________________
પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો : દંભત્યાગ અધિકાર
| વિશેષાર્થ : રસની લંપટતા સહેલાઈથી છોડી શકાય છે. સ્વાદિષ્ટ ભોજનો, મરીમસાલાવાળી વાનગીઓ, દૂધ, ઘીની મીઠાઈઓ વગેરે ભાવતા ખાદ્યપદાર્થો છોડી દેવાનું અઘરું નથી. સ્નાન, વિલેપન, વસ્ત્ર, આભૂષણ વગેરેનો શોખ પણ છોડવો અઘરો નથી. સંગીત, નૃત્ય-નાટક, ઇન્દ્રિયોના વિવિધ વિષયો, કામભોગના વિલાસો વગેરે પણ દઢ મનોબળથી છોડી શકાય છે. પરંતુ પોતાના દોષો બીજા આગળ છતા ન થઈ જાય, પોતાની સ્વાર્થી વૃત્તિઓ બીજા જાણી ન જાય, પોતાના મનમાં ચાલતા મલિન વિચારોની બીજાને ખબર ન પડી જાય, પોતાની ગુપ્ત પ્રવૃત્તિઓ કોઈ જોઈ ન જાય ઇત્યાદિ પ્રકારના માયાકપટનો ત્યાગ કરવો એ ઘણી જ કઠિન વાત છે. [૬] સ્વોપનિનવો નો વપૂન થાત્ નીરવં તથા
इयतैव कदर्थ्यन्ते दंभेन बत बालिशाः ॥७॥ અનુવાદ : સ્વદોષ છુપાવનાર (નિતવ) પોતાની લોકોમાં પૂજા થશે તથા ગૌરવ થશે એમ માને છે. એટલા ખાતર બાલિશ માણસો ખરેખર તો દંભ કરીને કદર્થના પામે છે.
વિશેષાર્થ : નિદ્ધવ એટલે મનની વાત છુપાવનાર. કેટલાક મુનિઓને લોકોમાં પોતાનો પૂજા-સત્કાર થાય, લોકોમાં પોતાનું ગૌરવ વધે, પોતાની પ્રતિષ્ઠા જામે, પોતાનો અનુયાયી-વર્ગ મોટો થાય, પોતાની વાહવાહ બોલાય એવી એષણા રહે છે. લોકેષણા ઉપર વિજય મેળવવો એ ઘણી અઘરી વાત છે. એક વખત પોતાનાં પૂજા-ગૌરવ વધ્યાં હોય ત્યારે પોતાના દોષોની વાત બહાર ન પડી જાય એ માટે તેઓ બહુ સચિત રહે છે ને એને બુદ્ધિપૂર્વક ઢાંકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આવા લોકોને ઉપાધ્યાયજી મહારાજ આ શ્લોકમાં “બાલિશ' તરીકે ઓળખાવે છે, કારણ કે તેમનો દંભ ઉઘાડો પડી જતાં તેમની કેટલી કદર્થના થશે, કેટલી વિડંબના કે માનહાનિ થશે તેની તે બિચારાઓને કશી જ ખબર નથી. પોતાનો દંભાચાર ખુલ્લો પડી જતાં મોટા કહેવાતા મુનિઓ કે સાધુબાવાઓ કે ફકિરઓલિયાઓ પણ સમાજમાંથી ફેંકાઈ ગયાના દાખલા ક્યાં જોવા નથી મળતા?, [૬૧] મસતીનાં યથા શીનમશીનવ વૃદ્ધ |
दंभेनाव्रतवृद्ध्यर्थं व्रतं वेषभृतां तथा ॥८॥ અનુવાદ : અસતી (કુલટા) સ્ત્રીઓનું શીલ અશીલની વૃદ્ધિ માટે થાય છે, તેવી જ રીતે માત્ર વેષધારી સાધુનું વ્રત પણ દંભને લીધે અવ્રતની વૃદ્ધિ માટે જ થાય છે.
વિશેષાર્થ : જે સતી ન હોય તે અસતી. અસતી એટલે દુરાચારી, વ્યભિચારિણી સ્ત્રી. સ્ત્રી દંભ કરતી હોય, એના દુરાચારની હજુ લોકોને ખબર ન પડી હોય, પોતે પણ એમ માનતી હોય કે કોઈને શી ખબર પડવાની છે ? તો તેવી સ્ત્રી દુરાચારનું વધુ અને વધુ સેવન કરવા તરફ વળે છે. તેવી જ રીતે માત્ર વેષધારી સાધુ હોય, વ્રતોનું બરાબર પાલન ન કરતા હોય, પાપાચરણનું સેવન કરતા હોય અને છતાં લોકો ખબર ન હોવાને લીધે તેમને પૂજનીય ગણતા હોય અને પોતે પણ એવા ભ્રમમાં હોય છે ત્યારે તેઓ અવ્રતનું, વ્રતખંડનનું, પાપાચરણનું વધુ અને વધુ સેવન કરે છે.
૩૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org