________________
પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો દંભત્યાગ અધિકાર
વિશેષાર્થ : યતના એટલે જયણા. સંયમી મુનિનો એ મુખ્ય આચાર છે. મુનિઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર યતનાપૂર્વક મુનિજીવન જીવવું જોઈએ. પરંતુ દંભી મુનિઓ પોતાના વેષને વટાવી ખાય છે. વેષથી તેઓને અન્ન, વસ્ત્ર, માનપાન મળે છે. એટલે વેષ તેઓને ઉતારવો ગમતો નથી. વેષ એમને વહાલો છે, પરંતુ વેષને ઉચિત જીવન, ઉચિત આચાર, ઉચિત જયણા તેમને વહાલાં નથી. તેઓ તો જગતને છેતરવા નીકળ્યા છે અને જગત પણ છેતરાય છે. ખરેખર, આ આશ્ચર્યની એક મોટી વાત છે ! [૭૦] તિરધ્યાતિનાબેન છાવિતનનાશ્રવઃ |
तृणाय मन्यते विश्वं हीनोऽपि धृतकैतवः ॥१७॥ અનુવાદ : પોતે ધર્મી છે એવી ખ્યાતિના લાભથી જેમણે પોતાના આશ્રવને ઢાંકી દીધા છે એવા હીન અને હૃદયમાં કપટ ધારણ કરનાર (યતિઓ) વિશ્વને તૃણ સમાન લેખે છે.
વિશેષાર્થ : કેટલાક મુનિ પોતે સાધુના ગુણથી રહિત હોવા છતાં એટલા કુશળ અને બુદ્ધિશાળી હોય છે કે ધર્મના નામે પોતે ઘણી ખ્યાતિ મેળવવાનો પ્રયાસ કરે છે. પોતે બહુ મોટા ધર્માત્મા છે એવી છાપ લોકોમાં ઉપસાવે છે. વસ્તુતઃ તેઓ પોતાના આશ્રવોને, દોષોને, સંતાડવાનો પ્રયાસ કરે છે અને લોકોને છેતરે છે. તેમના હૃદયમાં તો કપટ ભારોભાર ભરેલું હોય છે. તેઓ ગુણહીન હોય છે. શુદ્ધ અધ્યાત્મમાર્ગની દષ્ટિએ તો તેઓ તણખલા બરાબર પણ નથી. છતાં એવા દંભી મુનિઓને ઘણી ખ્યાતિ અને મોટો ભોળો અનુયાયી વર્ગ મળી જતાં એમના અભિમાનનો પાર રહેતો નથી. તેમની ધૃષ્ટતાને હોઈ હદ હોતી નથી. તેઓ જ જાણે સર્વસ્વ છે એવું પ્રતિપાદન કરી આખા જગતને તેઓ તણખલા તરીકે ઓળખાવે છે. અધ્યાત્મમાર્ગમાં દંભી અને કપટી, પણ વ્યવહાર દૃષ્ટિએ ફાવી ગયેલા જબરા સાધુઓની આવી લીલા ચાલતી હોય છે. [૭૧] માત્મોકર્ષાત્તતો રંગી પરેષાં વાપવીતઃ |
बध्नातिकठिनं कर्म बाधकं योगजन्मनः ॥१८॥ અનુવાદ : ત્યાર પછી તેવા દંભી સાધુઓ પોતાના ઉત્કર્ષથી અને બીજાઓનો અપવાદ કરવાથી યોગોત્પત્તિનું બાધક એવું કઠિન કર્મ બાંધે છે.
વિશેષાર્થ : જેઓ પોતાની ખ્યાતિ વધારવાનો પ્રયાસ કરનારા અને જગતને તણખલાની તોલે માનનારા છે એવા અહંકારી દંભી સાધુઓ યોગજન્મનું એટલે કે યોગોત્પત્તિનું બાધક એવું ભારે કર્મ બાંધે છે. મન, વચન અને કાયાના શુભ યોગને બાધક એવું તથા સમાધિયોગને બાધક એવું કર્મ બાંધવાનાં ત્રણ કારણો છે : (૧) એક તો તેઓ દંભી, કપટી સાધુ છે. (૨) વળી તેઓ આત્મશ્લાઘા કરનાર, પોતાનાં ગુણગાન પોતે ગાનાર અને બીજા ભોળા લોકો પાસે ગવડાવનાર હોય છે અને (૩) તેઓ પોતાની મહત્તા વધે એટલા માટે બીજા સાચા, સમર્થ સાધુઓની નિંદા કરીને તેમને ઉતારી પાડનારા હોય છે. પરંતુ આવી આત્મશ્લાઘા અને પરનિંદાથી ભારે કર્મ બંધાય છે અને તે ભવાન્તરમાં તેમને નીચ કુળમાં જન્મ અપાવે છે.
૩૫. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org