________________
અધ્યાત્મસાર
જ છે કે જે જીવો સિદ્ધગતિ પામ્યા છે, પામે છે અને પામશે તે બધા જ અવશ્ય ભવ્ય જીવો જ હોવાના. અભવ્ય જીવ ક્યારેય મોક્ષ પામી શકે નહિ.
[૪૫] નનુ મોક્ષેપ નીર્ વિનાશિની મસ્થિતિ
नैवं प्रध्वंसवत्तस्यानिधनत्वव्यवस्थितेः ॥७३॥ અનુવાદ : શું મોક્ષમાં પણ જન્યત્વ છે માટે તેની ભવસ્થિતિ વિનાશી છે? ના, એમ નથી. પ્રધ્વંસની જેમ એનું અવિનાશીપણું (અનિધનત્વ) વ્યવસ્થિત છે.
વિશેષાર્થ : મોક્ષમાં નહિ માનનારા એક દલીલ એવી કરે છે કે જીવ જો મોક્ષગતિ પ્રાપ્ત કરે તો એનો અર્થ એ થયો કે મોક્ષમાં એની ઉત્પત્તિ થઈ. પહેલાં એ ત્યાં હતો નહિ અને હવે એ ત્યાં છે. હવે એ તો નિયમ જ છે કે જે જન્ય હોય એટલે કે જેની ઉત્પત્તિ થઈ હોય તેનો ઉત્પન્ન થયેલા ઘડાની જેમ નાશ થાય. એટલે મોક્ષમાં ઉત્પન્ન થયેલા જીવને ફરી પાછું સંસારમાં આવવાનું રહે છે. માટે મોક્ષમાં ભવસ્થિતિ વિનાશી છે. અમોક્ષવાદીઓની આ દલીલ છે.
એનો જવાબ એ છે કે ના, એ પ્રમાણે નથી. મોક્ષમાં ભવસ્થિતિ વિનાશી નથી. મોક્ષમાં જીવને દેહ નથી. ત્યાં આયુષ્ય કર્મ નથી. વળી એવો નિયમ નથી કે જેની ઉત્પત્તિ થાય તેનો નાશ થાય, કારણ કે એવો પણ નિયમ નથી કે જેનો પ્રધ્વંસ થાય તેની ઉત્પત્તિ થાય જ. પ્રધ્વંસ અભાવાત્મક પદાર્થ છે એટલે તે નિત્ય છે. જેમ ઘડાને લાકડીના પ્રહારથી ભાંગી નાખવામાં આવે એટલે કે ઘડાનો પ્રધ્વસ થાય, એટલે એમાંથી પાછો ઘડો ઉત્પન્ન થતો નથી. એટલે પ્રધ્વસાભાવની જેમ મોક્ષનો વિનાશ થતો નથી. મોક્ષમાં અનિધનત્વ છે અર્થાત્ મૃત્યુનો અભાવ છે, અવિનાશીપણું છે. એટલે સિદ્ધગતિમાં ગયેલા જીવને ફરીથી સંસારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી. [૫૭] ૩માશચેવ વૈવિજ્યામુદ્દીર્ધદક્ષયે |
ज्ञानादेः कर्मणो नाशे नात्मनो जायतेऽधिकम् ॥७४॥ અનુવાદ : મુગરાદિ વડે ઘટનો ક્ષય થવાથી પૃથકપણાને કારણે જેમ આકાશની વૃદ્ધિ થતી નથી), તેમ જ્ઞાનાદિ વડે કર્મનો નાશ થવાથી આત્માની અધિકતા થતી નથી.
વિશેષાર્થ : મુદ્ગર એ સાંબેલા જેવું એક સાધન છે જે તોડફોડ માટે વપરાય છે. આવા મુદ્ગર વડે કોઈ ઘડાનો ભાંગીને ભૂકો કરે તો તેથી આકાશ-અવકાશ તત્ત્વમાં કશી વૃદ્ધિ કે હાનિ થતી નથી. ઘડો ભાંગી જવાથી, ઘડાનું આવરણ નીકળી જવાથી આકાશ દ્રવ્યમાં ઘડા જેટલો વધારો થતો નથી. આકાશ તો ત્યાં હતું જ. એણે ઘડાને અવકાશ આપ્યો હતો. જેમ ઘડો ભાંગવાથી આકાશ તત્ત્વની વૃદ્ધિ થતી નથી તેવી રીતે જ્ઞાનાદિ વડે કર્મનો ક્ષય થવાથી આત્મતત્ત્વમાં વૃદ્ધિ થતી નથી. આત્મતત્ત્વ તો કર્મના આવરણ વખતે કે પછી જેટલું હતું તેટલું જ રહ્યું છે. એટલે કર્મનો ક્ષય થયા પછી આત્મતત્ત્વમાં કશી વૃદ્ધિ થતી નથી. અલબત્ત, આત્માની નિર્મળતા એથી વધે છે. પરંતુ એના આત્મપ્રદેશો તો એટલા ને એટલા જ રહે છે.
૨૫૪
Jain Education Intemational 2010_05
ernational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org