________________
અધ્યાત્મસાર
કહેવાયું છે કે ભવ્યત્વ સ્વાભાવિક છે. મોક્ષપ્રાપ્તિ પહેલાં જીવનું ભવ્યત્વ ક્યારેય નાશ પામતું નથી. અનાદિ કાળથી તે ચાલ્યું આવે છે. પરંતુ મોક્ષપ્રાપ્તિ થતાં જીવનું ભવ્યત્વ રહેતું નથી. એની જરૂર પણ નથી. જીવનું જીવત્વ એ ઉપાદાન કારણ છે અને જીવનું ભવ્યત્વ એ સહકારી કારણ છે. મોક્ષપ્રાપ્તિ થતાં સહકારી કારણનો નાશ થાય છે, કારણ કે હવે એની આવશ્યકતા રહેતી નથી. જીવત્વનોઆત્મતત્ત્વનો નાશ નથી થતો, કારણ કે ઉપાદાન કારણ છે.
જેમ માટીમાંથી ઘડો (કળશ) બનાવવામાં આવે, તો માટી એ ધડાનો પ્રાગભાવ (પ્રાક્ + અભાવ) છે. પ્રાક્ એટલે પહેલાં. ઘડાની ઉત્પત્તિ થઈ તે પહેલાં ઘડાનો અભાવ હતો. એ અભાવ તે માટી. હવે ઘડાની ઉત્પત્તિ થતાં માટી માટીના સ્વરૂપમાં ન રહી. અર્થાત્ ઘડાનો પ્રાગભાવ નાશ પામ્યો. એટલે કે માટીરૂપી સ્થૂલ પદાર્થ ન રહ્યો. હવે માટીની જરૂર ન રહી. તેવી રીતે મોક્ષપ્રાપ્તિ થતાં ભવ્યત્વની જરૂર નથી રહેતી.
[૪૫૪] મવ્યોછેવો ન ચૈવ ચાત્ પુર્વાનાન્નમાઁશવત્ ।
प्रतिमादलवत् क्वापि फलाभावेऽपि योग्यता ॥ ७१ ॥
અનુવાદ : આકાશના પ્રદેશોની જેમ મોટા અનંતવાળા ભવ્ય જીવોનો ઉચ્છેદ થશે નહિ. કદાચ ફળનો અભાવ હોય તો પણ પ્રતિમા થાય તેવા દળની તેમાં યોગ્યતા છે.
વિશેષાર્થ : સંસારમાં જે જીવો છે તેનું ભવ્ય, અભવ્ય અને જાતિભવ્યમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ભવ્ય જીવો એ કે જેનામાં ભવ્યતા છે, એટલે કે મોક્ષપ્રાપ્તિની યોગ્યતા છે. અભવ્ય જીવો એ કે જેમનામાં મોક્ષપ્રાપ્તિની બિલકુલ યોગ્યતા નથી. જાતિભવ્ય જીવો એ કે જેમનામાં મોક્ષપ્રાપ્તિની યોગ્યતા હોવા છતાં અનુકૂળ સામગ્રીનો તેમને ક્યારેય યોગ ન મળવાથી તેમને મોક્ષપ્રાપ્તિ ક્યારેય થવાની નથી.
હવે કોઈક પ્રશ્ન કરે કે એક પછી એક એમ સંસારના બધા ભવ્ય જીવો જો મોક્ષે ચાલ્યા જાય તો પછી છેવટે સંસારમાં માત્ર અભવ્ય અને જાતિભવ્ય જીવો જ રહે ને ? એનો ઉત્તર એ છે કે સંસારનું સ્વરૂપ એવું છે કે અનંત ભવ્ય જીવો મોક્ષે જાય તો પણ સંસારમાં અનંત ભવ્ય જીવો જ રહે. ભવિષ્યમાં અનંતકાળ પછી પણ કોઈક કેવલી ભગવંતને પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં કેટલા ભવ્ય જીવો મોક્ષે ગયા ? તો કોઈપણ કેવલી ભગવંત એક જ ઉત્તર આપશે કે સંસારમાં જેટલા ભવ્ય જીવો છે એનો માત્ર અનંતમો ભાગ જ હજુ સિદ્ધગતિને પામ્યો છે.
અહીં ભવ્ય જીવોને માટે કહ્યું છે કે તેઓ નભના અંશની જેમ મોટા અનંતવાળા છે. નભ એટલે આકાશ અને અંશ એટલે પ્રદેશ. એટલે કે આકાશના પ્રદેશની જેમ મોટા અનંતવાળા છે. અનન્તના પણ જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અનંત–એવા ભેદો છે. વળી એના સક્ષય અનંત અને અક્ષય અનંત એવા ભેદો પણ છે. અક્ષય અનંતમાંથી અનંત બાદ કરવામાં આવે તો પણ અનંત રહે. એને અનંતથી ભાગવામાં આવે કે ગુણવામાં આવે તો પણ જવાબ અનંત જ હોય છે. આ અક્ષય અનંતમાં પણ જે નાનામોટાપણું છે તે ઉદાહરણથી સમજાવવામાં આવે છે. પહેલાં અનંત તે સિદ્ધગતિના જીવો છે. એના કરતાં પણ અસંખ્યાતગણી કે અનંતગણી વધારે સંખ્યા તે ભૂતકાળના ‘સમય'ની સંખ્યા છે. આ બીજા અનંત કરતાં પણ અનંતગણી વધારે તે એક નિગોદ શરીરમાં રહેલા જીવોની સંખ્યા છે. આ ત્રીજા
Jain Education International2010_05
૨૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org