________________
અધ્યાત્મસાર
[४६४] न च सार्वत्रिको मोक्षः संसारस्यापि दर्शनात् ।
न चेदानीं न तद्व्यक्तिर्यंजको हेतुरेव यत् ॥८१॥ અનુવાદ : સંસાર તો દેખાય છે. તેથી મોક્ષ સાર્વત્રિક નથી. તે (મોક્ષ) વ્યક્ત નથી એમ નહિ કહી શકો, કારણ કે વ્યંજક (વ્યક્ત કરનાર) તો હેતુ જ હોઈ શકે.
વિશેષાર્થ : જો અહેતુક જીવનો મોક્ષ થયા કરતો હોય તો મોક્ષ સાર્વત્રિક હોવો જોઈએ. સર્વ ક્ષેત્રે સર્વ કાલે મોક્ષની ઘટના બનતી રહેતી હોવી જોઈએ. અને તો પછી સંસાર જ ન હોય. પરંતુ સંસાર ચાલ્યો જતો નજર સામે દેખાય જ છે. જો સંસારનો પ્રવાહ નિરંતર હોય તો પછી સર્વ કાલે, સર્વ ક્ષેત્રે, સર્વ જીવનો મોક્ષ થયા કરે છે અર્થાત્ મોક્ષ સાર્વત્રિક છે એમ કેવી રીતે કહી શકશો ? જો મોક્ષ અવ્યક્ત છે એમ કહેશો તો વ્યક્ત ન થવાનું કારણ શું ?
પરંતુ જો કોઈ આવી દલીલ કરે કે સંસાર નિરંતર દેખાયા કરે છે અને મોક્ષનાં ચિહ્નો તો ક્યાંય દેખાતાં નથી, એટલે કે મોક્ષની અભિવ્યક્તિ ક્યાંય થતી નથી. માટે મોક્ષ છે જ નહિ, તો એ દલીલ પણ યથાર્થ નથી, કારણ કે ભલે મોક્ષની અભિવ્યક્તિ ન હોય તો પણ મોક્ષના હેતુની, મોક્ષના ઉપાયની એટલે કે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ રત્નત્રયીની અભિવ્યક્તિ તો થાય જ છે. એટલે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે જ. [૪૬૫ મોક્ષપાયો વિત્વસ્થ નિશ્ચય નેતિ ચેમૂતમ્ |
तन्न रत्नत्रयस्यैव तथा भावविनिश्चयात् ॥८२॥ અનુવાદ : મોક્ષનો ઉપાય ભલે હોય, પરંતુ તે ઉપાયનો નિશ્ચય નથી એવો જો મત હોય તો તેમ નથી, કારણ કે રત્નત્રયીના એવા ભાવનો વિનિશ્ચય છે.
વિશેષાર્થ : કોઈ કદાચ એમ દલીલ કરે કે ભલે તમે કહો છો એટલે મોક્ષનો ઉપાય છે એમ સ્વીકારી લઈએ, પરંતુ મોક્ષનો ઉપાય ક્યો સાચો એ વિશે સંદેહ રહે છે. જુદાં જુદાં દર્શનો, જુદો જુદો ઉપાય દર્શાવે છે. તો આ બધામાંથી ક્યો ઉપાય સાચો એનો કોઈ નિશ્ચય થઈ શકતો નથી.
પૂર્વપક્ષની આ દલીલનો ઉત્તર એ છે કે વસ્તુતઃ નિશ્ચિત ઉપાય નથી એવું નથી. મોક્ષનો ઉપાય નિશ્ચિત જ છે અને એ ઉપાય તે રત્નત્રયી છે અર્થાત્ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણે મળીને રત્નત્રયીરૂપ આરાધનાનો ભાવ અથવા ઉપાય નિશ્ચિત જ છે. જ્ઞાની મહાત્માઓએ એ જ ઉપાય દર્શાવ્યો છે એટલે મોક્ષના ઉપાય વિશે કોઈ સંદેહ છે જ નહિ. તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે કે અગનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા: | [૪૬] મારVIRTY-પ્રતિપક્ષમ નું !
तद्विपक्षस्य मोक्षस्य कारणं घटतेतराम् ॥८३॥ અનુવાદ : આ (રત્નત્રય) સંસારના કારણરૂપ રાગાદિના પ્રતિપક્ષ છે. એટલે તે (રત્નત્રય) વિપક્ષ મોક્ષનું કારણ છે એ સર્વ રીતે ઘટે છે.
૨૫૮
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org