________________
અધ્યાત્મસાર
[૬૨] નાનાના પિ ચંમી રિક્ત વાન્નિશT: નન: .
तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे ॥९॥ અનુવાદ : મૂર્ખ માણસો દંભના પરિણામને જાણવા છતાં તેના ઉપર વિશ્વાસ ધારણ કરીને પગલે પગલે અલના પામે છે.
વિશેષાર્થ : કેટલાક બાલિશ માણસોના મનમાં એટલી જડતા હોય છે કે પોતાના દંભનાં અને બીજાઓના દંભનાં માઠાં પરિણામ તેઓએ જોયાં હોવા છતાં દંભ ઉપરનો તેમનો વિશ્વાસ એવો ને એવો રહ્યા કરે છે. દંભ માટે તેઓ અભિમાન ધરાવે છે. દંભથી તાત્કાલિક કેટલોક લાભ, થોડું સુખ કે થોડીક અનુકૂળતાઓ કે પૂજા-સત્કારાદિ અનુભવવા મળે છે. એટલે તેઓનું દંભ માટેનું આકર્ષણ રહ્યા કરે છે. પોતાનો દંભ કે માયાચાર ખુલ્લો પડી ગયો હોવા છતાં અને એથી પોતાની અવહેલના કે વિડંબના થઈ હોવા છતાં દંભથી પોતાને લાભ તો થાય જ છે એવો વિશ્વાસ ધરાવીને ફરીથી તેઓ દંભાચાર કરતા રહે છે. પરંતુ આવા લોકો ખરેખર અજ્ઞાની છે અને પોતાના આત્માને જ હાનિ પહોંચાડે છે. [૬૩] મો મોદી હિબ્ધ રીક્ષાં માવતીful ____दंभेन यद्विलुंपन्ति कज्जलेनेव रूपकम् ॥१०॥
અનુવાદ : અહો ! મોહનું કેવું માહાભ્ય છે ! પોતાને પ્રાપ્ત થયેલી ભાગવતી દીક્ષાને તેઓ દંભથી નષ્ટ કરી નાખે છે, જેવી રીતે કોઈ કાજળ વડે ચિત્રને બગાડી નાખે તેમ.
વિશેષાર્થ : મોહનીય કર્મનો પ્રભાવ ઘણો પ્રબળ હોય છે. ભલભલા માણસોને તે ભગાડી દે છે. ભાગવતી દીક્ષા એટલે શ્રી જિનેશ્વર ભગવંતે ઉપદેશેલી પ્રવ્રજ્યા. દીક્ષાનો આવો રૂડો અવસર પોતાને મળ્યો હોવા છતાં કેટલાક અજ્ઞાની દંભી મુનિઓ પોતાના માયાવીપણાથી એવી દીક્ષાનો લોપ કરી નાખે છે. અહીં દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે કે જેમ કોઈ સુંદર રૂપક એટલે કે ચિત્ર હોય અને તેના ઉપર પોતે જ કાજળનો કૂચડો ફેરવે તો તેની શી દશા થાય ? તેવી રીતે પોતાને મળેલી આવી ઉત્તમ દીક્ષાની દંભી મુનિઓ વિડંબના કરે છે. તેઓ પોતાનાં વ્રતોને દૂષિત કરી નાખે છે અને પોતાના પવિત્ર દીક્ષિત જીવનને નિરર્થક વેડફી નાખે છે. [૬૪] મને દિમ તન રોનો વને વર્કિને નિશા |
ग्रंथे मौयं कलिः सौख्ये धर्मे दंभ उपप्लवः ॥११॥ અનુવાદ : કમળ ઉપર હિમ, શરીરમાં રોગો, વનની અંદર આગ, દિવસે રાત્રિ, ગ્રંથ વિશે મૂર્ખતા અને સુખમાં કલહ જેમ ઉપદ્રવરૂપ છે તેમ ધર્મમાં દંભ ઉપદ્રવરૂપ છે.
વિશેષાર્થ : આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે ધર્મના ક્ષેત્રે દંભની ઉપદ્રવરૂપ જેવી સ્થિતિ છે તેવી સ્થિતિની સરખામણી કરવા માટે, કેટલાંક સચોટ દષ્ટાન્તો આપ્યાં છે. કમળ કોમળ છે, પરંતુ એના ઉપર હિમ પડે તો કમળ કરમાઈ જાય છે. શરીર બહારથી સુંદર હોય પણ એમાં ભયંકર વ્યાધિઓ
૩૨ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org