________________
અધ્યાત્મસાર
એમ કહેવાય કે માણસે બીજાની જે હિંસા કરી તેનું એને ફળ મળ્યું છે, પણ નિશ્ચયથી એમ કહેવાય કે હિંસાથી એના આત્મામાં જે અશુભ પરિણત થઈ તેનું એને ફળ મળ્યું છે.
[૭૭૯] હિમસ્તિ ન પણં જોપ નિશ્ચયાન્ન ચ રક્ષતિ ।
तदायुः कर्मणो नाशे मृतिर्जीवनमन्यथा ॥१०२॥
અનુવાદ : નિશ્ચયથી તો કોઈ બીજાને હણતો નથી અને રક્ષતો પણ નથી. તેના આયુષ્યકર્મનો નાશ થતાં મૃત્યુ છે; અન્યથા જીવન છે.
વિશેષાર્થ : વ્યવહારનય કહે છે કે હિંસક વ્યક્તિ બીજા કોઈ જીવની હિંસા કરે છે ત્યારે તે જીવ મૃત્યુ પામે છે અને હિંસકને એનો દોષ લાગે છે. હિંસકને પોતાના એ કર્મનું ફળ ભોગવવું પડે છે.
પરંતુ નિશ્ચયનય કહે છે કે કોઈ કોઈની હિંસા કરતો નથી કે કોઈ કોઈનું રક્ષણ કરતો નથી. તે જીવનું પોતાનું આયુષ્યકર્મ પૂરું થાય છે એટલે તેનું મૃત્યુ થાય છે. એમાં હિંસક તો નિમિત્ત માત્ર છે. જો એના આયુષ્યકર્મનો અંત ન આવવાનો હોય તો તે બચી જાય છે, જીવી જાય છે.
આયુષ્ય બે પ્રકારનું હોય છે ઃ સોપક્રમ અને નિરુપક્રમ. હિંસક સોપક્રમ આયુષ્યવાળાની જ હિંસામાં નિમિત્ત બની શકે છે. નિરુપક્રમ આયુષ્યવાળાની હિંસા થઈ શકતી નથી, કારણ કે તેનું આકસ્મિક મૃત્યુ હોતું નથી.
[७८०] हिंसादयाविकल्पाभ्यां स्वगताभ्यां तु केवलम् ।
फलं विचित्रमाप्नोति परापेक्षां विना पुमान् ॥ १०३ ॥
અનુવાદ : કેવળ પોતાનામાં રહેલા હિંસા અને દયાના વિકલ્પોથી પુરુષ, અન્યની અપેક્ષા વિના જ, વિચિત્ર ફળ પામે છે.
વિશેષાર્થ : ક્યારેક માણસમાં બીજાની હત્યા કરવાનો અથવા કોઈ દુઃખી માણસનું દુઃખ દૂર કરવા માટે દયાનો ભાવ જન્મે છે. આવા હિંસા, દયા ઇત્યાદિના વિકલ્પો માણસમાં પોતાનામાં જે જન્મે છે તેનાથી જ તેને તેનું ફળ પ્રાપ્ત થાય છે. પોતાનામાં ઉદ્ભવતા સારા કે માઠા ભાવો જ ફળરૂપે પરિણમે છે. એમાં બીજાઓની, એટલે જેમને એ હિંસા, દયા ઇત્યાદિ પહોંચાડવાનો આશય હોય એ જીવની અપેક્ષા રહેતી નથી. વળી દરેક વખતે એ પ્રમાણે જ ઘટના બને એવું નથી. કોઈક માણસ બીજાની હત્યા કરવાનો ભાવ મનમાં કરે અને તે પ્રમાણે આચરણ કરવા જતાં કોઈ વાર હત્યા થઈ જાય છે, તો કોઈ વાર હત્યા થતી નથી. કોઈવા૨ બીજા માણસની હત્યા તો ન થાય, એટલું જ નહિ, એથી એને લાભ પણ થાય છે. એવી જ રીતે દયાની બાબતમાં પણ બની શકે. માણસ કોઈ ભિખારીને દાન આપવાનો વિચાર કરે અને દાનની વસ્તુ લેવા જાય એટલી વારમાં ભિખારી ક્યાંક ચાલ્યો જાય. કોઈ વખત દયાથી પ્રેરાઈ કોઈ ભિખારીને વસ્તુ આપવા માટે બૂમ પાડે. ભિખારી દોડતો આવે, પણ રસ્તામાં જ ઠેસ વાગતાં પડી જાય અને હાડકું ભાંગે અથવા અકસ્માતમાં મૃત્યુ પામે. આમ વિવિધ પ્રકારની પરિસ્થિતિની શક્યતા રહે છે. એટલે પોતાનામાં જન્મતા હિંસા, દયા ઇત્યાદિના ભાવો જ જીવને તેનું
Jain Education International2010_05
૪૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org