________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે આત્મા સર્વ પદાર્થોથી અલગ છે. તે પોતાના ભાવોનો કર્તા છે. એટલે બીજાને તે દાન આપે છે કે બીજાનું તે હરી લે છે એ પ્રમાણે ઘટતું નથી. બીજાને દાન દેવાથી ધર્મ થઈ જતો નથી અને બીજાનું કંઈ હરી લેવાથી સુખ પ્રાપ્ત થઈ જતું નથી. જો તેમ થાય તો કૃતનાશ (કરેલાનો નાશ) અને અકૃતાગમ (નહિ કરેલાનું આગમન)નો દોષ થાય તે એ રીતે કે પોતાનું ધન બીજાને આપી દેવાથી પોતાની એટલી ભોગપ્રાપ્તિનો નાશ થાય અને બીજાનું ધન હરી લઈને પોતે ભોગવે તો અકૃતાગમનો એટલે બીજાની ભોગપ્રાપ્તિનો નાશ કરીને પોતે તે પ્રાપ્ત કરવાનો દોષ આવે.
(આ શ્લોકનો બીજી રીતે એમ અર્થ ઘટાવાય છે કે માણસ પોતાના ધર્મ અને સુખનું દાન આપી શકતો નથી અથવા તેનું હરણ થઈ શકતું નથી, કારણ કે તેમાં અનુક્રમે કૃતનાશ અને અકૃતાગમનો દોષ આવે છે.) * [७८३] भिन्नाभ्यां भक्त्तवित्तादिपुद्गलाभ्यां च ते कुतः ।
स्वत्वापत्तिर्यतो दानं हरणं स्वत्वनाशनम् ॥१०६॥ અનુવાદ : વળી (આત્માથી) ભિન્ન એવાં ભોજન, વિત્ત વગેરે મુદ્દગલોથી તે શી રીતે ઘટે? કારણ કે, દાન સ્વત્વાપત્તિરૂપ છે અને હરણ સ્વત્વનાશરૂપ છે.
વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે જીવ પુદ્ગલથી ભિન્ન છે. ભોજન, ધન ઇત્યાદિ પુદ્ગલસ્વરૂપ છે. તે આત્માથી ભિન્ન છે અથવા આત્માનાં પોતાનાં નથી. આત્માનું તે સ્વત્વ નથી. એટલે આત્માનો તેના ઉપર અધિકાર નથી. હવે જે આત્માનાં પોતાનાં નથી તેનું દાન કે હરણ કેવી રીતે થઈ શકે ? કારણ કે દાન દેવું એ સ્વત્વની આપત્તિરૂપ છે. જે પોતાનું નથી એ પોતાનું જ છે એમ પહેલાં સ્વીકારવું પડે. વળી હરણ કરવું તે સ્વત્વના નાશરૂપ છે. જે બીજાનું નથી તે બીજાનું છે અને એનો નાશ થયો છે, એટલે કે એણે ગુમાવ્યું છે એમ માનવું પડે.
આમ ભોજન, ધન વગેરેનાં દાન કે હરણ આત્મામાં ઘટી શકતાં નથી. [७८४] कर्मोदयाच्च तद्दानं हरणं वा शरीरिणाम् ।
पुरुषाणां प्रयासः कस्तत्रोपनमति स्वतः ॥१०७॥ અનુવાદ : વળી, દાન અને હરણ જીવોના કર્મોદયથી થાય છે. તે સ્વતઃ પરિણમે છે, તો પછી એમાં પુરુષોનો (જીવોનો) ક્યો પ્રયાસ છે ?
વિશેષાર્થ : વ્યવહારનય એમ કહે છે કે કોઈ વ્યક્તિ બીજાને દાન આપે તો તે પ્રત્યક્ષ દેખાય છે. એથી એને અને લેનારને હર્ષ થાય છે. તેવી જ રીતે કોઈ માણસ બીજાની વસ્તુનું હરણ કરે તો તે નજરે જોઈ શકાય છે. એથી હરણ કરનારનો સ્વાર્થ, લોભ, રોષ ઇત્યાદિ અને જેની વસ્તુ હરાઈ રહી છે એના પક્ષે અને એના સ્વજનોના પક્ષે શોક નજરે જોવા મળે છે. એથી દાન દેનાર પુણ્યપ્રવૃત્તિ કરે છે અને હરણ કરનાર પાપપ્રવૃત્તિ કરે છે એમ કહી શકાય.
નિશ્ચયનય એમ કહે છે કે જે વ્યક્તિને દાનની પ્રાપ્તિ થઈ તે એ વ્યક્તિના તેવા પ્રકારનાં કર્મોના ઉદયને કારણે થઈ છે. જો એ વ્યક્તિના દાન પ્રાપ્ત કરવા માટેનાં કર્મોનો ઉદય ન થયો હોત તો દાન
४४८
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org