________________
પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો : દંભત્યાગ અધિકાર
ઉત્પન્ન થાય તો તે જીવલેણ વ્યાધિઓ જીવ લીધા વગર રહે નહિ. વનની અંદર આગ લાગે તો તેને જલદી ઓલવી શકાતી નથી. તે વનનો ઘણો નાશ કરી નાખે છે. દિવસે સૂર્યગ્રહણને કારણે અથવા ઘોર
ત્રિ જેવો અંધકાર ફેલાય તો તે અમંગળ ગણાય છે. કોઈક આપત્તિની એંધાણીરૂપ તે મનાય છે. ગ્રંથનું પઠન કોઈ મૂર્ખ માણસના હાથમાં આવે તો તે અર્થનો અનર્થ કરી નાંખે. સુખના દિવસો હોય, પરંતુ કુટુંબમાં જો કલહ ચાલુ થાય તો સુખ જતું રહે છે. એવી રીતે બીજા વિષયો કે ક્ષેત્રો કરતાં ધર્મના ક્ષેત્રે દંભ ઘણો અનર્થકારી છે. [૬૫] ગત વ ર ય થતું મૂક્નોત્તરમુNTIનનમ્ |
युक्ता सुश्राद्धता तस्य न तु दंभेन जीवनम् ॥१२॥ અનુવાદ : એટલા માટે જ જેઓ (સાધુઓ) મૂળ ગુણ તથા ઉત્તર ગુણને ધારણ કરવા સમર્થ ન હોય તેઓએ સારા શ્રાવક થવું યોગ્ય છે, દંભ વડે તેમનું (સાધુ તરીકે) જીવવું યોગ્ય નથી. ' વિશેષાર્થ : અહીં ગ્રંથકારશ્રીએ ખાસ કરીને સાધુઓ માટે જ શિખામણ આપી છે. જે સાધુઓ ચરણસિત્તરીરૂપ મૂળ ગુણ અને કરણસિત્તરરૂપ ઉત્તર ગુણને ધારણ કરવા માટે સમર્થ ન હોય એટલે કે તેમનાથી ચારિત્રનું ચુસ્ત પાલન ન થતું હોય, અને બીજાને ખબર પડે અથવા ન પડે એવી રીતે ચારિત્રપાલનમાં ઘણી છૂટ લેવી પડતી હોય અથવા લેવાઈ જતી હોય તો તેવા સાધુઓએ દંભ ચાલુ રાખવા કરતાં સારા શ્રાવક થવાનું પસંદ કરી લેવું જોઈએ કે જેથી શ્રાવકના દેશવિરતિવ્રતમાં દોષ આવે નહિ. સાધુ થઈને દંભપૂર્વક જીવવું તેમને માટે યોગ્ય નથી.
સમ્યક્ત્વ સહિત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોની ગણના મૂળ ગુણમાં થાય છે. ચરણસિત્તરી એટલે ચારિત્રના સિત્તેર ભેદોમાં મૂળ ગુણનો સમાવેશ થઈ જાય છે. આ પાંચ મહાવ્રતના પાલન અર્થે સમિતિ, ગુપ્તિ (શ્રાવકો માટે ગુણવ્રત અને શિક્ષાવ્રત) વગેરેની ઉત્તર ગુણમાં ગણના થાય છે. કરણસિત્તરી એટલે કરણના સિત્તેર ભેદોમાં ઉત્તર ગુણનો સમાવેશ થઈ જાય છે. સાધુઓએ પોતાના મૂળ ગુણ અને ઉત્તર ગુણના પરિપાલનમાં ચુસ્ત રહેવું જોઈએ. [૬૬] પરિતું જ યો નિરામથર્ના દેદરાવાન .
संविग्नपाक्षिकः स स्यानिर्दभः साधुसेवकः ॥१३॥ અનુવાદ : જેઓ વ્રત ઉપરના દઢ અનુરાગને કારણે મુનિ લિંગ(વેષ)નો ત્યાગ કરવા સમર્થ ન હોય તેઓએ દંભનો ત્યાગ કરી, સંવિજ્ઞપાક્ષિક’ થઈ સાધુની સેવામાં લાગી જવું જોઈએ.
વિશેષાર્થ : કેટલાક મુનિઓને મુનિપણા માટે, જિનશાસન માટે અત્યંત દઢ અનુરાગ હોય છે. પોતે પચ્ચખાણપૂર્વક મુનિનો વેષ ધારણ કરે છે. પોતાનાથી સંપૂર્ણપણે ચારિત્રપાલન ન થતું હોય તો પણ
ને દીક્ષા છોડવાનું મન થતું નથી, કારણ કે એથી શાસનની અવહેલના થવાનો સંભવ છે. આવી સ્થિતિમાં તેઓએ ગુરુભગવંત કે અન્ય વડીલ ગીતાર્થ સાધુઓ પાસે જઈને પોતાનો વૃત્તાન્ત દંભરહિત
Jain Education Interational 2010_05
૩૩ For Private & Personal Use Only
www.jainelibrary.org