________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
વિશેષાર્થ : એ તો સુવિદિત જ છે કે રાગ અને દ્વેષ વગેરે સંસારનાં કારણ છે. જયાં રાગાદિ છે ત્યાં સંસાર છે. એક પક્ષે જો સંસાર છે તો સામે પક્ષે મોક્ષ છે. એક પક્ષે જો રાગદ્વેષ છે તો સામે પક્ષે રત્નત્રય છે. રાગદ્વેષાદિ જો સંસારનાં કારણ છે તો રત્નત્રય મોક્ષનાં કારણ છે. આમ અહીં સાદા તર્કથી સમજી શકાય એવી વાત છે. આમ મોક્ષનો ઉપાય છે. તે નિશ્ચિત જ છે અને તે રત્નત્રયીની આરાધના છે. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણ જુદા જુદા ઉપાયો નથી એટલે કે એમાંથી કોઈ એક ઉપાય તે મોક્ષનો ઉપાય છે એવું નથી, પણ એ ત્રણે મળીને જ એક ઉપાય થાય છે. એ ત્રણમાંથી એક પણ ન હોય તો ઉપાય અપૂર્ણ છે. [૪૬૭] અથ રત્નત્રયuTH: પ્રાર્મપુતા યથા |
परतोऽपि तथैव स्यादिति किं तदपेक्षया ॥८४॥ અનુવાદ : જેમ રત્નત્રયીની પ્રાપ્તિ પહેલાં કર્મની લઘુતા થાય છે, તેમ પ્રાપ્તિ પછી પણ (કર્મની લઘુતા) થશે. માટે તેની (રત્નત્રયીની) અપેક્ષા શા માટે?
વિશેષાર્થ : ત્રણ રત્ન અથવા રત્નત્રયી એટલે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર. મોક્ષપ્રાપ્તિ માટે આ રત્નત્રયીની પ્રાપ્તિ અનિવાર્ય છે. હવે એ કહો કે આ રત્નત્રયીની પ્રાપ્તિ માટે શેની જરૂર છે ? તો એનો ઉત્તર એ છે કે રત્નત્રયીની પ્રાપ્તિ માટે કર્મની લધુતાની જરૂર છે. ઓછાં હળવાં કર્મબંધનો હોય તો સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ થાય. હવે આ કર્મની લઘુતા પ્રાપ્ત કરવી હોય તો જીવે શું કરવું જોઈએ ? એ માટે જીવનમાં ન્યાયનીતિ હોવાં જોઈએ; સદાચાર, સેવાવૃત્તિ, સરળતા, નમ્રતા, સમતા, શુચિતા, પ્રભુભક્તિ વગેરે હોવાં જોઈએ. એ માટેનો શબ્દ છે “પૂર્વસેવા'. આ પૂર્વસેવાથી કર્મની લઘુતા થાય છે.
આમ પૂર્વસેવાથી કર્મની લઘુતા, કર્મની લઘુતાથી રત્નત્રયીની પ્રાપ્તિ અને રત્નત્રયીની પ્રાપ્તિથી સિદ્ધગતિની પ્રાપ્તિ થાય. તો એનો અર્થ તો એ થયો કે પૂર્વસેવામાં જ જીવ સતત લાગેલો રહે તો ઉત્તરોત્તર કર્મલધુતા થતી જ રહે અને સર્વ કર્મનો ક્ષય થાય એટલે સિદ્ધગતિ મળે. તો પછી વચ્ચે રત્નત્રયીની અપેક્ષા કેમ રાખો છો ? શું પૂર્વસેવાથી અનુક્રમે મોક્ષ પ્રાપ્ત નહિ થાય ?
આ પ્રશ્નનો ઉત્તર હવે પછીના શ્લોકમાં આપવામાં આવ્યો છે. [४६८] नैवं यत्पूर्वसेवैव मद्वी नो साधनक्रिया ।
सम्यक्त्वादिक्रिया तस्माद् दृढेव शिवसाधनम् ॥८५॥ અનુવાદ : પૂર્વસેવા આદિ મૂદુ હોવાથી મોક્ષ સાધનની ક્રિયા નથી. એટલે સમ્યકત્વાદિ દૃઢ ક્રિયા જ મોક્ષસાધનામાં સમર્થ છે.
વિશેષાર્થ : મોક્ષપ્રાપ્તિ માટે પૂર્વસેવા નામની ક્રિયા જરૂરી છે કે સમ્યકત્વાદિ ક્રિયા ? વસ્તુતઃ બંનેની પોતપોતાના સ્થાને જરૂર છે, પરંતુ તે બંનેની ક્ષમતાનો પણ વિચાર કરવો જોઈએ. પૂર્વસેવા મૂદુ ક્રિયા છે અને સમ્યક્ત્વાદિ ક્રિયા દઢ છે, સબળ છે. મોક્ષમાર્ગ માટે આરંભ કરનાર માર્ગાનુસારી બાળ જીવો
૨૫૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org