________________
પ્રબંધ પહેલો
અધિકાર પહેલો 2 અધ્યાત્મમાહાર અધિકાર :
[૧] Dાનતઃ શ્રીમાનતાના મનન્દનઃ |
उद्दधार युगादौ यो जगदज्ञानपङ्कतः ॥१॥ અનુવાદ : ઇન્દ્રોની શ્રેણી વડે નમસ્કાર કરાયેલા, શ્રીયુક્ત, નાભિ રાજાના પુત્ર, આ યુગના આદિકાળમાં અજ્ઞાનરૂપી કાદવમાંથી જગતનો ઉદ્ધાર કરનાર (શ્રી ઋષભદેવ ભગવાન) આનંદ પામો.
વિશેષાર્થ : પ્રાચીન ભારતીય ગ્રંથપરંપરા પ્રમાણે ગ્રંથકર્તા પોતાની કૃતિનો આરંભ પોતાનાં ઇષ્ટ દેવદેવીને નમસ્કાર કરીને, તેઓની આશિષ માગીને કરે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના આ “અધ્યાત્મસાર' નામના ગ્રંથનો પ્રારંભ કરતી વખતે સૌ પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કર્યા છે. ઉપાધ્યાયજી મહારાજે પોતાની કેટલીક કૃતિઓનો આરંભ છે શબ્દથી કર્યો છે. હું નમ: | એ સરસ્વતી દેવીની ઉપાસના માટેનો મંત્ર છે. પોતાને અત્યંત પ્રિય એવા આ મંત્રની ઉપાસના કરીને પોતે સરસ્વતીદેવીનો સાક્ષાત્કાર કર્યો હતો એવો નિર્દેશ એમણે પોતે જ પોતાની “મહાવીર સ્તુતિ'ની વૃત્તિમાં કરેલો છે.
ઇન્દ્રો એટલે સૌધર્મ વગેરે દેવલોકના સ્વામીઓ. શ્રેણી એટલે પંક્તિ અથવા સમૂહ. તેઓના વડે નમસ્કાર કરાયેલા એવા શ્રી ઋષભદેવ ભગવાન કેવા છે ? તેઓ શ્રીમાનું અથવા શ્રીયુક્ત છે. શ્રી એટલે લક્ષ્મી. તીર્થંકર પરમાત્માની લક્ષ્મી એટલે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી, અષ્ટ પ્રાતિહાર્યરૂપી લક્ષ્મી, ચોત્રીશ અતિશયરૂપી લક્ષ્મી. કવિએ આ શ્લોકમાં “ઋષભ દેવ' એવો શબ્દનિર્દેશ કર્યો નથી, પરંતુ તેમની ઓળખ નાભિનંદન તરીકે આપી છે. નંદન એટલે પુત્ર. નાભિરાજા–નાભિ કુલકરના પુત્ર એવા ઋષભદેવ ભગવાને આ અવસર્પિણીમાં, યુગના આરંભમાં અજ્ઞાનરૂપી કાદવમાં રહેલા લોકોને પોતાની દિવ્ય વાણી વડે ઉપદેશ આપીને તેમનો ઉદ્ધાર કર્યો. તેમણે લોકોને અસિ, મસિ અને કૃષિની વિદ્યા શીખવી તથા વ્યવહારજીવનની ઉપયોગિતા સમજાવીને સંસ્કારી બનાવ્યા. આ રીતે ત્રીજા આરાને અંતે સંસ્કારયુગનો આરંભ એમના થકી થયો હતો.
તીર્થકરપદ પ્રાપ્ત થવાને લીધે દેવોને માટે અને દેવોના ઇન્દ્રોને માટે પણ જે નમસ્કાર કરવા યોગ્ય થયા એવા શ્રી ઋષભદેવ સ્વામી આનંદ પામો, જય પામો, જયવંત બનો. આવી મંગલસ્તુતિ સાથે કવિએ આ સમર્થ, રહસ્ય-બોધક આધ્યાત્મિક ગ્રંથનું મંગલાચરણ કર્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનો અધ્યાત્મસાર' નામનો આ ગ્રંથ સાધકમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં સહાયરૂપ બની રહે એવી ભાવનાની દૃષ્ટિએ ગ્રંથના આ મંગલાચરણમાં સૂક્ષ્મ ઔચિત્ય રહેલું છે.
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org