________________
અધ્યાત્મસાર
પુત્ર-પરિવારમાં સમાઈ જાય છે. રાજા પાસે વૈભવ અને સત્તા હોય છે. કેટલાયે યાચકોની ઇચ્છાને તે પૂર્ણ કરે છે. કુબેર ધનના ભંડારી ગણાય છે. તે ‘શ્રીદ’ એટલે લક્ષ્મી આપનાર છે. એટલે દરિદ્ર માણસો એની પ્રાર્થના કરે છે. ઇન્દ્ર દેવોનો સ્વામી છે. અન્ય દેવો જેની આજ્ઞામાં હોય એવા ઇન્દ્રના સુખની તો વાત જ શી કરવી ? પરંતુ તૃષ્ણામાં દુઃખ છે અને સંતોષમાં સુખ છે. તૃષ્ણાનો કોઈ અંત નથી. છેવટે તો તેમાં દુ:ખી જ થવાનું છે. આમ છતાં સામાન્ય માણસો રાજા, કુબેર કે ઇન્દ્રને બહુ મોટા ગણે છે અને તેમની પાસેથી ઐશ્વર્ય અને સમૃદ્ધિનું ઉત્તમ પ્રકારનું સુખ મેળવવાની સ્પૃહા રાખે છે અથવા પોતે રાજા, કુબેર કે ઇન્દ્ર બનવાનું સ્વપ્ર સેવે છે. પરંતુ રાજાનું ચિત્ત બહુ વ્યગ્રતાવાળું, શત્રુના ભયથી વ્યાકુળ હોય છે. ઘણી ૠદ્ધિ અને ખાનપાનની તથા હરવાફરવાની ઘણી અનુકૂળતાવાળું જીવન હોવા છતાં તેના ચિત્તમાં શાંતિ નથી હોતી. કુબેર ધનપતિ છે અને બીજાને યથેચ્છ લક્ષ્મી આપી શકે છે, પરંતુ તેને પણ ઇન્દ્રને આધીન રહેવું પડે છે. તેના માથે પણ સ્વામી છે. વળી ઇન્દ્ર પણ વિષયાદિક સુખમાં મૈગ્ન હોય છતાં પોતાનું ઇન્દ્રાસન ચાલી ન જાય તે માટે ચિંતાતુર રહે છે. દેવગતિનું સુખ પણ અંતે પૂરું થઈ જવાનું છે. એટલે સાચું સુખ તો અધ્યાત્મરસમાં રહેલું છે. એ સુખનો જેને અનુભવ થાય છે તેને એક પ્રકારનો એવો સંતોષ થાય છે કે તે પછી તેને રાજા, કુબેર કે ઇન્દ્રનું સુખ સાવ તુચ્છ લાગે છે. આમ, ભૌતિક પુદ્ગનિર્ભર સુખો કરતાં અધ્યાત્મરસનું સુખ કેટલું બધું ચિડયાતું છે તે બતાવી ઉપાધ્યાયજી મહારાજે તેનું ગૌરવ દર્શાવ્યું છે તથા તેની ઉપાદેયતા સમજાવી છે.
[૧૧] ય: નિાશિક્ષિત ધ્યાત્મશાસ્ત્ર: પાઽિમિચ્છતિ ।
उत्क्षिपत्यंगुलीं पंगुः स स्वर्दुफललिप्सया ॥११॥
અનુવાદ : જે માણસ ખરેખર અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ વિના પાંડિત્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે તે, કલ્પવૃક્ષનું ફળ મેળવવાની ઇચ્છાથી પંગુ પુરુષ પોતાની આંગળી ઊંચી કરે તેના જેવું છે.
વિશેષાર્થ : શાસ્ત્રો ઘણા પ્રકારનાં છે. શાસ્ત્રાભ્યાસથી પાંડિત્ય પ્રાપ્ત થાય છે. પરંતુ બીજાં ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોવા છતાં જો અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોય તો તેવી વ્યક્તિનું પાંડિત્ય અધૂરું ગણાય. પિંગળશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર વગેરે બધાં શાસ્ત્રો ભૌતિક વિદ્યાને લગતાં છે. આત્મસ્વરૂપના વિષયનાં શાસ્ત્ર તે અધ્યાત્મશાસ્ત્ર. એ શાસ્ત્ર જાણ્યા કે સમજ્યા વિના વિદ્યાઓમાં તેજ ન આવે. બીજાં ભૌતિક શાસ્ત્રોનું જ્ઞાન ઓછુંવત્તું હશે તો પણ ચાલશે, પરંતુ મળેલું મનુષ્યજીવન સાર્થક કરવા માટે તથા આત્મસ્વરૂપના સુખનો અનુભવ કરવા માટે અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસની અનિવાર્યતા છે. એના અભ્યાસ વિના કોઈ વ્યક્તિ ‘પંડિત' બનવા ઇચ્છે તો તે ઉપહાસને પાત્ર બને. કવિએ અહીં સરસ ઉપમા આપી છે. જો કોઈ પંગુ માણસ પોતાના પગની ખોડ હોવા છતાં ઊંચે લટકતા કોઈ વૃક્ષફળને તોડવા હાથ ઊંચો કરે તો તે ઉપહાસપાત્ર બને છે, તો પછી પૃથ્વી ઉપર રહેલો પંગુ માણસ સ્વર્ગલોકમાં રહેલા કલ્પવૃક્ષનું ફળ લેવા માટે એક આંગળી ઊંચી કરે તો તેની શી વાત કરવી ? તેને તે ફળ ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. તેવી રીતે અધ્યાત્મવિદ્યાના અભ્યાસ વિના માણસ સાચા અર્થમાં અપંડિત જ રહે છે.
Jain Education International2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org