________________
પ્રબંધ પહેલો, અધિકાર પહેલો : અધ્યાત્મમાહાસ્ય અધિકાર
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે “યોગીઅને ‘ભોગી” એ બે પરસ્પર વિરુદ્ધ એવા શબ્દોનો પ્રાસ મેળવી તે બંનેના જુદા જુદા પ્રકારના રસને માટે અહીં ઉપમા પ્રયોજી છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પંચેન્દ્રિયના વિષયોમાં લુબ્ધ એવા ભોગીજનોને વાદ્ય, નૃત્ય, સંગીત ઇત્યાદિ સાથેના સ્ત્રીઓના ગીતથી જેમ આનંદ ઊપજે છે તેમ અધ્યાત્મરસની વાતો સાંભળવાથી યોગીપુરુષોને આનંદ ઊપજે છે. અલબત્ત, આ બંને પ્રકારના આનંદ વચ્ચે ઘણો તફાવત છે. મોક્ષમાર્ગ અને અધ્યાત્મની દષ્ટિએ વિચારીએ તો એક આનંદ પૂલ સપાટી ઉપરનો છે. જીવને તે અધોગતિ તરફ લઈ જાય છે. બીજા પ્રકારનો એટલે કે અધ્યાત્મરસનો આનંદ સૂક્ષ્મ અને ઉચ્ચ પ્રકારનો છે. યોગ્ય એવા જીવને તે ઊર્ધ્વગતિમાં લઈ જનારો નીવડે છે.
[C] कान्ताधरसुधास्वादाचूनां यज्जायते सुखम् ।
बिन्दुः पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ॥९॥ અનુવાદ : યુવાન પુરુષોને સ્ત્રીના અધરામૃતના આસ્વાદથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદના સુખસાગર પાસે એક બિંદુ માત્ર છે.
વિશેષાર્થ : કામાસક્ત યુવાનોને સ્ત્રીના અધરપાનમાં જાણે અમૃત જેવો આસ્વાદ અનુભવાતો લાગે છે. વસ્તુતઃ તે ઇન્દ્રિયજન્ય, સ્થૂલ આનંદ છે. તે મોહનીય કર્મના ઉદયે માત્ર શાતારૂપ અનુભવાય છે. એ જ સ્ત્રી પ્રત્યે અપ્રીતિ થતાં તેના અરપાનની ઇચ્છા થતી નથી, બલકે તે માટે અભાવ, અરુચિ થાય છે, સૂગ ચડે છે. કામભોગનો આનંદ ઇન્દ્રિયાધીન, પૂલ, અલ્પકાલીન અને અસ્થિર હોય છે. તેનો અતિભોગ શારીરિક અને માનસિક વિપરીત પરિણામ આણે છે. અધ્યાત્મનો આનંદ સૂક્ષ્મ, સ્વાધીન, ઇન્દ્રિયાતીત, ચિરકાલીન અને આત્માને ઉજ્જવળ બનાવનારો હોય છે. જેમણે અધ્યાત્મનો સાચો આનંદ માણ્યો છે તેમને ઇન્દ્રિયપરસ્ત કામભોગનો આનંદ સાવ નીરસ, તુચ્છ, નિરર્થક અને હેય લાગે છે. આધ્યાત્મિક આનંદ અને ઇન્દ્રિયજન્ય આનંદ એ બે વચ્ચે સરખામણી કે તુલના કરવી વ્યર્થ છે. તેમ છતાં કહેવું હોય તો કહી શકાય કે આત્માના સાચા સુખના સાગર પાસે કામભોગનો આનંદ એક બિંદુ સમાન છે. આમ દર્શાવીને ઉપાધ્યાયજી મહારાજ સૂચન કરે છે કે જેઓને અધ્યાત્મરસના મહાસાગરમાં ડૂબકી મારવી છે તેઓએ સૌ પ્રથમ વિષયસુખથી નિવૃત્ત થઈ જવું જોઈએ, કારણ કે જીવનમાં મન, વચન અને કાયાના નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પ્રતિષ્ઠિત કર્યા વિના અધ્યાત્મની ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકતી નથી.
[૧૦] અધ્યાત્મશશ્નિસંપૂત સંતોષમુનિન: |
गणयन्ति न राजानं न श्रीदं नापि वासवम् ॥१०॥ અનુવાદ : અધ્યાત્મશાસથી ઉત્પન્ન થયેલા સંતોષરૂપી સુખથી શોભતા યોગીજનો પછી રાજને, કુબેરને કે ઈન્દ્રને પણ ગણતા નથી. ' વિશેષાર્થ : સામાન્ય માણસોની સુખની કલ્પના ધનલક્ષ્મી, સગવડનાં સાધનો, કંચન, કામિની અને
Jain Education Intemational 2010_05
al . 2010.06
For Private & Personal Use Only
For private
aromas Ulis only
www.jainelibrary.org