________________
અધ્યાત્મસાર
છે. નમસ્કાર પછી ગ્રંથપ્રયોજન દર્શાવવાની પ્રણાલિકા છે. ગ્રંથકાર કહે છે કે “હવે હું અધ્યાત્મસાર નામના ગ્રંથને પ્રગટ કરવા માટે ઉત્સાહવત થઈને ઉદ્યમ કરીશ.” અહીં ગ્રંથના નામનો નિર્દેશ થઈ જાય છે. અધ્યાત્મ એટલે અધિ + આત્મ. આત્માને લક્ષીને અથવા આત્માનો આશ્રય કરીને જે વિચારણા થાય તે અધ્યાત્મ. શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન, મનન, નિદિધ્યાસન થાય તે અધ્યાત્મ. આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય અને ક્રમ બતાવે તે અધ્યાત્મ. એવા અધ્યાત્મના સારરૂપ પરમાર્થને પ્રકાશનારા શાસ્ત્રની રચના કરવા માટે ગ્રંથકાર ખૂબ ઉત્સાહિત છે. ગ્રંથકાર આ ગ્રંથની રચના કોઈકની આજ્ઞાને કારણે કે શુષ્ક ફરજ રૂપે નથી કરતા, પણ અંતરની ફુરણાથી બહુ જ ઉત્સાહમાં આવીને કરવા તૈયાર થયા છે. અંતરના ઉત્સાહથી કરેલું કામ દીપી ઊઠે છે. એથી દેખીતી રીતે જ ગ્રંથ સમર્થ અને પ્રાણવાન બની શકે છે. [] શાસ્ત્રીત્ પરિતાં સર્વ પ્રવીયાષ્ય થીમતીમ્ |
इहानुभवयोगाच्च प्रक्रियां कामपि बुवे ॥७॥ અનુવાદ : શાસ્ત્રથી, ગીતાર્થ પુરુષોના સંપ્રદાયથી અને અનુભવના યોગથી સારી રીતે પરિચિત થયેલી એવી કોઈક પ્રક્રિયા વિશે હું કહું છું.
વિશેષાર્થ : જેમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રના આરંભમાં કહ્યું છે તેમ અહીં ઉપાધ્યાયજી મહારાજ “અધ્યાત્મસાર” ગ્રંથના આરંભમાં કહે છે કે “શાસ્ત્રગ્રંથોના અધ્યયનથી તથા ગીતાર્થ ગુરુવર્યોના સંપ્રદાયમાં અવિચ્છિન્ન પરંપરાથી ચાલી આવેલા આમ્નાયોથી તથા મારા પોતાના સ્વાનુભવના યોગથી સારી રીતે પરિચિત એવી પ્રક્રિયા વિશે શું કહેવા ઇચ્છું છું.” અધ્યાત્મની પ્રત્યેક વાતને શાસ્ત્રની સંમતિ હોવી એ પ્રથમ આવશ્યકતા છે. અધ્યાત્મની કે કોઈ પણ ક્ષેત્રમાં શાસ્ત્રથી વિપરીત નિરૂપણમાં ઘણાં ભયસ્થાનો રહેલાં છે. બીજી બાજુ બધી જ નાની નાની વિગતોને શાસ્ત્રમાં અવકાશ ન પણ મળ્યો હોય. શાસ્ત્રમાં સંક્ષેપમાં કહેલી વાતો ગુરુભગવંતો પાસે મૌખિક પરંપરા દ્વારા વધુ ખુલાસા સાથે જાણવા મળે. ગુરુભગવંતોની પરંપરામાં તે અનુભવમાંથી પાર પડેલી હોય. અધ્યાત્મનું ક્ષેત્ર એટલું વિશાળ છે અને તેમાં અનુભવોની તરતમતાનું વૈવિધ્ય એટલું બધું હોય છે કે જેઓને પોતાને તેવો કાંઈક અનુભવ હોય તેઓ જ તેને વિશે અધિકારપૂર્વક સવિશેષપણે વાત કરી શકે. સ્વાનુભવપ્રતીતિ વિના જેઓ આ વિષયમાં વાત કરે તે તો જાણે ઊછીની લીધેલી વાત કરતા હોય તેવું લાગે. ઉપાધ્યાયજી મહારાજ, પૂર્વસૂરિઓની જેમ, શાસ્ત્ર, ગુરુપરંપરા અને સ્વાનુભવ એ ત્રણેના સમન્વયસહિત વિનયપૂર્વક આ વિષયમાં કિંચિત્ પ્રકાશ પાડવા ઇચ્છે છે. કિંચિત્ એટલા માટે કે આ વિરાટ વિષયમાં નિઃશેષ કથન તો સર્વજ્ઞ સિવાય કોઈ જ ન કરી શકે. વળી કિંચિત્ કહેવામાં ગ્રંથકારની પોતાની પ્રામાણિકતા અને વિનમ્રતા પણ જણાઈ આવે છે. [८] योगिनां प्रीतये पद्यमध्यात्मरसपेशलम् ।
भोगिनां भामिनीगीतं संगीतकमयं यथा ॥८॥ અનુવાદ: જેમ સ્ત્રીનું સંગીતમય ગીત ભોગી પુરુષોની પ્રીતિ માટે થાય છે તેમ અધ્યાત્મરસથી મનોહર એવું આ પદ્ય યોગીજનોની પ્રીતિ માટે થાય છે.
For Private & Personal Use Only
Jain Education International 2010_05
. www.jainelibrary.org