________________
અધ્યાત્મસાર
અનંત સુખથી ઉપર કશું હોઈ ન શકે. જો હોય તો અનંત તે અનંત ન કહેવાય. હવે જે આ અનંત આત્મિક સુખ તેને શું નામ આપશો ? એને જ મોક્ષ કહેવો પડશે. આમ અનંત સુખ એટલે મોક્ષસુખ અને મોક્ષસુખ એટલે અનંત સુખ એમ એ બંને એકબીજાના પર્યાયરૂપ ગણાશે. આનો અર્થ એ થયો કે મોક્ષ જેવી સ્થિતિ છે એ સિદ્ધ થાય છે. તર્કથી કે અનુમાનથી વિચારીએ તો મોક્ષની આ સિદ્ધિમાં કોઈ બાધા કે આપત્તિ આવી શકતી નથી.
[४६०] वचनं नास्तिकाभानां मोक्षसत्तानिषेधकम् । भ्रान्तानां तेन नादेयं परमार्थगवेषिणा ॥७७॥
અનુવાદ : એટલા માટે નાસ્તિકો જેવી ભ્રાન્તિવાળાઓનું, મોક્ષની સત્તાનો નિષેધ કરતું વચન પરમાર્થની ગવેષણા કરનારાઓએ આવકારવું નહિ.
વિશેષાર્થ : કેટલાક આત્મામાં માને છે, પણ આત્માને કર્મબંધ છે અને મોક્ષ છે એવું માનતા નથી. આવા લોકો જેમ સંપૂર્ણપણે આસ્તિક નથી તેમ સંપૂર્ણપણે નાસ્તિક પણ નથી. એટલે તેવા લોકોને નાસ્તિક જેવી ભ્રાન્તિવાળા તરીકે અથવા નાસ્તિકાભાસ તરીકે ઓળખાવી શકાય. પરંતુ આવા લોકોથી પણ સાચવવા જેવું છે. તેઓ આત્મામાં માનતા હોવાથી એમની બીજી વાતોથી ભોળા માણસો દોરવાઈ જાય છે. પરંતુ જેઓ મોક્ષાભિલાષી છે અને પરમાર્થની ગવેષણા કરવાવાળા છે તેઓએ એમનાં મિથ્યાત્વથી ભરેલાં વચનો આવકારવાં ન જોઈએ. એવાં વચનોનું ગૌરવ ન કરવું જોઈએ, કારણ કે મોક્ષમાર્ગમાં થોડીક પણ ઉત્સૂત્ર વાત સ્વીકારાઈ જાય તો જીવનું સંસારપરિભ્રમણ વધી જાય છે.
[૪૬૧] ન મોક્ષોપાય કૃત્યાત્તુરપરે નાસ્તિોપમાઃ ।
कार्यमस्ति न हेतुश्चेत्येषा तेषां कदर्थना ॥७८॥
અનુવાદ : નાસ્તિક જેવા બીજા કેટલાક કહે છે કે મોક્ષનો ઉપાય નથી. કાર્ય છે, પણ તેનો હેતુ નથી એવું તેમનું કહેવું એ કદર્થના છે.
વિશેષાર્થ : હવે આત્માના છઠ્ઠા પદની એટલે કે ‘મોક્ષનો ઉપાય છે’ એ પદની વિચારણા કરવામાં આવે છે. જે ભિન્નભિન્ન દાર્શનિક મતો છે એમાંનો એક મત માંડલિક મત તરીકે ઓળખાય છે. એ મતનું પ્રતિપાદન એવું છે કે મોક્ષ છે, પણ મોક્ષનો કોઈ ઉપાય નથી; એવા કોઈ ઉપાયમાં માનવાની જરૂર નથી. જે જીવનો જ્યારે મોક્ષ થવાનો હશે ત્યારે એની મેળે થશે જ. જો એનો મોક્ષ થવાનો નહિ હોય તો લાખો ઉપાયો કરવા છતાં તેને મોક્ષ પ્રાપ્ત થવાનો નથી. બધું નિયતિ પ્રમાણે જ થાય છે. મોક્ષ પણ નિયતિ પ્રમાણે જ પ્રાપ્ત થાય છે. નિયતિ પ્રમાણે મોક્ષ થવાનો હશે તે વખતે કશું ન કરવા છતાં પણ મોક્ષ થવાનો જ છે. એ મોક્ષને કોઈ અટકાવી શકશે નહિ. માટે મોક્ષના ઉપાયની વાત કરીને વૃથા પુરુષાર્થ કરવાનો કોઈ અર્થ નથી. એ તો ખોટી મહેનત કરવા બરાબર છે.
આવું માનવાવાળાઓ કાર્યને માને છે, પણ હેતુને એટલે કે કારણને માનતા નથી. કારણ વગર કાર્ય થાય છે એવી એમની આ માન્યતા વિસંગત છે. એવું માનવાવાળાની આ મોહનિત વિડંબના જ કહેવાય છે.
Jain Education International2010_05
૨૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org