________________
અધ્યાત્મસાર
[૨] શ્રીશાન્તિરતાન્તિfમહૂદ્ધિવિનાં મૃતા ચ્છનઃ |
गावः कुवलयोल्लासं कुर्वते यस्य निर्मलाः ॥२॥ અનુવાદ : જેમને મૃગનું લાંછન છે અર્થાતુ જેઓ ચન્દ્રસમાન છે અને જેઓની નિર્મળ વાણી કુવલયને ઉલ્લાસવાળી કરે છે એવા શ્રી શાન્તિનાથ ભગવાન ભવ્ય જીવોના સંતાપને હરનારા થાઓ !
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ બીજા શ્લોકમાં સોળમા તીર્થંકર શ્રી શાન્તિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. આ શ્લોકમાં શાન્તિ, મૃગલાંછન, ગાવઃ, કુવલય, નિર્મળ વગેરે શબ્દો એમણે શ્લેષસહિત વિશિષ્ટ અર્થમાં પ્રયોજયા છે. સોળમા શ્રી શાન્તિનાથ ભગવાનનું લાંછન છે મૃગ. મૃગ એટલે હરણ, ચન્દ્રમામાં પણ હરણ છે. એટલે મૃગલાંછનનો અર્થ થાય છે ચંદ્ર; ગો અથવા ગાવ એટલે વાણી અને ગો એટલે કિરણો; કુવલય એટલે કુમુદિની અને કુવલય એટલે પૃથ્વી. ચંદ્ર જેમ પોતાનાં નિર્મળ કિરણો વડે કુમુદિનીને ઉલ્લસિત એટલે કે વિકસિત કરે છે તેમ શ્રી શાન્તિનાથ ભગવાનની વાણી પૃથ્વીમંડળને ઉલ્લસિત કરે છે. ચંદ્ર જેમ પોતાનાં શીતલ કિરણો વડે પ્રાણીઓના તાપને હરે છે તેમ શ્રી શાન્તિનાથ ભગવાન ભવ્ય જીવોના સંતાપને હરનારા છે. શ્રી શાન્તિનાથ ભગવાન અવતર્યા તે સમયે લોકોમાં મરકી વગેરે રોગો શાન્ત થયા હતા. એટલા માટે તેઓ લોકોના સંતાપને હરનારા કહેવાય છે. વળી તેઓ પોતાની નિર્મળ વાણી વડે લોકોના અજ્ઞાનરૂપી અંધકારના દોષોને દૂર કરનારા હતા.
આમ, આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનની સ્તુતિ કરવા સાથે યથોચિત અર્થગર્ભિત શબ્દો વડે એમનો મહિમા પણ દર્શાવ્યો છે.
[૩] શ્રી વેદ્ય નિરં સ્તકિ મુવ યશસેવ યઃ |
_____मारुतेन मुखोत्थेन पाञ्चजन्यमपूपुरत् ॥३॥
અનુવાદ : જેમણે પોતાના યશ વડે ત્રિભુવનને જાણે ભરી દીધું હોય તેમ પોતાના મુખમાંથી નીકળેલા વાયુ વડે પાંચજન્ય શંખને ફેંક્યો હતો એવા, શિવાદેવી માતાના પુત્ર, શ્રી નેમિનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું.
વિશેષાર્થ : બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાને છદ્મસ્થ અવસ્થામાં શ્રીકૃષ્ણનો પાંચજન્ય નામનો શંખ, જાણે રમત વાત હોય તેમ પોતાની રેંકથી વગાડ્યો હતો. શંખનાદ કરવા માટે શંખને મુખના પવનથી ભરવો પડે. સામાન્ય શંખ ફૂંકીને ધ્વનિ કાઢવા માટે પણ શ્રમ પડે છે, તો પાંચજન્ય શંખ માટે કેટલી બધી તાકાત જોઈએ ! નેમિનાથ ભગવાને એ પાંચજન્ય શંખ ફૂંકીને પોતાના પરાક્રમ વડે લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા હતા. એ નેમિનાથ ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના શંખ જેવા ઉજ્જવલ યશ વડે આ જગતને ભરી દીધું હતું. એવા શ્રી નેમિનાથ જિનેશ્વરની હું સ્તુતિ કરું છું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org