________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
[૫૮] ન Íસંવંધામુસ્થાપિ ર તા .
योगानां बंधहेतूनामपुनर्भावसंभवात् ॥५॥ અનુવાદ : કર્મના પરમાણુઓના સંબંધને કારણે મુક્તિ પામેલાની પણ મુક્તિ નથી, એવું નથી, કારણ કે બંધના હેતુરૂપ યોગોની ત્યાં ફરીથી ઉત્પત્તિનો સંભવ નથી.
વિશેષાર્થ : જીવ કેવળજ્ઞાન પામીને અને ત્યાર પછી સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિ જ્યારે પામે છે ત્યારે તે વિશુદ્ધ આત્મસ્વરૂપે લોકના અગ્ર ભાગ પર પહોંચી સિદ્ધશિલાની ઉપર અનંત કાળને માટે અચલ સ્વરૂપે બિરાજમાન થાય છે. - હવે કોઈ શંકા કરે કે કાશ્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ તો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એનો અર્થ એ થયો કે સિદ્ધશિલા ઉપર પણ કાશ્મણ વર્ગણાના પુગલ પરમાણુઓ છે. એ પરમાણુઓ સિદ્ધાત્માઓની આસપાસ પણ અડોઅડ રહેલા છે. એનો અર્થ એ થયો કે મુક્તિ પામેલા આત્માઓને પણ કર્મના પરમાણુઓ સાથે તદ્દન નિકટનો સંબંધ છે. એમ જો હોય તો એ કર્મ આત્માઓને લાગે છે. અને કર્મ જો લાગે તો તે આત્માઓને ફરીથી સંસારમાં આવવાનું રહે. એટલે કે એ સિદ્ધ થયેલા જીવો પણ સિદ્ધ થયા અથવા મુક્તિ પામ્યા એમ કહેવાય નહિ.
રિંતુ આવી શંકા યથાર્થ નથી, કારણ કે સિદ્ધશિલા ઉપર કાર્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ હોવા છતાં સિદ્ધાત્માઓને કોઈ કર્મબંધ થતો નથી. સિદ્ધાત્માઓ અશરીરી છે. તેઓને મન, વચન કે કાયાના કોઈ યોગ હોતા નથી. રાગાદિ ભાવોથી, મન, વચન અને કાયાના યોગથી જ કર્મ બંધાય છે. સિદ્ધ જીવોને કર્મબંધના હેતુરૂપ મન, વચન કે કાયાના કોઈ યોગ હોતા નથી કે જેથી રાગાદિ ભાવો થવાનો સંભવ રહે. એટલે કાશ્મણ વર્ગણાના પરમાણુઓ સિદ્ધાત્માઓની આસપાસ હોવા છતાં તેઓને એનો કોઈ સ્પર્શ થતો નથી. સિદ્ધાત્માઓ પોતાના સ્વરૂપમાં નિષ્કપ હોય છે. એટલે કે હવે ફરીથી તેઓને કોઈ કર્મ બંધાતું ન હોવાથી સિદ્ધ ગતિના મુક્ત જીવોને સંસારમાં ફરી પાછું પરિભ્રમણ કરવાનું રહેતું નથી. [૫૯] સુઘી તારતમ્બેન પ્રર્વથાપિ મવાત્ |
अनंतसुखसंवित्तिर्मोक्षः सिध्यति निर्भयः ॥७६॥ અનુવાદઃ સુખના તારતમ્યથી પ્રકૃષ્ટ સુખનો સંભવ હોવાથી જેમાં અનંત સુખનું જ્ઞાન થાય છે એવો મોક્ષ નિર્ભય (આપત્તિરહિત) સિદ્ધ થાય છે.
વિશેષાર્થ : આત્માનાં છે પદમાંથી “મોક્ષ છે' એ પાંચમું પદ પણ સાબિત થાય છે. આ વિશ્વમાં જે બધા જીવો સુખ ભોગવતા જોવા મળે છે તે બધાનું સુખ એક જ કોટિનું જણાતું નથી. એકના એક જીવો પણ સર્વ કાળ એકસરખું સુખ ભોગવતા દેખાતા નથી. આમ સંસારમાં જે ભૌતિક સુખ દેખાય છે એમાં તરતમતા છે. એમાં ઓછાવત્તાપણું રહેલું છે. શારીરિક સુખ, માનસિક સુખ અને આધ્યાત્મિક સુખમાં પણ તરતમતા જોવા-જાણવા મળે છે. જ્યાં તરતમતા હોય ત્યાં છેવટની કોઈ સ્થિતિ હોવી જોઈએ. તર્કથી એ સ્થિતિનો વિચાર કરીએ તો છેવટે તો અનંત સુખ સુધી પહોંચી જવાશે.
૨૫૫ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org