________________
અધ્યાત્મસાર
નિયાણાપૂર્વક કરવામાં આવે છે. પરંતુ તેથી એવાં સુખો મળ્યા પછી પુણ્યનો ક્ષય થતાં અને ભારે પાપનો બંધ પડતાં કે ઉદય થતાં જીવને તે નરકાદિ દુર્ગતિમાં ધકેલી દે છે. આવાં ગરાનુષ્ઠાનથી ચિત્તની શુદ્ધિ ઓછી થઈ જાય છે. તે જીવનું ભવચક્ર વધારી દે છે. એટલા માટે ગરાનુષ્ઠાન પણ ત્યાજ્ય છે. [૨૭૧] નિવેથાનિયોરેવ વિચિત્રાનર્થ વિનોદ |
सर्वत्रैवानिदानत्वं जिनेन्द्रैः प्रतिपादितम् ॥७॥ અનુવાદ : જાતજાતના અનર્થને આપનારાં એ બંને(અનુષ્ઠાન)નો નિષેધ કરવાને માટે જિનેશ્વરોએ, નિદાન (નિયાણ) ન કરવું એવું સર્વત્ર પ્રતિપાદન કરેલું છે.
વિશેષાર્થ : વિષાનુષ્ઠાન અને ગરબાનુષ્ઠાન એ બંને અનુષ્ઠાનો અનેક પ્રકારના વિચિત્ર અનર્થ ઉત્પન્ન કરનારાં છે. ઐહિક જીવનનાં ભોગોપભોગ માટે કે દેવલોકના સુખ માટે કરાતાં અનુષ્ઠાનો અંતે તો ઝેર જેવાં નીવડે છે. ક્યારેક તો તે નરકગતિનાં દુ:ખો તરફ જીવને ઘસડી જાય છે. આવા પ્રકારનાં અનુષ્ઠાનોમાં કેટલીક વાર નિદાનપૂર્વક સુખની વાંછા કરવામાં આવે છે. નિદાન એટલે નિયાણુ. નિયાણ બાંધવાનો નિષેધ જિનેશ્વર ભગવંતોએ ફરમાવ્યો છે. તપ, પૂજાભક્તિ ઇત્યાદિ પ્રકારની ધર્મક્રિયાના બદલામાં સંકલ્પપૂર્વક અમુક પ્રકારની ઇચ્છાની પૂર્તિ થાય એવું માગી લેવું તે નિયાણું છે. સાચા આરાધકે ધર્મક્રિયા નિરાશસ ભાવે કરવી જોઈએ. - “નિયાણુ’ શબ્દ “નિદાન' ઉપરથી આવેલો છે. નિદાન શબ્દના બે અર્થ થાય છે : (૧) નિદાન એટલે પૃથક્કરણ અને (૨) નિદાન એટલે નિશ્ચિત દાન. જૈન શાસ્ત્રોમાં નિયાણ શબ્દ નિશ્ચિત દાનના અર્થમાં પ્રયોજાયેલો છે. એમાં સ્કૂલ દ્રવ્યદાનનો અર્થ નથી, પણ ચિત્તના દાનના અર્થમાં તે વપરાયો છે. કોઈપણ એક વિષયમાં ચિત્તને તીવ્રપણે અર્પી દેવું તે નિદાન, ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઊઠે છે અને અભિલાષાઓ જન્મે છે. માણસની ઇચ્છાઓને કોઈ અંત નથી. | શુભ ભાવથી કરેલી કઠોર તપશ્ચર્યા ક્યારેય નિષ્ફળ જતી નથી. કોઈક વાર મનુષ્ય પોતાના તપના બદલામાં કશુંક પ્રાપ્ત કરવાની ઇચ્છા કરે છે અને એ રીતે તે પ્રાપ્ત પણ થાય છે. તપના બદલામાં કોઈ ફળ ઇચ્છવું તેને નિયાણ કહે છે. “નિયાણ બાંધવું” અથવા “નિયાણ કરવું' એવો રૂઢ પ્રયોગ વપરાય છે. નિયાણ બાંધવાનો જૈન ધર્મમાં સામાન્ય રીતે નિષેધ કરવામાં આવ્યો છે, કારણ કે નિયાણ બાંધવાથી તેનું ફળ જો કે પ્રાપ્ત થાય છે, પરંતુ તેના પરિણામે પછીથી જે શુભાશુભ કર્મો બંધાય છે, એનાથી વિપરંપરા વધે છે અને તે દુર્ગતિનું કારણ પણ બને છે.
| નિયાણાં ત્રણ પ્રકારનાં ગણાવવામાં આવે છે : (૧) પ્રશસ્ત નિયાણુ, (૨) ભોગકૃત નિયાણ અને (૩) અપ્રશસ્ત નિયાણ.
તપના ફળરૂપે સાધુપણું, બોધિલાભ, સમાધિમરણ ઇત્યાદિ સંયમની આરાધના માટેની સામગ્રીની અભિલાષા કરવી તે પ્રશસ્ત નિયાણું છે. તપના ફળરૂપે સ્ત્રીપુત્રાદિકની ઇચ્છા કરવી, ભૌતિક સુખસગવડની ઇચ્છા કરવી, ચક્રવર્તી કે દેવદેવીનાં સુખની વાંછના કરવી તે ભોગકૃત નિયાણું છે. તપના ફળ રૂપે કોઈને મારી નાખવાની, કોઈકના શુભ કાર્યમાં વિઘ્ન નાખવાની કે કોઈકને તનથી કે ધનથી અહિત
૧૪૬ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org