________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
અનંત કરતાં પણ અનંતગણી વધારે તે સંપૂર્ણ જીવરાશિ છે. આ ચોથા અનંત કરતાં પણ અનંતગણી વધારે તે પુદ્ગલ રાશિ છે. આ પાંચમા અનંત કરતાં પણ અનંતગણા વધારે તે ભવિષ્યકાળના “સમય” છે. એના કરતાં પણ અનંતગણો વધારે તે આકાશના પ્રદેશો (નભના અંશ) છે. આમ એક અનંત કરતાં બીજા અનંત મોટા છે. બીજા કરતાં ત્રીજા ને ત્રીજા કરતાં ચોથા મોટા અનંત છે. (અનંતના આ બીજા, ત્રીજા વગેરે ક્રમમાં કેટલાક ગ્રંથોમાં થોડો ફેર જોવા મળશે. પણ તેનો આશય એક જ છે.) આમ, સંસારમાં ભવ્ય જીવો નભના અંશની જેમ મોટા અનંતે છે અને તે અક્ષય અનંત હોવાથી સંસારનો ક્યારેય ઉચ્છેદ નહિ થાય.
કેટલાક ભવ્ય જીવોને જાતિભવ્ય (અથવા દુર્ભવ્ય) તરીકે ઓળખવામાં આવે છે. તેમનામાં ભવ્યત્વ રહેલું હોવા છતાં તેઓ મોક્ષે જવાના નથી. તો પ્રશ્ન થશે કે આમ કેમ ? એનો ઉત્તર તેમનામાં યોગ્યતા હોવા છતાં તેમને એવો યોગ મળવાનો નથી. ઉદાહરણ આપવામાં આવે છે કે સ્વયંભૂરમણ સમુદ્રની મધ્યમાં છેક તળિયે કોઈ પથ્થર પડ્યો હોય તો એ પથ્થરમાં પ્રતિમા એટલે કે મૂર્તિ બનવાની યોગ્યતા જરૂર છે, પણ એને બહાર નીકળવાનો યોગ જ ક્યારેય પ્રાપ્ત થવાનો નથી, તો પ્રતિમા બનવાની વાત તો ક્યાં રહી ? એટલે જાતિભવ્ય જીવોને જો પ્રત્યેકપણું પામવાની શક્યતા પણ ન હોય તો મનુષ્યપણું પ્રાપ્ત કરી, રત્નત્રયીની આરાધના કરવાની અને મોક્ષગતિ પ્રાપ્ત કરવાની વાત ક્યાં રહી ?
જો જાતિભવ્ય જીવો મોક્ષે ન જ જવાના હોય તો એમને અભવ્ય કહેવામાં શો વાંધો ? ના, જાતિભવ્ય જીવોને અભવ્ય નહિ કહી શકાય. જાતિભવ્ય જીવો અને અભવ્ય જીવો ક્યારેય મોક્ષગતિ પ્રાપ્ત નથી કરી શકવાના એ સાચું, તો પણ જાતિભવ્યને અભવ્ય નહિ કહી શકાય. જાતિભવ્ય જીવોમાં ભવ્યત્વ રહેલું છે, પણ તેમને અનુકૂળ સામગ્રીનો, નિમિત્તોનો યોગ ક્યારેય મળવાનો નથી. અભવ્ય જીવોને અનુકૂળ સામગ્રીનો અને નિમિત્તોનો ઘણો યોગ મળવા છતાં તેમનામાં મોક્ષ માટેની રુચિ અને શ્રદ્ધા ક્યારેય નહિ પ્રગટે. એટલે સ્વરૂપ અને તત્ત્વની દૃષ્ટિએ જાતિભવ્ય જીવો અને અભવ્ય જીવોને સરખા ગણી શકાય નહિ, [૫૫] નિતયં વહામો યદ્ ભવ્ય: સર્વોડ સિધ્ધતિ !
यस्तु सिध्यति सोऽवश्यं भव्य एवेति नो मतम् ॥७२॥ અનુવાદ : સર્વ ભવ્ય જીવો સિદ્ધગતિ (મોક્ષ) પામે છે એવું અમારું કહેવું નથી, પરંતુ જે જીવો સિદ્ધગતિ પામે છે તે અવશ્ય ભવ્ય છે એવો અમારો મત છે.
વિશેષાર્થ : મોક્ષે જવાની યોગ્યતા ભવ્ય જીવમાં જ હોય છે, અભવ્યમાં એવી યોગ્યતા હોતી નથી માટે તેઓ ક્યારેય મોક્ષે જવાના નથી એવું કહ્યા પછી ગ્રંથકાર મહર્ષિ ખુલાસો કરે છે કે “જેટલા જેટલા ભવ્ય જીવો છે તે બધા જ મોક્ષે ગયા છે, જાય છે કે જશે જ એવું અમે કહેતા નથી.” જૈન દર્શન પ્રમાણે ભવ્ય જીવોમાં જ મોક્ષપ્રાપ્તિની યોગ્યતા રહેલી છે. પણ એનો અર્થ એ નથી તે બધા જ મોક્ષગતિ અવશ્ય પામશે જ, કારણ કે સંસારનું સ્વરૂપ જેવું અનાદિ-અનંત છે તે પ્રમાણે તો ભવ્ય જીવો પણ, કેટલાક એવા રહેવાના કે જેમણે અનંતકાળે પણ મોક્ષગતિ પ્રાપ્ત નહિ કરી હોય. પણ એટલું તો નિશ્ચિત
૨૫૩ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org