________________
પ્રબંધ પહેલો, અધિકાર પહેલો ઃ અધ્યાત્મમાહાસ્ય અધિકાર
[४] जीयात्फणिफणप्रान्त संक्रान्ततनुरेकदाः ।
उद्धर्तुमिव विश्वानि श्रीपार्थो बहुरूपभाक् ॥४॥ અનુવાદ : સર્પની ફણાના અગ્રભાગમાં એક જ સમયે જેમના શરીરનાં અનેક પ્રતિબિંબો પડેલાં છે અને તેથી જાણે કે ત્રણ જગતનો ઉદ્ધાર કરવા માટે જેમણે ઘણાં રૂપ ધારણ કર્યા હોય એવા જણાય છે એ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તો. ' વિશેષાર્થ : એક વખત કમઠ નામના અસુરે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન ઉપર મૂશળધાર વૃષ્ટિ સહિત ઘણા ઉપસર્ગો કર્યા. તે સમયે ભગવાન પ્રત્યેના ભક્તિભાવને કારણે ધરણેન્દ્ર દવે સર્પનું રૂપ ધારણ કરીને ભગવાનના મસ્તક ઉપર છત્રના આકારે પોતાની ફણાઓ ફેલાવી. એ ફણાઓના અગ્રભાગમાં રહેલા પ્રત્યેક મણિમાં પ્રતિબિંબિત થયેલી ભગવાનની આકૃતિ જુદા જુદા દૃષ્ટિકોણને કારણે જુદાં જુદાં રૂપવાળી દેખાતી હતી. કવિ ઉસ્પેક્ષા કરે છે કે ભગવાને જગતના ઉદ્ધારને માટે જાણે કે જુદાં જુદાં રૂપ ધારણ કર્યા ન હોય ! એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જયવંતા વર્તો. [૫] નવીનન્દન સ્વામી નથતિ જ્ઞાતિનજૂનઃ .
उपजीवन्ति यद्वाचमद्याऽपि विबुधाः सुधाम् ॥५॥ અનુવાદ : જગતને આનંદ આપનારા તથા જેમની વાણીરૂપી અમૃતને વિબુધો અદ્યાપિ સેવે છે એવા જ્ઞાતનંદન (શ્રી મહાવીર સ્વામી) જયવંતા વર્તે છે. ' વિશેષાર્થ : જ્ઞાતનંદન એટલે જ્ઞાત નામના વંશમાં ઉત્પન્ન થયેલા. સિદ્ધાર્થ રાજા જ્ઞાત વંશના હતા. સિદ્ધાર્થ રાજાના પુત્ર ચોવીસમા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી સમગ્ર જગતના જીવોને આનંદ પમાડનારા છે. વિબુધ એટલે પંડિત અથવા પ્રાજ્ઞ પુરુષ. વળી વિબુધ એટલે દેવ. ભગવાન મહાવીર સ્વામીની વાણી જેમ દેવોને માટે સુધામય છે તેમ પંડિત પુરુષો માટે પણ અમૃત સમાન છે. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે ભવ્ય જીવોના આત્મકલ્યાણ માટે જે દેશના આપી હતી તે મૃતપરંપરા દ્વારા આજ દિવસ સુધી ચાલી આવી છે. પદાર્થનું યથાર્થ સ્વરૂપ બતાવનારી, યથાર્થ બોધ કરનારી અને સર્વ સંશયો દૂર કરનારી એવી ભગવાનની દિવ્ય વાણીને પંડિતો આજ દિવસ સુધી સેવી રહ્યા છે. એવા શ્રી મહાવીર સ્વામી વિજયવંત વર્તો ! [૬] પ્રતાનજીનપિ વિનાન્નમય ગુરૂનg |
अध्यात्मसारमधुना प्रकटीकर्तृमुत्सहे ॥६॥ અનુવાદ : આ અને અન્ય જિનેશ્વરોને અને ગુરુવર્યોને નમસ્કાર કરીને “અધ્યાત્મસાર' નામના શાસગંથને પ્રગટ કરવા હું હવે ઉત્સાહવંત થાઉં છું.
વિશેષાર્થ : શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી એ પાંચ તીર્થંકર પરમાત્માની સ્તુતિ કર્યા પછી ગ્રંથકાર અન્ય સર્વ તીર્થકરો અને ગુરુવર્યોને પણ નમસ્કાર કરે
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org