________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
ફળ આપે છે. બીજાની એમાં અપેક્ષા રહેતી નથી. કોઈ વખત તો જેના પ્રત્યે ક્રૂર હિંસાના કે તીવ્ર દયાના ભાવ થાય, તે વ્યક્તિ ત્યારે ત્યાં ઉપસ્થિત જ ન હોય. માણસ મનમાં ને મનમાં જ એવા ભાવ કરે. ભલે એવું કાર્ય એણે ન કર્યું હોય તો પણ ભાવનું ફળ તો એને અવશ્ય મળે જ છે.
આમ, માણસમાં ઉદ્ભવતા વિવિધ ભાવો જ ફળરૂપે પરિણમે છે. એમાં બીજા કોઈની અપેક્ષા રહેતી નથી. [૭૧] શરીરી પ્રિયતાં ન વા ઘુવં હિંસા પ્રમાવિના
दयैव यतमानस्य वधेऽपि प्राणिनां क्वचित् ॥१०४॥ અનુવાદ : જીવ (શરીરી) મરે કે ન મરે, પ્રમાદીને અવશ્ય હિંસા લાગે છે. યેતનાવાળાથી કવચિત્ પ્રાણીનો વધ પણ થઈ જાય છતાં તેમાં દયા જ છે. ' વિશેષાર્થ : હિંસા અને દયા વિશે જૈન દર્શને બહુ સૂક્ષ્મતાથી વિચાર્યું છે. કોઈ વાર જીવની હિંસા થાય છે, તો કોઈ વાર જીવ હિંસાથી બચી જાય છે. બીજી બાજુ એક વ્યકિતના ચિત્તમાં ક્યારેક બીજા જીવને મારી નાખવાનો ભાવ હોય છે, ક્યારેક મારી નાખવાનો ભાવ ન હોય અને જીવના રક્ષણનો ભાવ પણ ન હોય. વળી ક્યારેક અન્ય જીવોનું રક્ષણ થાય એવો યતનાપૂર્વકનો–જયણાપૂર્વકનો ભાવ
વિભિન્ન પરિસ્થિતિમાં માણસના મનના ભાવો. અધ્યવસાયો, આત્માનાં પરિણામો છે તે બહુ મહત્ત્વનાં છે. તેને આધારે જ જીવની હિંસા કે દયાનો નિર્ણય થઈ શકે છે. માણસના મનમાં હિંસા-દયાના ભાવોમાં ઘણું વૈવિધ્ય અને ઘણી તરતમતા રહે છે. ક્યારેક માણસના મનમાં બીજા જીવનો વધ કરવાનો દઢ સંકલ્પ હોય પણ તે પાર ન પડે. ક્યારેક માણસના મનમાં બીજાને મારવાનો ભાવ ન હોય, પરંતુ મનમાં એવા પ્રમાદનો કે બેપરવાઈનો ભાવ હોય કે બીજો મરે તો ય શું અને ન મરે તો ય શું ?
આવી વ્યક્તિમાં બીજા જીવના રક્ષણની ઉપેક્ષારૂપ હિંસાનો ભાવ હોય છે. અન્ય પક્ષે કોઈ જ્ઞાની મહાત્મા શાસ્ત્રના જાણકાર હોય, જીવની રક્ષાનો, દયાનો ઉપદેશ આપતા હોય, અને પોતાનું જીવન પૂરેપૂરી જયણાપૂર્વક જીવતા હોય, એવા જ્ઞાની મહાત્માથી ક્યારેક અજાણતાં વચ્ચે દોડી આવેલી કીડીને બચાવવા જતાં તે પગથી કચડાઈ જાય અને જીવની હિંસા થાય, તો પણ તેમને હિંસાનો દોષ લાગતો નથી. તેમને દયાનું ફળ મળે છે. - હિંસા-અહિંસાના વિષયમાં જીવની પોતાની આંતરિક પરિણતિ કેવી છે તેના ઉપર તેના ફળનો આધાર છે.
[૭૮૨] પર યુક્ય વાનં દરdi વા સ્થવિત્
न धर्मसुखयोर्यत्ते कृतनाशादिदोषतः ॥१०५॥ અનુવાદ ઃ બીજા કોઈને કોઈપણ વસ્તુનું દાન કે હરણ ઘટતું નથી. કૃતનાશ ઇત્યાદિના દોષને કારણે ધર્મ અને સુખનાં તે (દાન અને હરણ) નથી.
४४७
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org