________________
અધ્યાત્મસાર
એમ કંઈ સહેલું નથી. વળી બધા જીવો એકસરખી કક્ષાના અને એકસરખી શક્તિવાળા નથી હોતા. જીવની વર્તમાન અવસ્થામાં પૂર્વબદ્ધ કર્મો પણ મહત્ત્વનો ભાગ ભજવતાં રહે છે. એટલે પૂર્વાચાર્યોએ, શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારના પુરુષો (જીવો) માટે વિવિધ પ્રકારની ક્રિયા બતાવી છે. કોઈ ગૃહસ્થ હોય, કોઈ મુનિ હોય, કોઈને તપની રુચિ હોય, કોઈને જ્ઞાનની કે ધ્યાનની રુચિ હોય. એ રીતે અધિકારભેદે ક્રિયાભેદ રહેવાનો. પરંતુ આ બધી ક્રિયાનું અંતિમ લક્ષ્ય તો સમતાની પ્રાપ્તિનું જ હોવું જોઈએ. સમતાની સિદ્ધિ અર્થે જ એ ક્રિયાઓનું પ્રયોજન હોવું ઘટે. [૨૩] મિત્રને શાશ્વવ્યાપાર: રાત્રિ દૂર : |
अस्याः स्वानुभवः पारं सामर्थ्याख्योऽवगाहते ॥२८॥ અનુવાદ : શાસ્ત્રનો વ્યાપાર તો માત્ર દિશાનું દર્શન (સૂચન) કરાવે. તેથી દૂર તે જતો નથી. સામર્થ્ય નામનો સ્વ(આત્મા)નો અનુભવ જ એના પારને પામે છે.
વિશેષાર્થ : આટલી બધી શોધો થવા છતાં ભૌતિકવિજ્ઞાનો બાહ્ય જગતનો સંપૂર્ણપણે પાર પામી શક્યાં નથી અને ક્યારે પામશે તે કહી શકાય નહિ. અધ્યાત્મવિશ્વ અર્થાત્ આત્માનુભૂતિનું જગત તો એથી પણ અનેકગણું સૂક્ષ્મ અને ગહન છે. એનો પાર પામવાનું સરળ નથી. શાસ્ત્રો આત્માનુભૂતિ, સ્વરૂપાનુસંધાન, સ્વરૂપ પ્રાપ્તિ, કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિના માર્ગ અંગે થોડુંક દિશાસૂચન કરી શકે, કારણ કે કેટલાયે સૂક્ષ્મ અનુભવો માટે શબ્દનું માધ્યમ ટૂંકું પડે. એવા અનિર્વચનીય અનુભવ માટે તો ગુરુગમ દ્વારા યોગ્ય પુરુષાર્થની જ અપેક્ષા રહે છે. આ પુરુષાર્થ એટલે સામર્થ્ય. સમતાની સાધના એ બાહ્ય સાધના કરતાં આત્યંતર સાધના વિશેષ છે. વ્યક્તિએ પોતે જ એ કરવાની હોય છે. એમાં આત્મશક્તિને ફોરવવાની હોય છે. એ જે કરી શકે તે જ એનો પાર પામી શકે. એ જ સમતાને પ્રાપ્ત કરી શકે અને એ દ્વારા સંસારનો પણ પાર પામી શકે. [૨૪] પરમાત્મષા ચન્નપૂઢ તત્ત્વનાત્મનઃ |
तदध्यात्मप्रसादेन कार्योऽस्यामेव निर्भरः ॥२९॥ અનુવાદ : આ (સમતા) આત્માનું પરમથી પણ પરમ નિગૂઢ તત્ત્વ છે. એટલે અધ્યાત્મના પ્રસાદ વડે એને માટે જ પરિપૂર્ણ પુરુષાર્થ કરવો.
વિશેષાર્થ : સમતા વિશે સમજાવ્યા પછી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ અધિકારની સમાપ્તિ કરતાં વાચકને પ્રેરક ઉદ્દબોધન કરે છે કે સમતા એ આત્માનું પરાત્પર નિગૂઢ તત્ત્વ છે. જગતના સર્વ જીવો પ્રત્યે જ્યાં સુધી સમદષ્ટિ આવતી નથી ત્યાં સુધી સાચી અને સર્વોચ્ચ સમતા સધાતી નથી. સર્વોચ્ચ પ્રકારની સમતાનું રહસ્ય પામવું એ કોઈ સરળ વાત નથી. તેમ છતાં જે જીવો અધ્યાત્મના માર્ગે વળ્યા છે. તેઓ ગુરુકૃપાથી નિર્ભર અર્થાત્ પરિપૂર્ણ પુરુષાર્થ કરે તો સમતાની અનુભૂતિ થઈ શકે.
इति समताधिकारः । સમતા અધિકાર સંપૂર્ણ.
૧૪૨ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org