________________
અધ્યાત્મસાર
અનુષ્ઠાન અને (૫) અમૃત અનુષ્ઠાન. આ પાંચે અનુષ્ઠાન ચડતા ક્રમે છે અને તેમાં અમૃત અનુષ્ઠાન ઉત્કૃષ્ટ છે. આ પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોનું સ્વરૂપ હવે પછીના શ્લોકોમાં સમજાવવામાં આવે છે.
[૨૭] બાહારોપથપૂMદ્ધિ-પ્રમુત્ય શંસય વૃતમ્ !
शीघ्रं सच्चित्तहन्तृत्वाद्विषानुष्ठानमुच्यते ॥३॥ અનુવાદ : આહાર, ઉપધિ, પૂજા, ઋદ્ધિ વગેરેની આશંસાથી કરેલું અનુષ્ઠાન, શુભ ચિત્તને સત્ત્વર હણનાર હોવાથી તેને વિષાનુષ્ઠાન કહે છે.
વિશેષાર્થ : બધા માણસોની બધી જ ધર્મક્રિયાઓ એકસરખી કક્ષાની નથી હોતી અને તે કરનારની કક્ષા પણ એકસરખી નથી હોતી. તેમાં પણ બાળજીવોની ધર્મક્રિયા જીવનના ઐહિક અને ભૌતિક લાભો માટે થતી હોય છે. વર્તમાન જીવનમાં સંકટો, ઇષ્ટવિયોગ. અનિષ્ટસંયોગ વગેરે માણસને તેમ કરવા પ્રેરે અથવા લાચાર પણ બનાવી દે છે. કેટલાક સારા આહાર માટે, કેટલાક વસ્ત્રાદિ સારાં ઉપકરણો (ઉપધિ) એટલે કે સાધનો માટે, કેટલાક પૂજા-સત્કાર માટે, કેટલાક ઋદ્ધિ-સમૃદ્ધિ મેળવવા માટે ગુરુસેવા, જિનભક્તિ, વ્રતતપ વગેરે ધર્મક્રિયાઓ કરે છે. માણસની ઇચ્છાઓ અને આશાઓનો કોઈ અંત નથી. જીવ તદ્દન નજીકના સમયની સાનુકૂળતાનો પહેલાં વિચાર કરે છે, પરંતુ એના નજીકના કે દૂરગામી પરિણામનો વિચાર કરતો નથી. આવી રીતે થતી ધર્મક્રિયાઓ ચિત્તની વૃત્તિઓને હણી નાખે છે. ચિત્તની શુદ્ધિને તે તરત હાનિ પહોંચાડે છે. માટે આવાં અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવામાં આવે છે. જેમ વિષ ખાવાથી તત્કાળ મૃત્યુ થાય છે તેમ આવી આકાંક્ષાપૂર્વક કરેલાં અનુષ્ઠાનોથી શુભ ચિત્તવૃત્તિ તત્કાળ હણાય છે.
[૨૬૮] સ્થાવર નામં ચાપિ તક્લપ મક્ષિત વિષમ્ |
यथा हन्ति तथेदं सच्चित्तमैहिकभोगतः ॥४॥ અનુવાદ : જેમ સ્થાવર અને જંગમ વિષનું ભક્ષણ તત્ક્ષણ પ્રાણ હણે છે, તેવી રીતે ઐહિક ભોગથી તે શુભ ચિત્તને હણે છે.
વિશેષાર્થ : વિષના બે પ્રકાર પાડી શકાય. એક સ્થાવર વિષ અને બીજું જંગમ વિષ. સોમલ, અફીણ, વચ્છનાગ, પોટેશિયમ સાઈનાઈડ વગેરે સ્થાવર વિષ ગણાય અને સર્પ, વીંછી વગેરેનું વિષ તે જંગમ અથવા હરતું ફરતું વિષ ગણાય. આ બેમાંથી કોઈપણ પ્રકારના ઝેરનું ભક્ષણ કરવામાં આવે અથવા સર્પાદિ કરડવાથી ઝેર શરીરમાં દાખલ થાય તો તે તત્પણ જીવને મારી નાખે છે. એવી જ રીતે આ જન્મમાં ખાનપાન, ભોગોપભોગ વગેરે મેળવવાની આશાથી, ઇચ્છાથી કરેલી ધર્મક્રિયા શુભ ચિત્તને હણી નાખે છે. એટલે એવા પ્રકારની ધર્મક્રિયા-અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવામાં આવે છે. સકામ વૃત્તિથી, દઢ આસક્તિથી કરેલી ક્રિયાઓનું ફળ મોક્ષમાર્ગમાં જીવને પાછું પાડનારું છે. ઐહિક સુખની અભિલાષા વિના, એક માત્ર મોક્ષના લક્ષ્યથી જ, સ્વ-સ્વરૂપમાં લીન થવાના ધ્યેયથી કરેલી ક્રિયાનું ફળ જીવને ઉપકારક નીવડે છે.
૧૪૪ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org