________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
તથાભવ્યતાના પરિપાકથી તો કેટલા બધા ઉત્તમ ગુણો ખેંચાઈને આવે છે. એ બધા ઉચ્ચ ગુણો મોક્ષપ્રાપ્તિ માટે હેતુરૂપ નથી એમ અમારું કહેવું નથી જ. એ પણ હેતુરૂપ જ છે. વસ્તુતઃ આ બધા ગુણો અન્યોન્યના સહકારથી મોક્ષપ્રાપ્તિનું કાર્ય કરે છે. ઘડો બનાવવામાં માત્ર માટીની જ જરૂર છે એમ નથી, કુંભારનો ચાકડો, દાંડો, ચાકડાનું ફરવું એ બધાં કારણો પરસ્પર સહકાર કરે તો જ ઘડાનું નિર્માણ થાય છે.
[४७१] ज्ञानदर्शनचारित्राण्युपायास्तद्भवक्ष
एतन्निषेधकं वाक्यं त्याज्यं मिथ्यात्ववृद्धिकृत् ॥८८॥
અનુવાદ : એટલે ભવ(સંસાર)ના ક્ષય માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ઉપાયો છે. એનો નિષેધ કરનારું વાક્ય, મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર હોવાથી ત્યાજ્ય છે.
વિશેષાર્થ : આત્માના છઠ્ઠા પદ ‘મોક્ષનો ઉપાય છે’ એની આ રીતે સિદ્ધિ થાય છે. આ બધી વિચારણાને અંતે એટલું તો નિશ્ચિત થાય છે કે જન્મમરણના ચક્રમાંથી જીવનો મોક્ષ થાય છે અને મોક્ષનો ઉપાય પણ છે. મોક્ષનો ઉપાય તે રત્નત્રયીની આરાધના છે. આ રત્નત્રયી એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર. વાચક ઉમાસ્વાતિએ કહેલું સૂત્ર જ લક્ષમાં રાખવા યોગ્ય છે કે સમ્યÁનજ્ઞાન પારિત્રાળિ મોક્ષમાર્ગ:। જે જીવ આ રત્નત્રયીની આરાધના કરે છે એ પોતાની ભવપરંપરાનો સદંતર ક્ષય કરી શકે છે, અર્થાત્ સંસારસાગરને તરી જાય છે અને મોક્ષગતિ પામે છે.
હવે મોક્ષના ઉપાયની ચાવી જો હાથમાં આવી ગઈ હોય અને તેમાં યથાર્થ શ્રદ્ધા બેઠી હોય તો તેવા જીવે ‘મોક્ષ જેવું કંઈ છે નહિ’ કે ‘મોક્ષનો કોઈ ઉપાય નથી' અથવા ‘મોક્ષની શી જરૂર છે ? સંસારનું સુખ જ સાચું સુખ છે' – એવાં એવાં મોક્ષનો નિષેધ કરનારાં વાક્યોથી ભોળવાઈ જવું ન જોઈએ. એટલું નિશ્ચિત સમજવું કે જ્યાં સુધી મિથ્યાદર્શન પ્રત્યેનાં રાગ અને શ્રદ્ધા જશે નહિ ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે નહિ. માટે મિથ્યાત્વની વૃદ્ધિ કરનારાં વાક્યોનો સુજ્ઞ જીવે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે.
[૪૭૨] મિથ્યાત્વસ્થ પવાચેતાવ્યુમૃખ્યોત્તમથીધના:।
भावयेत्प्रातिलोम्येन सम्यक्त्वस्य पदानि षट् ॥८९॥
અનુવાદ : ઉત્તમ બુદ્ધિરૂપી ધનવાળાએ મિથ્યાત્વનાં આ પદોને ત્યજીને તેનાથી ઊલટાં એવાં સમ્યક્ત્વનાં છ પદોની ભાવના કરવી.
વિશેષાર્થ : મિથ્યાત્વ જાય તો સમ્યક્ત્વ આવે. મિથ્યા માન્યતા જાય તો મિથ્યાત્વ જાય. મિથ્યા માન્યતા વિવિધ પ્રકારની હોય છે. એટલે મિથ્યાત્વના પણ પચીસ જુદા જુદા પ્રકારો શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. સુદેવ, સુગુરુ અને સુધર્મને ન માનવાં અને કુદેવને સુદેવ માનવા, કુગુરુને સુગુરુ માનવા કે કુધર્મને સુધર્મ માનવો એમાં પણ મિથ્યાત્વ રહેલું છે. મિથ્યાત્વ એટલે અજ્ઞાન. આ અજ્ઞાન જીવને સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક થાય છે. પરિણામે મિથ્યાત્વયુક્ત જીવ મોક્ષપ્રાપ્તિ ક્યારેય કરી શકતો નથી. શાસ્ત્રકારોએ આત્મા અને મોક્ષપ્રાપ્તિની દૃષ્ટિએ છ મુખ્ય પદ અથવા સ્થાન નક્કી કર્યાં છે. એને
Jain Education International2010_05
૨૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org