________________
પ્રબંધ પહેલો, અધિકાર પહેલો અધ્યાત્મમાહાસ્ય અધિકાર
[૧૨] રામપર્વતભોતિઃ સદાબૂથના:
अध्यात्मशास्त्रमुत्ताल-मोहजालवनानलः ॥१२॥ અનુવાદ : અધ્યાત્મશાસ્ત્ર દંભરૂપી પર્વતને માટે વજ સમાન, મૈત્રીરૂપી સમુદ્રને માટે ચંદ્ર સમાન અને વૃદ્ધિ પામેલા મોહજાળરૂપી વનને માટે અગ્નિ સમાન છે.
વિશેષાર્થ : અધ્યાત્મશાસ્ત્રનું ગૌરવ દર્શાવવા અને એની ઉપયોગિતા સમજાવવા કવિ ઉપાધ્યાયજી મહારાજ અહીં ત્રણ રૂપક પ્રયોજે છે. અધ્યાત્મશાસ્ત્ર વજ જેવું છે, ચંદ્ર જેવું છે અને અગ્નિ જેવું છે. એમાં વજ અને અગ્નિ વિનાશક છે અને ચન્દ્ર સંવર્ધક છે. અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ દંભરૂપી પર્વતની શિલાઓ તોડવામાં વજ જેવો છે. જે વ્યક્તિ અધ્યાત્મ તરફ ગતિ કરે છે તેનામાં સરળતા, નિર્દોષતા, સચ્ચાઈ અવશ્ય આવવા લાગે છે. તેનામાં દંભ, કપટ, માયા, અસત્ય વગેરે ઉત્તરોત્તર ઓછાં થતાં જાય છે. તેના વિષય અને કષાય મંદ થવા લાગે છે. તેની જીવનવિશુદ્ધિ વધતી જાય છે. તેનું મિથ્યાત્વ દૂર થાય છે અને તેનું સમક્તિ નિર્મળ થાય છે.
પ્રાણીમાત્ર પ્રત્યે તેનામાં મૈત્રીભાવ પ્રગટ થાય છે. તેની મૈત્રીનું ક્ષેત્ર ઉત્તરોત્તર વિસ્તરતું જાય છે. અધ્યાત્મશાસ્ત્ર તેના મૈત્રીરૂપી સાગરને માટે ચંદ્ર સમાન બને છે. વળી મોહજાળરૂપી વનને માટે અધ્યાત્મશાસ્ત્ર દાવાનળનું કામ કરે છે. અજ્ઞાન, મિથ્યાત્વ, ક્રોધાદિ કષાયો તથા પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ સહિત નવ નોકષાયો ઇત્યાદિ મોહનીય કર્મની ગીચ ઝાડીને બાળીને ભસ્મ કરવા માટે અધ્યાત્મશાસ્ત્ર દાવાગ્નિનું કામ કરે છે. આમ અધ્યાત્મ શાસ્ત્રની ઉપયોગિતા ચેતનાના વિકાસની દૃષ્ટિએ ઘણી મોટી છે. જે જીવો એ દિશામાં વિકાસ વાંછે છે તેમને માટે અધ્યાત્મશાસ્ત્રો અવશ્ય અધ્યયન કરવા યોગ્ય છે. [૧૩] ૩થ્વી થર્ની સુચ્છ: Fાપ પન્નારે |
अध्यात्मशास्त्रसौराज्ये न स्यात्कश्चिदुपप्लवः ॥१३॥ અનુવાદ : અધ્યાત્મશાસરૂપી સુરાજ્યમાં ધર્મનો માર્ગ સુગમ થાય છે, પાપરૂપી ચોર નાસી જાય છે અને અન્ય કોઈ ઉપદ્રવ થતો નથી.
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે અહીં અધ્યાત્મશાસ્ત્રને માટે એક સારા રાજ્યનું રૂપક પ્રયોજયું છે. સારા રાજ્યમાં રાજા ભલો હોય, પ્રજાપાલક હોય, એના વહીવટમાં ન્યાય અને પ્રામાણિકતા હોય, ચોરડાકુનો ઉપદ્રવ ન હોય તથા પ્રજા નિર્ભય હોય. આ રાજય કેવું છે ? આ રાજયમાં બધા માર્ગો સુગમ છે, સારી રીતે કરાયેલા અને સચવાયેલા છે. ચાલવા માટે તે સરળ છે. આ માર્ગમાં ભૂલા પડવાની કોઈ ચિંતા નથી કે બીજી કોઈ બીક નથી. આ રાજયમાં વહીવટીતંત્ર એટલું મજબૂત અને કાર્યદક્ષ છે કે ચોરો પણ ડરી જઈને રાજ્ય છોડીને ભાગી જાય છે. આ રાજયમાં બીજા કોઈ ઉપદ્રવો નથી. તેવી રીતે અધ્યાત્મરૂપી રાજ્યમાં જે વ્યક્તિ પ્રવેશ કરે છે તેને વ્રતનિયમરૂપી, રત્નત્રયીરૂપી સલામત અને સાચો માર્ગ મળી જાય છે. એને પાપરૂપી, અશુભ કર્મરૂપી ચોરનો ભય રહેતો નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી ઉપદ્રવો તેને સતાવતા નથી. આ રાજયમાં સર્વત્ર સુખ અને શાંતિ પ્રવર્તે છે.
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org