________________
પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર
[૨૬] રિવ્યમોrfમન્નારેT વાત્માન્તરપરિક્ષયાત્ |
स्वादृष्टफलसंपूर्तेर्गरानुष्ठानमुच्यते ॥५॥ અનુવાદ : પોતાના પુણ્યકર્મનું ફળ પૂરું થતાં કાલાન્તરે ક્ષય પામનારું હોવાથી, દિવ્ય ભોગની અભિલાષાથી કરાતા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવામાં આવે છે.
વિશેષાર્થ : કેટલાક માણસો ઐહિક ભોગોપભોગનું સુખ મળ્યું છે તે વધુ મેળવવા માટે અથવા કેટલાક તેવું સુખ નથી મળ્યું માટે ભવિષ્યમાં દેવગતિમાં તેવું સુખ ભોગવવાનું મળે એ આશયથી તાજપાદિ કે ગુરુભક્તિ, જિનભક્તિ વગેરે પ્રકારની ધર્મક્રિયા કરે છે. એવી ધર્મક્રિયા જરૂર પડે તો તેઓ ઘણો કાળ કર્યા કરે છે, પણ તેનો આશય તો દેવગતિનાં સુખ ભોગવવાનો છે. આવા પ્રકારનું અનુષ્ઠાન તે ગરાનુષ્ઠાન કહેવાય છે. વિષ તત્કાલ પ્રાણ હરી લે છે. ગરલ અથવા ગરના પ્રકારનું વિષ (slow poison) તત્કાલ નહિ પણ કાલાન્તરે પ્રાણ હરી લે છે. આવા પ્રકારની ધર્મક્રિયા પુણ્યોપાર્જન કરાવે છે. એથી શુભ કર્મ બંધાય છે. એના ફળ રૂપે દેવગતિનાં સુખ ભોગવવા મળે છે. પરંતુ કાલાન્તરે એનો પણ ક્ષય થાય છે. એટલે એને ગરાનુષ્ઠાન કહેવામાં આવે છે. સામાન્ય જીવનું લક્ષ્ય સ્વરૂપ પ્રાપ્તિનું અથવા આત્મદર્શનનું અથવા મોક્ષપ્રાપ્તિનું નહિ પણ પૌલિક સુખ ભોગવવાનું રહે છે. મોક્ષના સુખની કાં તો એને ખબર નથી અને ખબર હોય તો એ એની નજરની બહાર છે. અત્યારે તો એની અભિલાષા દેવગતિનાં ઊંચા પ્રકારનાં પૌદ્ગલિક સુખ દીર્ઘકાળ માટે ભોગવવાની છે. પરંતુ એ ભોગવવા જતાં એના ચિત્તની શુદ્ધિ હણાઈ જાય છે અને વખત જતાં તેવો જીવ ભારે પાપ કર્મો કરીને દુર્ગતિમાં ચાલ્યો જાય છે અને નરકગતિનાં દુઃખ ભોગવવાનો પણ વારો આવે છે. વસ્તુતઃ વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાન કરનારો જીવ ભવભ્રમણમાંથી છૂટતો નથી. [૨૭૦] યથા દ્રવ્યસંય નિત નરસંક્ષિત !
विषं कालान्तरे हन्ति तथेदमपि तत्त्वतः ॥६॥ અનુવાદ : જેમ કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલું ગર નામનું વિષ કાલાન્તરે હણે છે તેમ તત્ત્વથી જોતાં આ પણ એ પ્રમાણે કરે છે.
વિશેષાર્થ : ઝેરી વસ્તુઓ જાતજાતની હોય છે. ધતૂરાનાં ફૂલ, મોરથુથુ વગેરે દ્રવ્યો ઝેરી છે. કેટલાક પ્રકારનાં ઝેરી દ્રવ્યો માણસને તરત નથી મારી નાખતાં. કાલાન્તરે થોડા દિવસમાં કે થોડા મહિનામાં તે મારી નાંખે છે. જૂના વખતમાં કાચનો અત્યંત બારીક ભૂકો કરી ભોજનમાં ભેળવી દેવાતો. આવાં કેટલાંક કુદ્રવ્યોને “બંગડી ચૂર્ણ' કહેવામાં આવતાં. કાચની બંગડીનો ભૂકો કરીને તે કશાકમાં ભેળવીને ખવડાવી દેવામાં આવતો. આવાં કેટલાંક ખરાબ દ્રવ્યો ભોજન, ઔષધિ વગેરેમાં મિશ્ર કરીને ખવડાવી દેવાથી ખાનારના પ્રાણ ધીમે ધીમે તે હરી લે છે. આ પ્રકારનાં Slow Poisonને ગર અથવા ગરલ કહેવામાં આવે છે. એવી રીતે કેટલાંક અનુષ્ઠાનો એવા ગર જેવાં હોય છે.
જે ધર્મક્રિયાઓમાં પરમાર્થનું એટલે કે મોક્ષનું લક્ષ્ય નથી હોતું, પરંતુ ભવાંતરમાં દેવલોક વગેરેનાં સુખો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હોય છે એવી ક્રિયાઓ તે ગરાનુષ્ઠાન છે. આવી કેટલીક ધર્મક્રિયાઓ ક્યારેક
૧૪૫
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org