________________
પ્રબંધ ત્રીજા
અધિકાર દસમો & સદનુષ્ઠાન અધિકાર
કે
[ ૨૫] પરિશુદ્ધ મનુષ્કાને ગાયત્તે સમતવિયાત્ |
कतकक्षोदसंक्रान्ते कलुषं सलिलं यथा ॥१॥ અનુવાદ : જેમ કતકના ફળનું ચૂર્ણ નાખવાથી ડહોળું પાણી શુદ્ધ થઈ જાય છે તેમ સમતાના યોગથી અનુષ્ઠાન પરિશુદ્ધ થાય છે. ' વિશેષાર્થ : સમતા વિશેનો અધિકાર પૂર્ણ કર્યા પછી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અનુષ્ઠાન વિશેનો આ અધિકાર શરૂ કરે છે અને તેમાં સમતાની કેટલી આવશ્યકતા છે તે દર્શાવે છે. અનુષ્ઠાન એટલે આચરણ અથવા ક્રિયા. ધર્માનુષ્ઠાન એટલે તપ, જપ, વ્રત વગેરે પ્રકારની ધાર્મિક ક્રિયાઓ. લોકોમાં કરાતી આ ધર્મક્રિયાઓ બધી જ શુદ્ધ નથી હોતી. તે પણ દોષવાળી, અપૂર્ણ, અશુદ્ધ હોઈ શકે છે. એ ક્રિયાઓને પરિશુદ્ધ કરવી હોય તો શું કરવું જોઈએ ? એ માટે પ્રથમ સમતાની સાધના કરવી જોઈએ. જો હૃદયમાં રાગદ્વેષ રમતાં હોય, પક્ષાપક્ષીના ભાવ ચાલતા હોય, બીજાની અવહેલના કરવાની વૃત્તિ જોર પકડતી હોય, પોતાના કષાયો ઉગ્ર સ્વરૂપના બની જતા હોય અને સાથે ધર્મક્રિયા ચાલતી હોય તો એ ધર્મક્રિયાઓનું બહુ સારું ફળ મળી શકે નહિ. એટલે ધર્મક્રિયાઓને સમતા દ્વારા શુદ્ધ કરવી જોઈએ. પાણી ડહોળું, મલિન હોય પણ એમાં જો કતકના વૃક્ષના ફળનું ચૂર્ણ નાખવામાં આવે, તો તે પાણી શુદ્ધ થઈ જાય છે. એવી જ રીતે કષાયો, પ્રમાદ વગેરેને લીધે મલિન થયેલાં અનુષ્ઠાનોની પરિશુદ્ધિ માટે સમતા એવું કામ કરે છે. [૨૬૬] વિષે કરોડનનુષ્ઠાને તવક્રેતરમૃતં પરમ્ |
गुरुसेवाद्यनुष्ठानमिति पंचविधं जगुः ॥२॥ અનુવાદ : વિષ, ગર, અનનુષ્ઠાન, તહેતુ અને પરમ અમૃત એવાં ગુરુસેવાદિ સ્વરૂપ પાંચ પ્રકારનાં અનુષ્ઠાન કહેલાં છે. ' વિશેષાર્થ : અનુષ્ઠાન એટલે વિધિપૂર્વકની ધર્મક્રિયા. ગુરુસેવા, જિનભક્તિ, પડાવશ્યક, તાજપ, જ્ઞાનધ્યાન, દાનદયા વગેરે વિવિધ પ્રકારની ધર્મક્રિયાઓ એટલે કે અનુષ્ઠાનો છે. એ દરેક અનુષ્ઠાન પોતે શુભ પ્રકારનું છે, છતાં તે એક સરખી કક્ષાનું નથી. વળી તે અનુષ્ઠાન કરનાર સાધકોની પોતાની કક્ષા પણ એકસરખી નથી હોતી. તદુપરાંત એ કરવા પાછળ દરેક જીવનો આશય પણ એકસરખો નથી હોતો. આવી રીતે અનુષ્ઠાનો અને એની આરાધનાના ઘણા જુદા જુદા પ્રકાર પડી શકે. એમાં મુખ્ય પાંચ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે : (૧) વિષાનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન, (૩) અન્-અનુષ્ઠાન, (૪) તહેતુ
૧૪૩ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org