________________
અધ્યાત્મસાર
થઈને જણાવવો જોઈએ અને સંવિજ્ઞપાક્ષિક થઈને એટલે કે સંવેગીનો પક્ષ લઈને સાધુસેવામાં તત્પર થઈ જવું જોઈએ. આવી રીતે તેમના જીવનમાંથી દંભ તો નીકળી જવો જોઈએ.
[E७] निर्दभस्यावसन्नस्याप्यस्य शुद्धार्थभाषिणः ।
निर्जरां यतना दत्ते स्वल्पापि गुणरागिणः ॥१४॥ અનુવાદ : મંદ ક્રિયાવાન હોય છતાં નિર્દભ હોય, શુદ્ધ અર્થ કહેનાર હોય અને ગુણાનુરાગી હોય તો એવા મુનિની થોડી પણ યતના નિર્જરા આપે છે.
વિશેષાર્થ : કોઈ કોઈ મુનિ અવસન્ન થઈ જતા હોય છે. અવસગ્ન એટલે અવસાદ પામેલા. અવસાદ એટલે થાક, ગ્લાનિ, હાર. કેટલાક મુનિઓ ક્રિયામાં શિથિલ થઈ ગયા હોય છે. ઉંમર, વ્યાધિ વગેરેને લીધે તેમના શરીરની તેવી સ્થિતિ થઈ ગઈ હોય છે. પરંતુ તેવા મુનિઓ જો નિર્દભ થઈ જાય, પોતાની મર્યાદાઓનો, ત્રુટિઓનો સ્વીકાર કરી લે, વળી શાસ્ત્રના અર્થ શુદ્ધ કહે (નહિ કે પોતાની નબળી સ્થિતિનું સમર્થન કરવા માટે શાસ્ત્રના અર્થને મચડીને કહે) તથા પોતાના કરતાં ચારિત્રપાલનમાં ચડિયાતા અન્ય મુનિઓ હોય તો તેઓના ગુણોના પોતે અનુરાગી રહે તો એવા નિર્દભ અને મંદ ક્રિયાવાળા મુનિઓ થોડી યતના (જયણા) વડે પણ કર્મની સારી નિર્જરા કરી શકે છે.
[૬૮] વ્રતધારાસહત્વે રે વિનતોડધ્યાત્મનઃ કુરમ્ |
दंभाद्यतित्वमाख्यान्ति तेषां नामापि पाप्मने ॥१५॥ અનુવાદ ઃ જેઓ પોતે વ્રતનો ભાર સહન કરી શકે એમ નથી, એવું પ્રગટપણે જાણે છે અને છતાં દંભથી પોતાનું “યતિપણું ઓળખાવે છે તેઓનું તો નામ લેવું એ પણ પાપ છે.
વિશેષાર્થ : કેટલાક મુનિઓ વ્રતનો ભાર સહન કરવાને સમર્થ હોતા નથી. પાંચ મહાવ્રતોનું નવ કોટિએ નિરતિચાર પાલન કરવું એ અત્યંત કઠિન છે. પરંતુ દંભી મુનિઓ પોતે સારી રીતે જાણે છે કે પોતાનાથી વ્રતો સરખી રીતે પળાતાં નથી. તેમ છતાં તેઓ પોતાને બહુ સારા મુનિ તરીકે ઓળખાવે છે. પોતે કેવી સરસ રીતે વ્રતોનું પાલન કરે છે એનાં ગુણગાન કરે છે. આવા દંભી મુનિઓ ભોળા લોકોનો વિશ્વાસ જીતી લઈ પોતાની પાપવૃત્તિઓ ચલાવતા હોય છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આવા શિથિલાચારી, દંભી, શાસનની કુસેવા કરનાર મુનિઓનું નામ લેવું એ પણ પાપ છે. તો પછી તેમને વંદન વગેરે કરવાની તો વાત જ ક્યાં રહી ?
[૬૯] ર્વત કે ન તનાં સમ્યક્ નોચિતામપિ |
तैरहो यतिनाम्नैव दांभिकैर्वंच्यते जगत् ॥१६॥ અનુવાદ : જેઓ કાળને ઉચિત એવી યતના કરતા નથી તેવા દાંભિકો દ્વારા અહો, યતિના નામે આ જગત છેતરાય છે.
૩૪ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org