॥ અનુવાદ : સમતા નરકના દ્વારની અર્ગલા (આંગળિયો) છે, મોક્ષમાર્ગની દીપિકા છે અને ગુણરૂપી રત્નોનો સંગ્રહ કરવામાં રોહણાચલ પર્વતની ભૂમિ છે.
વિશેષાર્થ : સમતાનું સામર્થ્ય કેટલું બધું છે ? કોઈ જીવ નરકે જતો હોય તો સમતા એને અટકાવી શકે. જીવનમાં સમતાની સાધના થઈ હોય તો નરકગતિમાં જવાની શક્યતા રહેતી નથી. ગ્રંથકારે અહીં રૂપક પ્રયોજ્યું છે. નરકના બારણામાં આંગળિયો બંધ હોય તો કોઈ તેમાં પ્રવેશી શકે નહિ. એ આંગળિયો તે સમતા છે. એવી જ રીતે સમતા મોક્ષમાર્ગનો દીવો છે. હાથમાં દીવો હોય તો અંધારામાં પણ ગતિ થઈ શકે. સમતારૂપી દીવો સાધકને માટે માર્ગમાં પ્રકાશ પાથરે છે અને મોક્ષ સુધી પહોંચાડી શકે છે.
૧૩૭. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org