________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
આવું માનવાવાળા ‘મોક્ષ છે' એમ જરૂર માને છે. એટલે અંશે એમનામાં આસ્તિકતા છે એમ કહી શકાય, પણ મોક્ષનો કોઈ ઉપાય નથી અને કોઈ ઉપાય કરવાની જરૂર નથી એવી એમની માન્યતા તે નાસ્તિકતા છે. એ દૃષ્ટિએ આવા લોકો પૂરેપૂરા નાસ્તિક નથી, પણ નાસ્તિક જેવા જ છે એમ કહી શકાય. [૪૬૨] અસ્માદેવ મવતીત્યની નિયત્તાવધેઃ ।
कदाचित्कस्य दृष्टत्वाद् बभाषे तार्किकोऽप्यदः ॥७९॥
અનુવાદ : અવધિનું નિયતપણું હોવાથી એકાએક (અકસ્માત્) જ મોક્ષ થાય છે એમ કહેવું અસત્ય છે. એવું કોઈકનું કદાચિત્ જોવાથી તાર્કિક પણ એ પ્રમાણે કહે છે.
વિશેષાર્થ : મોક્ષ માટે કોઈ ઉપાય, કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી એવું માનવાવાળા કહે છે કે જે જીવનો જ્યારે મોક્ષ થવાનો હશે ત્યારે જ થશે. જીવની મોક્ષે જવાની નિશ્ચિત અવધિ એટલે કે સમયમર્યાદા હોય છે. એથી એક ક્ષણ વહેલો કે એક ક્ષણ મોડો મોક્ષ નથી. જ્યારે એ અવિધ પાકે ત્યારે એકાએક (અકસ્માત્) મોક્ષ પ્રાપ્ત થાય છે.
પરંતુ આ તેમના કથનમાં અસત્ય રહેલું છે. અલબત્ત, ક્યારેક કોઈક જીવની બાબતમાં એમ બનેલું જોવા મળ્યું હોય તો તે હેતુ સહિત જ હોય.
ગ્રંથકારે અહીં કહ્યું છે કે તાર્કિકો એટલે નૈયાયિકોએ પણ આ વાત કહી છે. તાર્કિક ઉદયનાચાર્યે ‘કુસુમાંજલિ’માં આ વાત કહી છે. હવે પછીના શ્લોકોમાં એ વિશે વિચારણા કરવામાં આવી છે.
[૪૬૩] શ્વેતુભૂતિનિષેધો ન સ્વાનુપાવ્યાવિધિન ચ । स्वभाववर्णना नैवमवधेर्नियतत्वतः ॥८०॥
અનુવાદ : અવધિનું નિયતત્વ છે. તો પણ હેતુભૂત સામગ્રીનો નિષેધ નથી, સ્વના અનુપાખ્યનો વિધિ નથી તથા સ્વભાવ-વર્ણના નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. તાર્કિકોને ઉત્તરરૂપે આ શ્લોક લખાયો હોવાથી એના પારિભાષિક શબ્દો સમજવાનું કદાચ કઠિન થાય. પરંતુ શ્લોકનો સારાંશ આ પ્રમાણે છે :
મોક્ષના ઉપાયમાં ન માનવાવાળો માંડલિક મત એમ કહે છે કે જે જીવનો જે કાળે મોક્ષ થવાનો હશે તે કાળે જ થશે. દરેકના મોક્ષની અવધિ નિયત છે. એટલે જ્યારે મોક્ષ થવાનો હોય છે ત્યારે અચાનક જ, એકાએક થઈ જાય છે. તેઓ અસ્માદ્ ભવન કહે છે. અહ્માત્ એટલે અચાનક, भवनं એટલે ઉત્પત્તિ (મોક્ષની).
અહીં હેતુ, અનુપાવ્ય (અલીક, મિથ્યા), સ્વભાવ, વર્ણના વગેરે પારિભાષિક શબ્દો દ્વારા માંડલિક મતનો ઉત્તર આપતાં કહ્યું છે કે મોક્ષ ઉપાય છે અને એ માટે પુરુષાર્થની આવશ્યકતા છે. કાળની અવધિ નિયત હોવા છતાં વર્તમાન કાળમાં છદ્મસ્થના જ્ઞાનનો વિષય એ અવધ બની શકતી નથી. એટલે આત્મશુદ્ધિ દ્વારા, રત્નત્રયીની આરાધના વડે મોક્ષપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કર્તવ્યરૂપ છે.
Jain Education International_2016_05
૨૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org