________________
અધ્યાત્મસાર
માટે તેમની રુચિ અને શક્તિ અનુસાર કોમલ ક્રિયા જરૂરી છે. સદાચારની આ બધી અચળ ક્રિયાઓ ‘પૂર્વસેવા તરીકે ગણાય છે. પરંતુ જીવે ત્યાં જ નથી અટકી રહેવાનું. ત્યાંથી ઘણું આગળ વધી સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્મચારિત્ર રૂપી રત્નત્રયીની આરાધના કરવાની છે. આ ક્રિયા દઢ છે. મોક્ષપ્રાપ્તિ માટે તેની જ અનિવાર્યતા છે. મોક્ષ અપાવવાનું સામર્થ્ય તેનામાં જ છે. ભારે ઘાતી કર્મોનો ક્ષય કરવાની તાકાત પૂર્વસેવામાં નહિ પણ રત્નત્રયીમાં છે, કારણ કે યુદ્ધમાં બળવાન યોદ્ધાની જેમ તે કામ કરે છે. માટે ફક્ત પૂર્વસેવા નહિ, રત્નત્રયીની આરાધનાની પણ અનિવાર્યતા છે. [૪૯] TUT: પ્રાદુર્મવન્વેન્ચર થવા વર્ષનાવવાન્ !.
तथाभव्यतया तेषां कुतोऽपेक्षानिवारणम् ॥८६॥ અનુવાદ : અથવા ઉચ્ચ ગુણો કર્મલાઘવથી ઉત્પન્ન થાય છે કારણ કે તથાભવ્યતા જ તેવી છે એમ કહેશો તો પણ હેતુની અપેક્ષાનું નિવારણ ક્યાંથી થવાનું? ' વિશેષાર્થ : આગળના બે શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. પૂર્વપક્ષ એમ પ્રશ્ન કરે છે કે મોક્ષપ્રાપ્તિમાં સમ્યગદર્શનાદિ રત્નત્રયીની અપેક્ષા શા માટે રાખો છો?
તેના ઉત્તરમાં અહીં કહેવાયું છે કે રત્નત્રયીની અપેક્ષા ટાળવાની શી જરૂર છે ? કારણ કે એ તો અવશ્ય જોઈશે જ. ભવ્ય જીવોને પોતાની ભવ્યતાનો પરિપાક થાય એટલે કર્મલધુતા થાય જ. હવે આ કર્મલઘુતા પ્રાપ્ત થાય એટલે રત્નત્રયીના ઉચ્ચ ગુણોનો અવશ્ય પ્રાદુર્ભાવ થવાનો જ. એ જો પ્રગટ ન થાય તો આગળ વધીને મોક્ષગતિ સુધી પહોંચી ન શકાય. એ જ પ્રગટ થાય તો જ મોક્ષગતિ સુધી પહોંચી શકાય. આમ એ ઉચ્ચ ગુણોના પ્રગટીકરણ માટે તથાભવ્યતારૂપી હેતુ તો વચ્ચે આવ્યો જ. એટલે એનું (હેતુનું) નિવારણ ક્યાંથી થઈ શકે ? વસ્તુતઃ માર્ગાનુસારિતાથી મોક્ષપ્રાપ્તિ સુધીની યાત્રામાં રત્નત્રયીની આરાધના એ મોટું મથક છે. એને બાજુ પર રાખીને આગળ વધી શકાય એવું નથી. [४७०] तथाभव्यतयाक्षेपाद् गुणा न च न हेतवः ।
अन्योन्यसहकारित्वाद् दंडचक्रभ्रमादिवत् ॥८७॥ અનુવાદ : ગુણો તો તથાભવ્યતાથી પ્રગટે (ખેંચાઈ આવે) છે. તેઓ (ગુણો) મોક્ષના હેતુઓ નથી એમ નહિ કહી શકાય, જેમ (ઘટને વિશે) દંડ, ચક્ર, ભ્રમણ વગેરે અન્યોન્ય સહકારી હતુઓ) છે તેમ. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહેવાયું છે.
કોઈ પ્રશ્ન કરે કે જો રત્નત્રયીને સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રને જ મોક્ષપ્રાપ્તિના મુખ્ય હેતુ તરીકે ગણો છો, તો પછી એના નિર્દેશને જ મુખ્ય ગણો. પછી તથાભવ્યતા, કર્મલાઘવ વગેરેની વાતને ઉચ્ચારવાની જરૂર જ શી ?
ગ્રંથકારશ્રી એના ઉત્તરમાં કહે છે કે રત્નત્રયી ઉપર આટલો બધો ભાર મૂકવામાં આવે છે એનો અર્થ એ નથી કે તથાભવ્યતા, કર્મલાઘવ, પૂર્વસેવા વગેરેનું મૂલ્ય નથી. એનું પણ ઘણું મૂલ્ય છે.
૨૬૦,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org