________________
અધ્યાત્મસાર
[૧૪] શ્રેષામધ્યાત્મશાસ્ત્રાર્થ-તત્ત્વ પરિપત રિ |
कषायविषयावेशक्लेशस्तेषां न कर्हिचित् ॥१४॥ અનુવાદ : જેમના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તત્ત્વ પરિણમેલું છે તેમને કષાય અને વિષયોના આવેશનો ફલેશ ક્યારેય થતો નથી.
વિશેષાર્થ : સંસારમાં જીવને ક્લેશ થવાનાં ઘણાં નિમિત્તો છે. એમાં મુખ્યત્વે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો છે અને શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ જેવા ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો છે. સંસારમાં ક્લેશ, સંઘર્ષ, કલહ, યુદ્ધ વગેરે સતત ચાલતાં રહે છે. એમાં મુખ્ય ભાગ ભજવે છે કષાયો. અજ્ઞાન તથા સ્વાર્થને કારણે વખતોવખત અણબનાવ, ક્લેશ કંકાસની સ્થિતિ સર્જાય છે. બીજી બાજુ માણસના ભોગોપભોગની કોઈ મર્યાદા નથી. અસંતોષમાંથી ઘણા અનર્થો સર્જાય છે અને જીવન ક્લેશમય બની જાય છે. આ ક્લેશ શાંત કે નિર્મૂળ ક્યારે થાય ? જ્યારે જીવને સાચી દૃષ્ટિ સાંપડે ત્યારે. અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસથી એ દૃષ્ટિ સાંપડે છે. એથી આત્માર્થી જીવ મન અને ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવવા લાગે છે. ગ્રંથકારે અહીં તત્ત્વની પરિણતિ ઉપર ભાર મૂક્યો છે. એવી પરિણતિ જે સાધકમાં આવે તેને આગ્નવો હેય લાગે છે અને સંવર તથા નિર્જરા ઉપાદેય લાગે છે. અધ્યાત્મશાસ્ત્રનું માત્ર શાબ્દિક પાંડિત્ય ધરાવવું બસ નથી. એનો અર્થ અને એનાં રહસ્યો હૃદયમાં પરિણમવાં જોઈએ. [૧૫] નિય: Hવાર પિતા-પિ પીત્ |
यदि नाध्यात्मशास्त्रार्थ-बोधयोधकृपा भवेत् ॥१५॥ અનુવાદ : જો અધ્યાત્મશાસ્ત્રના અર્થબોધરૂપી યોદ્ધાની કૃપા ન હોય તો કામદેવરૂપી નિર્દય ચાંડાલ પંડિતોને પણ પીડા કરે છે. ' વિશેષાર્થ : અધ્યાત્મશાસ્ત્રના અર્થબોધ વિના જીવને કેટલી બધી હાનિ થાય છે તે સમજાવવા માટે ગ્રંથકારે અર્થબોધને યોદ્ધાનું રૂપક આપ્યું છે અને કામવાસનાને ચાંડાલનું રૂપક આપ્યું છે. ચાંડાલ નીચ જાતિના હોય છે, ક્રૂર અને અધમ હોય છે. પાપકાર્યો કરતાં તેઓ અચકાતા નથી. તક મળે તો તેઓ સારા માણસને લૂંટી લે છે, સતાવે છે. તેઓને કોઈ લજ્જા કે ભય હોતાં નથી. પરંતુ ચાંડાલો રાજાના સુભટોથી ડરતા હોય છે. રાજાના સૈનિકોને જોતાં ચાંડાલો દૂર ભાગી જાય છે અથવા શાંત થઈ જાય છે. કામદેવ પણ ચાંડાલ જેવો છે. તક જોઈને તે માણસના ચિત્તમાં કામવાસના જગાવે છે. કામવાસના જાગે એટલે માણસની લાજ શરમ ઓછી થઈ જાય છે. તેનામાંથી વિવેક ચાલ્યો જાય છે. તે અધમ કૃત્ય કરવા તૈયાર થઈ જાય છે. કામદેવને મન બધા જીવો સરખા છે. તે શ્રીમંત અને ગરીબ, સેવક અને સ્વામી, પંડિત અને મૂર્ખ એવા એવા ભેદ કરતો નથી. દુનિયામાં બહુ ભણેલા પંડિત જેવા માણસો, અરે, કેટલીક વાર તો કહેવાતા મોટા ધર્માચાર્યો કે ઉપદેશકો પણ કામવાસના આગળ લાચાર બની ગયાના દાખલા જોવા મળે છે. કહેવાયું છે કે વર્તવાન ન્દ્રિયગ્રામ: વિષમપિ ઋષતિ | આ કામવાસના રૂપી ચાંડાલની સામે રક્ષણ કોનું મેળવવું? અધ્યાત્મશાસ્ત્રના અર્થબોધરૂપી યોદ્ધાનું મેળવવું. એક વખત હૃદયમાં જો આત્મસ્વરૂપનું ચિંતન ચાલે તો પછી વિષય-કષાય મંદ પડવા લાગે. પછી વિષયવાસના એ વિષની
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org